SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ] રાગૈન ન નિ ચેન ગાળઃ છનીયતે I [ ઉપાસનાકાર કિ૨૦ ૪૧ ઉત્પત્તિ કરેલી છે, તે બ્રહ્માંડ યા સમષ્ટિને કાર્ય પ્રકૃતિ પણ કહે છે. આ બ્રહ્માંડમાં બ્રહ્મદેવ પોતે જ સર્જ રજ અને તમ એ ત્રણ ગુણોના આશ્રય વડે તેના દેવતા વિષ્ણુ, બ્રહ્મા, અને રુદ્ધ રૂપે બની સ્થિતિ, ઉપ અને લયનું કાર્ય કરે છે. આને વૈકૃતવૃષ્ટિ પણ કહે છે(કક્ષાંક ૧૪ તથા ૧૪/૧; ૧૪/૨; ૧૪/૩; તથા ૪ આ, ૬ જુએ). આ બ્રહ્માંડમાં ત્રણ વકૃત સૃષ્ટિનો સમાવેશ થાય છે: (૧) વૃક્ષ, પર્વતાદિ સ્થાવર (જુઓ વૃક્ષાંક ૧૫ ) (૨) પશુ, પક્ષી એમ બંને મળી તિર્યંચો કહેવાય છે તે (વૃક્ષાંક ૧૫ હ) અને (૩) મનુષ્યો (વૃક્ષાંક ૧૫ જ). આ પ્રમાણે ત્રણ વિકૃત સૃષ્ટિ છે. આમાં સુઇ મુવ, , મધ, ગન, તપ, હાજૂ તથા અતળ, વિતળ, સુતળ, તળાતળ, રસાતળ, મહાનળ, અને પાતાળ એમ ચૌદ લોકથી ખ્યાપેલું આ ચરાચર બ્રહ્માંડ કે જેમાં પૃથ્વી, જળાદિ સ્થળ અને સૂમ એવાં મિશ્રણાત્મક પંચમહાભૂત હોઈ, બીજ, છે. અન્ન, રેત તથા અનંત શરીરોનો સમાવેશ થાય છે તે બધાં આવી જાય છે. આમ ઉપર કહેલી છ પ્રાકૃત સૃષ્ટિએ અને આ ત્રણ વિકૃત મળી નવ સૃષ્ટિઓ થઈ. હવે પ્રાકૃત વિકૃતના મિશ્રણવાળી એક સૃષ્ટિ છે જે દશમી સૃષ્ટિ કહેવાય છે (જુઓ વૃક્ષાંક ૧૩ અને ક્ષાંક ૧૫ ). બ્રહ્માંડ રચનાની કલ્પના કરે ઉત્પન્ન કરેલા આ સમષ્ટિ કિવા બ્રહ્માંડના ખપ્પરના ઉપરના ભાગમાં કેમ જાણે સૂર્યમાંથ. કરણની પ્રમાએ ફેંકાતી હોય, તેમ સુવર્ણ સમી ધગધગતી પ્રભાઓ તરફ ફેલાયેલી છે અને નીચેના ખપરમાં લોખંડની માફક તદ્દન ઘન પદાર્થ જેવી કાળાશ વ્યાપેલી છે. તેમાં સૌથી પ્રથમ પરમેષ્ઠિમંડળ-કે. જેઓ એક કપ પર્યત રહીને બ્રહ્માંડનો જ્યારે દૈનંદિન પ્રલય થાય ત્યારે પોતે સ્વરૂપમાં વિલયને પામે દે તે-હોઈ ત્યાર પછી તેની નીચે સત્યલોક આવેલો છે, તે પણ મહાકલ્પ પર્યત રહી બ્રહ્મદેવની સાથે જ સ્વરૂપમાં વિદેડ કેવલ્ય પામનારા લોકોનો પ્રદેશ છે. ત્યાર પછી ક્રમે તપલોક, જનલોક, મઠક (આને અંભ કિંવા આલોક પણ કહે છે) વગેરે લકે ઊતરતા ક્રમે આવેલ છે. આમાં આવેલા લોકો યુગથી ક૫૫યત તે તે લોકમાં રહી વળી પાછા મનુષ્યલોકમાં આવે છે તથા કેટલાકે તે વિદેહમુક્તિને પામે છે. તે પલોક સકામ કર્મ કરનારાઓને પ્રાપ્ત થતો નથી. ત્યાર પછી નીચે સ્વર્ગ લોક આવે છે. તેની નીચે પિતૃલોક હાઈ ભૂવલોક છે. બાદ આ ભૂલેંક કે જેમાં સાત દ્વીપવાળી પૃથ્વી આવેલી હોઈ તે દરેક દ્વીપમાં નવ ખંડે એટલે ભાગો છે (વધુ માટે અધ્યાય ૮ જુઓ), સાંપ્રત જેને લોકો પૃથ્વી કહે છે તે તો ફક્ત આ સાત દ્વીપ પૈકી સૌથી મધ્યમાં આવેલો એવો જંબુદ્વીપ છે. જેની ચારે બાજુએ ક્ષાર સમુદ્ર વીંટળાયેલું છે. આ સાત દીપ, પૃથ્વી અને સ્વર્ગલોકની વચમાં મેટા મહાસાગરનું વર્ણન આવેલું છે. આને ભૂર્લોક કહે છે તેની અંદર જ અસંખ્ય સૂક્ષમ પ્રાણીઓના સમૂહ હોઈ તે વડે આ બધું અંતરાળ એટલે આકાશ અને પૃથ્વી વચ્ચેને પોલાણનો ભાગ તદ્દન ગીચોગીચ ભરેલો છે. તેની તે ગણતરી થવી પણ શકય નથી, પરંતુ વ્યવહારમાં જેને સૌથી નાનામાં નાનો જીવ કહે છે, જેમકે કીડી, કીટ વગેરે; તેથી માંડીને નાના મોટા તમામ પશુ પક્ષીઓ અને અંતે મનુષ્યાદિ ચેતન છો તથા વૃક્ષ, ઔષધિ, લતા, પત્રાદિ તમામ જંગમ છો અને પહાડ પથ્થરાદિ તમામ જડ છો આ બધા મળીને ચોરાશી લાખ આકાર(નિઓ)ની ઉત્પત્તિ, સ્થિતિ અને લમ થતો રહે છે. એનું બ્રહ્માંડમાં નાનું સરખું જે આ સ્થાનક છે તે જ લોકો જેને પૃથ્વી કિવા શાસ્ત્રનિયમાનુસાર નક્ષત્ર ગોલકની અંદર આવેલ પ્રદેશ કહે છે તે-ભૂપ્રદેશ સમાવો. આ આકાશના જે ભાગમાંથી વરસાદ પડે છે તે અને આ પૃથ્વી વચ્ચે જે ભાગ, તેટલો ભાગ તે આ સ્થળ છવની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનો ભૂપ્રદેશ જાણો. ઉપરના લોકે તેથી ઉતરે. ત્તર સૂક્ષ્મ સ્વરૂપવાળા છે. આ વિવેચન ઉપરથી આ બ્રહ્માંડ તથા તેની અંદરની રચના સંબંધમાં કંઈક અંશે કલ્પના આવી શકશે. (વૃક્ષની સોદાહરણ સમજૂતીને માટે અપાય છે તથા ભૂળરચના માટે સિદ્ધાંત કાપડ અ. ૮ જુઓ)
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy