SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતારહત ] તેથી દેહભાવ છોડીને ધીર પુરુષ એ આત્મ૨૫ અમૃતત્વને પામે છે. [ ૯૫ સુખ, દુ:ખ અને મોહરૂપ કર્મફળ કર્મનું ફળ સુખ, દુઃખ અને મોહ એમ ત્રણ પ્રકારે અનુભવમાં આવે છે, કિવા પ્રત્યેક પ્રાણી માત્ર મોહને વશ થઈ નાના પ્રકારનાં કર્મો કરવા પ્રેરાય છે અને તેનું ફળ સુખદુઃખાદિરૂપે તે અનુભવે છે. મોહ નિવૃત્ત થતાં સુધી તેને આ કામ ચાલુ જ હોય છે. મેહ અજ્ઞાનને લીધે થાય છે. અજ્ઞાનની નિવૃત્તિને અર્થે આત્મજ્ઞાન વગર બીજું એક પણ સાધન નથી. અર્જુન મોહને વિવશ થઈ દીનપણાને પામ્યો હતો. તેને યુદ્ધનીતિની માહિતી ન હતી અથવા તો યુદ્ધ કરવાની તેની ઈચ્છા ન હતી એમ પણ ન હતું. તેનું કહેવું તે ફક્ત એટલું જ હતું કે, આ બધા ગુરુ, આચાર્યો, પિતામહાદિક તથા ભ્રાતૃર્ગો વગેરે કુટુંબીજને, તેમજ પૂજ્યની સાથે હું યુદ્ધ શી રીતે કરું? અર્થાત તેમની જગાએ બીજા કેઈ છે તો તે યુદ્ધ કરવાને અવશ્ય તૈયાર હતા, તે વાત સિદ્ધ થાય છે. તદ્દન અને પ્રસંગે તેને આવો વિચાર ઉત્પન્ન થયો એમાં મેહ વગર બીજું કંઈ પણ ન હતું, કેમકે ઘણા દિવસોથી યુદ્ધની તૈયારી ચાલુ હતી અને તે પણ કાંઈ તેનાથી છૂપી રીતે થઈ ન હતી, એટલે તેને તેની પૂર્ણ માહિતી તે હતી જ; એટલું જ નહિ પરંતુ આ યુદ્ધ કરવાનો નિશ્ચય તો અજુનની સંમતિથી જ કરવામાં આવેલો હતે. વળી ધૃષ્ટદ્યુમ્ર સેનાપતિ અને અર્જુન સરસેનાધિપતિ હતો (જુઓ મહા ઉદ્યોગપર્વ). સારાંશ, મોહની નિવૃત્તિને માટે આત્મજ્ઞાન વગર બીજો કોઈ ઉપાય જ ન હોવાથી અનની ઈચ્છા હો યા લે છે પરંતુ તેને આત્મજ્ઞાન આપવાની ભગવાનને ફરજ પડી; તેથી તેમાં કેવળ આત્મજ્ઞાન એ જ એક વિષય નહિ પરંતુ તેની શંકાઓ તથા બુદ્ધિને વિચાર કરી આચાર્યપદ્ધતિ અનુસાર સાંખ્ય, યોગ અને ભક્તિ એ ત્રણે યુક્તિઓની સ્પષ્ટતા કરી સર્વ માર્ગોનું એકત્વ પ્રતિપાદન કરવામાં આવેલું છે. આ શ્રીમદ્દ ભગવદ્દગીતાની પરંપરા નીચે પ્રમાણેની છે: શ્રીમદ્દ ભગવદ્દગીતાની પરંપરા મહાભારતના યુદ્ધને આરંભ થવાની અગાઉ શ્રીમદ્ વેદવ્યાસાચા વૃતરાષ્ટ્રની પાસે જઈ તેને એમ કહ્યું કે, “જો તારી યુદ્ધ જોવાની ઇચ્છા હોય તે હું તને દિવ્ય દૃષ્ટિ આપું.” પરંતુ આખી જિંદગી અંધાપામાં વિતાડી હોવાથી હવે પિતાના જ કુળનો પરસ્પર થતે સંહાર જેવાને પોતે ઇચ્છતો નથી, પરંતુ યુદ્ધની સર્વ હકીકત બેઠાં બેઠાં અત્રે જ જાણવા મળે તેવી ઈચછા તે દર્શાવી તે ઉપરથી શ્રીમદ્ વેદવ્યાસે સંજય નામના સૂતને બેઠેલી બેઠકે જ યુદ્ધનું સર્વ જ્ઞાન પ્રત્યક્ષ થાય એવી દિવ્ય દૃષ્ટિ આપી. આ રીતે સંજયને ગુરુકપાથી પ્રાપ્ત થયેલી દિવ્ય દૃષ્ટિને લીધે તેની બુદ્ધિ અત્યંત નિર્મલ થવાથી તેને વિજ્ઞાન દષ્ટિની પ્રાપ્તિ થયેલી હતી. આથી બેઠેલી બેઠકે ગમે તેટલું દૂરનું શ્રવણ કરવાની શક્તિ; સામાન મનમાં શું ચાલી રહ્યું છે તેનું નાનઃ ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું જ્ઞાન; પાછળનું જે ભૂલી જવાયું હોય તે સર્વાનું સ્મરણુજ્ઞાન; આકાશમાં 5: મન કરવાની ગતિ અને યુદ્ધભૂમિમાં સંગ્રામ ચાલતી વખતે પણ ગમે ત્યાં વિહાર કરવા છતાં કોઈ પણ મારા બાધા ન કરી શકે એવી રીતની શસ્ત્રની અસંગતા ઇત્યાદિ શક્તિ પ્રાપ્ત થયેલી હતી અને તે આધારે જ તેણે અથથી ઇતિપર્યંત તમામ હકીકત ધૃતરાષ્ટ્રને કહેવી એવી વ્યવસ્થા કરીને શ્રી વ્યાસાચાર્યજી પોતે સ્વસ્થાને ચાલ્યા ગયા (જુઓ મહાભારત ભીમપર્વ અ૦ ૨). આ વ્યવસ્થા અનુસાર યુદ્ધમાં દુર્યોધન પક્ષના પ્રથમ યેહા શ્રીભીષ્માચાર્યો જ્યારે પડ્યો ત્યારે તે હકીકત ધૃતરાષ્ટ્રને કહેતા માટે સંજયે તેમની પાસે ગયો અને શ્રીભીષ્મ પદ્માનું જણાવ્યું. તે સાંભળી પ્રથમ તે તેણે શક પ્રદર્શિત કર્યો અને યુદ્ધની અત્યાર સુધી બનેલી સર્વે હકીકત કહેવા માટે સંજયને પ્રશ્ન કર્યો. તેના પ્રશ્ન ઉપરથી સંજયે પ્રથમ બંને પક્ષના સન્યનું વર્ણન કર્યું, બાદ અર્જુનને મોહ ઉપન્ન થવાથી તેની નિવૃત્તિને અર્થે શ્રીકૃષ્ણ ભગવાને કહેલ શ્રીમદ્દ ભગવદગીતાનો ઉપદેશ કહેવાની શરૂઆત કરેલી છે. શ્રી વ્યાસાચાર્ય પોતે દિવ્ય દૃષ્ટિવાળા હોવાથી તેમ જ દરેક મહાયુગના દ્વાપરયુગને અંતે આ મહાભારતનો ઇતિહાસ તથા વેદના વિભાગની રચના કરવાનું કાર્ય નિયતિનિયમાનુસાર તેમનું જ હોવાથી તેમણે પણ આ બધી હકીકત દિવ્યદષ્ટિના બળે જાણી લઈને પિતાના શિષ્યોને સંભળાવી. તે પછી એક શિષ્ય પરંપરા દ્વારા શ્રીવૈશંપાયન પાસેથી શ્રી જનમેજય રાજાએ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy