SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ ]. તત્ર પુરસ્કૃતિ જ પાળજીત નો મનો જ વિવો – [ ઉપાસનાકાષ્ઠ કિર૦ ૩૬ એ સર્વ હકીક્ત સાંભળી અને સૌતિએ (સૂત) એ જ વાત યાના સત્ર પ્રસંગે નિમિષારણ્યમાં વસતા શૌનકાદિ ઋષિઓને કહી. મહાભારતના ભીષ્મપર્વના અધ્યાય ૨૫ થી ૪૨ સુધીમાં આ ગીતા સમાયેલી છે. આ રીતે તમેએ શ્રીભગવદગીતાની પરંપરા જાણી, માટે હું તેને નિમિત્તરૂપ બનાવી સર્વ શાસ્ત્રોનું દોહન કરી તમને હવે સિદ્ધાંતવિષય કહું છુંતે સમજવા માટે વૃક્ષ બની સારી માહિતી હોવી જોઈએ તેથી પ્રથમ તેને વિચાર કરી ત્યારબાદ આપણે સિદ્ધાંતકાંડ એટલે શ્રીભગવદ્દગીતાને આરંભ તરફ વળીશું. વૃક્ષ આપવાનું પ્રયોજન આજકાલ શાસ્ત્રના સંબંધમાં અર્થઅનર્થોના ઝઘડાઓ જ સર્વત્ર ચાલેલા જોવામાં આવે છે, તે અનર્થોમાંથી બચવામાં કિચિત અંશે પણ મદદરૂપ થાય તેમ જ વિદ્યાનાં ચૌદ પ્રસ્થાનનો આશય સારી રીતે સમજી શકાય એટલું જ નહિ પરંતુ ખાસ કરીને પુરાણુદિ ગ્રંથો પૈકી લોકપ્રિય એવા શ્રીમદ ભાગવતનું પઠન પાઠન કરનારાઓ તેમાંનો અર્થ સારી રીતે સમજવા શક્તિમાન બને અને શાસ્ત્રોના અર્થો સંબંધે ચાલતા મિયા વિતંડાવાદનો નિરાસ થવા ઉપયોગી નીવડે એવી દૃષ્ટિનો આશ્રય કરીને આ વૃક્ષ તૈયાર કરવામાં આવેલું છે. સામાન્યતઃ આજકાલ શાસ્ત્રાભ્યાસની પ્રાચીન પ્રથાએ મંદતા પકડી છે. જેથી લોકો પ્રયત્ન કરવા છતાં શાસ્ત્રમાંના પારિભાષિક શબ્દો તેમ જ સંજ્ઞાઓ સમજવાને અસમર્થ નીવડે છે, કેમકે એક જ તવ યા વર માટે શાસ્ત્રકારોએ અનેક યુક્તિઓનો આશ્રય લીધેલ હેઈદરેક યુક્તિઓમાં તેને ભિન્ન ભિન્ન સંજ્ઞાઓ આપવામાં આવેલી છે. આથી અભ્યાસકો ગભરાટમાં પડી જાય છે. તેઓને આ સંશયરૂ૫ વમળમાંથી મુક્ત કરવાને માટે મદદરૂપ થઈ શકે એવી રીતે એ જુદા જુદા પારિભાષિક શબ્દો અગર સંજ્ઞાઓને એક જ સ્થળે લોકે સ્પષ્ટ રીતે સમજી શકે એ પ્રમાણે સંગ્રહ કરવાની આવશ્યકતા છે. સિવાય લોકોની અજ્ઞાનતાનો લાભ લઈ શાસ્ત્રના અનર્થો કરી તે માર્ગે પિતાની ઉપજીવિકા ચલાવનારા વર્ગના પાશમાંથી છૂટી જિજ્ઞાસુઓને સાચે માર્ગે વાળવાની પણ અત્યાવશ્યકતા છે. એ કાર્ય આ વૃક્ષ દ્વારા અપાંશે પણ સાથે થશે. એમાં શંકા નથી. જેઓ આ વૃક્ષનો સારી રીતે અભ્યાસ કરશે તેઓને તમામ શાસ્ત્ર અને શાસ્ત્રકારોની એકવાક્યો હોવાનું સ્પષ્ટ જણાઈ આવશે. અને તેને લીધે તમામ સંશયમાંથી નિવૃત્તિ થઈ તે નિસંશય આત્મપ્રાપ્તિ કરી શકશે. આ દુષ્ટએ આ વૃક્ષ અને આપવામાં આવ્યું છે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy