SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ] તવ શ વિહિ રે વિમુશરે 1 . 1 ઉપાસનાકાર કિર૦ ૪૧ - ૨ થી ૫ સુધીમાં તો તે સ્થળનું કારણું સૂક્ષ્મ તથા તેનું પણ કારણ હોવાથી તેને કરણ કિંવા મહાકરણ કહેવામાં આવ્યું છે. કારણના પણ કારણને કરણ કહે છે. તે વિરાટનો કારણદેહ કહેવાય છે. રધૂળ ક્રિયા થવામાં પ્રથમ ઈશ્વરની કાળરૂપ ઈશક્તિ તથા આ સૂમર ભડાકારણ વૃક્ષાંક ૩ થી ૫) અને સૂક્ષમ એવાં કારણુતરો (રક્ષાંક ૨ થી ૧૨) સુધીની ધર્મ અને અર્થરૂપ સૂક્ષ્મતર અને સૂક્ષ્મ સામગ્રીઓની જરૂર હોય છે. વૃક્ષાંક ૨ થી ૫ સુધી ધર્મ તથા ૬ થી ૧૨ સુધી “અર્થ' અને વૃક્ષાંક ૧૩ થી ૧૫ ના તમામ કામ કહેવાય છે, તેમ વૃક્ષાંક ૧ ને મોક્ષ કહે છે. તાત્પર્ય એ કે, આટલી સૂક્ષ્મ સામગ્રીઓ જ્યારે એકઠી થાય છે, ત્યારે જ કામ કિંવા કર્મ કરનાર પિતે કાર્ય કરી શકે છે. આ બધાં સૂમતોને આધારે જ વિરાટદેહના અભિમાની અરે પોતાના સ્થલ દેહરૂપ એવાં અસંખ્ય સમષ્ટિ બ્રહ્માંડની ઉત્પત્તિ કરેલી છે અને વળી તે પોતે જ સમષ્ટિના અભિમાની બ્રહ્મદેવ રૂપે બનેલો છે. જેમાં વિદ્યુતશક્તિ(વીજળી) પોતે તો અદશ્ય જ હોય છે, પરંતુ તે જયારે હવામાં પ્રકટે છે ત્યારે પ્રકાશ આપે છે, પંખામાં પ્રકટે છે ત્યારે હવે આપે છે, આ કાશમાં તે ચમકારારૂપે પ્રકટી ફરી પાછી તુરત અદશ્ય થઈ જાય છે. આમ એક જ વીજળી સ્થાન અને કાળભેરવશાત્ જુદે જુદે અનેકરૂપે અનુભવમાં આવે છે, અથવા એક જ આકાશ જેમ ઘર, માની ઉપાધિને લીધે ઘટાકાશ મહાકાશરૂપે પ્રતીત થયેલું ભાસે છે, તેમ સર્વનો અધિકતા અને જેમાં બેપણું બિલકુલ નથી એવો આ આત્મા પોતે જ માયાની ઉપાધિને લીધે સૌથી પ્રથમ જાણે ઈશ્વર(વણાંક ૨ રૂપે બન્યો ન હોય એવું ભાસે છે, અને તેમ છતાં પણ પોતે તો તે ઉપાધિ થકી તદ્દન અસંગ, નિર્મળ અને અતિશુદ્ર જ રહે છે; એ મુજબ અવિદ્યાની ઉપાધિવડે ઈશ્વર વા સવને સાક્ષી યા દ્રષ્ટા(વૃક્ષાંક ૨)રૂપે બનેલો આ આત્મા જ ઉપર બતાવેલા વિદ્યુતના ઉદાહરણની જેમ ચરાચર જગતમાં ઓતપ્રેત વ્યાપેલે છે. આ રીતે ઈશ્વરને ભૂલ કાર્યરૂપે પ્રકટ થવાને માટે પિતાની ઈક્ષણશક્તિવડે હું રૂપ(વણાંક ૩)વી તે હિરણ્યગર્ભ વૃક્ષાંક ૧૨) સુધીના વિવર્તરૂપે થવાની જરૂર પડી અને તેમ થયા પછી પોતે સમષ્ટ અભિમાની એવા બ્રહ્મદેવ (વૃક્ષાંક ૧૩) રૂપે બની કેવળ સંકલ્પરૂપ સાધન વડે જ આ ચૌદ લેકના વિસ્તારવાળા ભાસના વિશાળ બ્રહ્માંડનું પ્રાકટ્ય તેણે કરેલું છે. ઇંદ્રિયોની સ્થાનની માગણી ઉપનિષદોમાં એવું વર્ણન આવે છે કે ઇકિયાએ કહ્યું કે, અમોને સ્થાન આપો. તેને સાંભળવાની ઈચ્છા થવાથી શબ્દ તન્માત્રા. શ્રોત્રેકિય અને કાનનાં છિને ઉત્પન્ન થયાં અને તેમાં તેના દેવતા દિશાએ પ્રવેશ કર્યો. સ્પર્શની ઈચ્છા થવાથી લોમ એ ઇય, ત્વચા એ તેનું સ્થાન અને ઔષધિ (વૃક્ષ નામનો વાયુ, યજ્ઞોપયોગી ઔષધિ) નામના દેવતાએ પ્રવેશ કર્યો ઇત્યાદિ વર્ણન આવે છે (એ રેય ઉપનિષદ ખંડ ૧-૩-૪ તથા ખંડ ૨–૧ જુઓ), તે આ ધર્મઅર્થે રૂ૫ સૂરમાર અને સૂમ સામગ્રીઓ એકત્ર થયા પછીનાં છે. તેમાં માગણી કરી તે બધા દેવતાઓ કે જે વૃક્ષાંક ૮ના પેટા ૭ અમાં છે, તેમણે પુરુષ વા ઈશ્વર કિંવા વિરાટપુરુષ ભગવાન (વૃક્ષાંક ૨)ની પાસે માગણી કરેલી છે. આથી તે વર્ણનમાં સમષ્ટિ અભિમાની એવા બ્રહ્મદેવનો આ આખા બ્રહ્માંડરૂપ જે દેડ તેમાં તે તે ઈકોએ દેવતા સહ પ્રવેશ કર્યો, એવો સમષ્ટિભાવ સમજો. જે કમ સમષ્ટિમાં છે તે જ વ્યષ્ટિમાં પણ છે. વ્યષ્ટિના દેવતાઓ વ્યષ્ટિ અભિમાની જીવ જ્યારે દેહ છોડે છે, ત્યારે સમષ્ટિમાં તે તે ઇદ્રિ સાથે સૂમ રૂપે ર છે અને જ્યારે વર્ષાદિ દ્વારા તેને પિડ બંધાય છે, ત્યારે પુનઃ તે તે ગલકે અથવા સ્થાનકોમાં પ્રવેશ કરે છે. આ પ્રમાણેનો ક્રમ સમષ્ટિનો વિલય થતાં સુધી ચાલુ હોય છે તથા જ્યારે સમરિને પણ વિલય થાય છે ત્યારે તે આ વિરાટપુરુષના કારણુ, મહાકાર દેહમાં ઉપર કહેલાં તે તે સ્થળે પ્રવેશ કરે છે. આમ મોક્ષ થતાં સુધી એષ્ટિમાંથી સમષ્ટિ અને સમષ્ટિમાંથી વિરાટ અને તેમાંથી વળી પાછું વ્યષ્ટિ અને સમ છુમાં, એ રીતની ઘટમાળ ચાલ્યા જ કરે છે. હવે આપણે વિષયાંતર છેડી ચાલ વિષય વૃક્ષની સમજૂતી તરફ વળીશું. હિરણ્યગર્ભ જેમ બીજમાંથી વૃક્ષ થાય છે તેમ ઉપર કહેવામાં આવ્યું છે તે પ્રમાણે ધર્મસૂકમતર(વૃક્ષાંક ૩ થી ૫) અને અથરૂપ સલમ(વક્ષાંક ૬ થી ૧૨) સુધીની સામગ્રીઓ એકત્ર થઈ એટલે તેમાંથી કામરૂપ એવા કર્મના
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy