SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ તા વધી ર ા દૃશ. [ઉપાસનાકા કિર૦ ૭ દુઃખને છોડવાને બહાને વધુ પકડે છે ભગવન! આપે કહ્યું તેમ વગર કારણે માયા, માયા એમ કહી માયાને નામે પિતાની મૂઢતા અને આવાસપણાનો દેવ બીજાને માથે નાખી દેવાને લોકો પ્રયત્ન કરે છે. આ ભૂતળની અંદર એક દિવસે એક સદગૃહસ્થ માયામાંથી બચવાના ઉપાય પૂછવા માટે એક મહાપુરૂની પાસે ગયા. મહાત્મા કંઈ બોલ્યા નહિ પરંતુ થોડા સમય પછી કાંટાના એક ઝાડને બેઉ હાથે બાઝી પડ્યા. આથી તેઓ આખા શરીરે લોહીલોહાણ થયા અને મેટેમોટેથી બૂમો પાડવા લાગ્યા કે મને કેાઈ છેડા, મોં વડે આમ બૂમો પાડતા જાય અને હાથને જોરજોરથી વધુ ને વધુ મજબૂત કરતા જાય. તમામ લોકોવિચાર કરવા લાગ્યા કે મહાત્મા ગાંડા તો નથી થયા ને? દુઃખ થાય એમ કહીને બૂ રે પાડે છે અને હાથને છોડવાને બદલે વધારે મજબૂત કરતા જાય છે. આનો શો અર્થ? તે પૈકી જેણે માપમાંથી બચવાનો ઉપાય પૂછળ્યો હતો. તેણે કહ્યું મહારાજ ! હાથ છોડી દે એટલે હમણાં છડી જશે, તમે તે જોર જોર થી ભેટી રહ્યા છો તો કાંટા વાગે ને વળી દુઃખ જ થાય ને ! આ સાંભળીને મહાત્મા બોલ્યા, આમ જ માયાને માટે ચાલી રહ્યું છે. તમે તેને છોડતા નથી પણ વધારે ને વધારે પડતા જાઓ છે અને વળી પૂછે છે કે માયામાંથી શી રીતે બચી શકાય? આ રીતે માયાને છોડવાને બદલે માયામાં જ વધુ સપડાઈ જતાં લેકે શાસ્ત્રોનો ખરો અર્થ નહિ સમજતાં સમજ્યાનો દાવો કરી આપસઆપસમાં બાટા ખોટા ઝઘડાઓ કરે છે. આમ શાસ્ત્રનો સાચો અર્થ સમજાયા પછી સમતા પ્રાપ્ત થવાને બદલે ા જ જે વધવા પામે તો તે અર્થ સમજવાની જરૂર પણ શી? ઝઘડાઓ અને વિતંડાવાદ વધારવા માટે તો વળી શાસ્ત્રની શી જરૂર ? તે તે વગર શાસે ૫ગુ મનુષ્ય કરી શકે છે. કિરણાંશ ૨૭ જગમાન્ય ગ્રંથમાંના વિષયો આજકાલ ભગવાને મહાભારત યુદ્ધમાં અર્જુનને કહેલું જ્ઞાન ભગવદ્દગીતાના નામે પ્રસિદ્ધ છે. આ ગ્રંથ આજે એટલો બધો જગમાન્ય થવા પામ્યો છે કે તેની આગળ વેદવેદાંગાદિ તથા શ્રતિઋત્યાદિ શાસ્ત્રોના અભ્યાસે પણ મંદતા પકડી છે. જોકે આમાં સર્વ કૃતિઓને જ સાર છે, છતાં તેમાં ભગવાને કહેલા તત્વાર્થસાન તરફ લક્ષ આપનારાઓ તો કવચિત જ કઈ સાંપડે છે. ગ્રંથ તો ઘણી માનનીયતાને પામે છે, પરંતુ તેમાંના જ્ઞાન સંબંધમાં તો અનાદિ જેવા થેડાઓને જ લાભ થયો. તેવાઓ જ સમતા પ્રાપ્ત કરી શય, બાકી મોટે ભાગે સમાજનું વલણ તેના ઉપયોગ કિયા તેમાંના જ્ઞાનના અનુભવ તરફ નહિ વળતાં બહિરંગ તરફ જ વળેલું છે. તેઓ ગીતાના બહિરંગ સંબંધમાં જ વાદવિવાદ કર્યા કરે છે અને સ્વાર્થ સાધુ એ તો તેના ઉપર લોકેનો પ્રેમ જોઈ તે દ્વારા પોતાનો સાધી શકાય એટલો સ્વાર્થ સાધવા જરા પણ કચાશ રાખી નથી. જગતમાં સર્વત્ર આજે પણ આ પ્રકારના વાદવિવાદો જ ચાલી રહેલા જોવામાં આવે છે, તેનું કારણ એ છે કે જ્ઞાનના અનુભવ કરતાં ગ્રંથપ્રત્યય તરફ જ આજકાલ લોકેનું લક્ષ્ય વધારે વેધાયેલું છે. સમતાને બદલે વિષમતા હે મહર્ષિવર્યો! ભગવાને કહેલા આ અતિ ગુહ્ય જ્ઞાન સંબંધે લેકેની માન્યતા છે એવી થયેલી છે કે, અર્જુનને યુદ્ધ માટે આ બધું કહેવામાં આવ્યું છે, પરંતુ અજુનને નિમિત્ત બનાવી જગતના કલ્યાણ માટે તે કહેવું છે એ વાત લેકેને ગળે બિલકુલ ઊતરતી નથી. જો કે અર્જુનને તે સમતા પ્રાપ્ત થઈ, પરંતુ તે જ જ્ઞાનના ખેટા અથી કરી જગતમાં લોકો તે ઉલટા વિષમતા પ્રાપ્ત કરી રહ્યા છે. મારી પાસે પણ તેવા પ્રકારના લોકો જ આવેલા જણાય છે; કેમકે જેઓ શાસ્ત્રનું ખરું રહસ્ય સમજતા હોય તેઓ કદી પણ આવા વિતંડાવાદ કરે જ નહિ. ભગવદ્ગીતામાં સાંખ્ય-જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગ, વાગયોગ ઇત્યાદિ પિકી શું છે તે સંબંધે જેઓ આપ આપસમાં વિતંડાવાદ કર્યા કરે છે, તેઓને મારું કહેવું એમ છે કે, વ્યવહારમાં પણ એવો નિયમ જોવામાં આવે છે કે, જે સામે નાળિયેર મૂકવામાં આવે તે જેઓને તેનું જ્ઞાન હોય તે
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy