SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન] સત્ય (આત્મા)નું મુખ હિરમય (પ્રકાશ) વા (ચેતનમય)પાત્રથી જ આછાદિત છે; [ ૬૯ ભગવાને અને સર્વ દેવતા, મહર્ષિ વગે તથા જ્ઞાનેશ્વર મહારાજ વગેરે સંતાએ મને છાતી સરસા ચાંપ્યો. એટલામાં એક કારનું તેજ:પુંજ વિમાન આવ્યું. તેમાં હું બેઠો ને એકાએક ભગવાન અને સર્વ સભાસદ સહિત રૂ૫ બની ગયે. આમ એકદમ જાગૃત થયો અને જોઉં છું તો તમારો ગીતા સંબંધીને ઝઘડે. અહાહા ! ક્ષણવારમાં કેટલો બધો ચમત્કાર ! મને તેનું હજી સ્મરણ થાય છે અને વારંવાર આશ્ચર્ય પણ થાય છે. વિશેષમાં એટલું જ કે ભગવાને મને જે “3” સ્વરૂપની ધારણ કરવાની આજ્ઞા કરી હતી, તેની સત્યતાને માટે તેનું અવલંબન કરતાં જ જાણે સમુદ્રમાંથી તરંગે કુરે તેમ હમણાં પણ બધું Úરી રહ્યું છે. આને સ્વપ્ન કહેવું કે જાગૃતિ તેને નિર્ણય હજી સુધી થતો નથી. તે પૈકી ભગવદ્દગીતામાં કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયેગ કિવા ગયો એટલે હયોગ પ્રાધાન્ય છે; તે ઉપર મેં તે સભામાં કહેલું વિવેચન તમને કઈ છું. દુખમાંથી છૂટવાને બદલે તેમાં જકડાવું ભગવન! આપની કૃપાથી મને અંતઃકરણમાં જે ફુરી રહ્યું છે, તે સર્વ આપની જ પ્રેરણારૂપ છે. આપ કે જે પ્રાણીમાત્રના અંત:કરણમાં સૂમરૂપે બિરાજે છે તે જ પ્રથમ પ્રણવરૂપે. બની તેમાંથી પરા, પશ્યન્તી, મધ્યમ અને વૈખરી એમ વાણીમાં જે ચાર ભેદ ઉત્પન્ન થવા પામેલ છે, તે રૂપે પણ આપ પોતે જ પ્રકટ છે. પાણીનું જેમ હિમ (બરફ) બને છે, તેમ આપ પોતે જ વાણીરૂપે બહાર પ્રકટ થાઓ છે. તેવા આપની હું કયા મતોત્રથી રતુતિ કરું ? આમ વાસ્તવિક રીતે આપ જ પોતે હું અને મારું ઇત્યાદિ તમામ રૂપે બન્યા હોઈ તેના સાક્ષીરૂપે પણ આપ પોતે જ છે. જ્યાં વાણીને આપ જ પોતે રકુરણ કરો છો. તે પછી તે વાણી આપના વર્ણનમાં સમર્થ કેવી રીતે બને? તસ્માત આપના વર્ણનને માટે કેવળ મૌન એ જ એક ઉપાય હું જોઉં છું. બાળકનું ગાંડું, ઘેલું, બબડું, બેલવું પણ માતપિતાને કેટલું હર્ષ ઉપજાવે છે? તેમ મારું ગાંડું, ઘેલું અને બેબડું બોલવું પણ પિતામહના પણ પિતા એવા આપને તથા આ બધા આપના જ અંશરૂપ બ્રહ્મા અને મહેશ્યદિ સમર્થ મહાદેવ, દેવીઓ, મહર્ષિએ, રાજર્ષિઓ, દેવર્ષિએ. ગરુ. અને આચાર્યો વગેરે સર્વે સંત, સજ્જન, આપ્તો અને મહાપુરુષ કે જે પિતા, પિતામહાદિકે છે, તેઓને તે પરમાનંદ આપે તેમાં નવાઈ પણ શું? હે વસિષ્ઠાદિ મહર્ષિ અને વ્યાસાચાર્યાદિકે ! આપે લોકકલ્યાણને અર્થે જગતમાં જે જ્ઞાન પ્રસૃત કર્યું છે તેથી જ આજે અમો પૃથ્વીરૂપ દાવાનળમાં રહ્યા છતાં પણ તદ્દન શાંત અને હિમની જેમ શીતળ થઈ વિહાર કરી રહ્યા છીએ. વ્યવહારમાં જળકમળવત રહેવાની આપે બનેલી પદ્ધતિનો અંગીકાર કરી અમે ખરેખર કતકત્ય થયા છીએ, આ બધે આપને જ પ્રતાપ છે. માટે હે બ્રહ્મ ન. ! હું આપને બધાને પુનઃ પુનઃ પ્રણામ કરું છું, કારણ કે બીજું સાધન મારી પાસે શું હોય ? : મા અને હું એવો ભેદભાવ છે જ કયાં? માટે હું પોતે પોતાને જ પ્રણામ કરું છું. આવી રીતે છે કે વા ભિન્ન ભિન્ન અનંતરૂપે ભાસતા જગતમાં વાસ્તવિક ભિન્ન ભિન્નપણું છે જ નહિ પરંતુ એકત્વ જ છે, એ સિદ્ધાંત સમજાવવાને માટે આપે તનતોડ મહેનત કરી છે. સર્વાત્મભાવ રાખે, આ જે ભેદ ભાસે છે તે તો કેવળ શરીર અને તેના અવયવોની જેમ આત્મસ્વરૂપથી અભિન્ન હોવાનું જ સૂચક છે એમ કહેલું છે. છતાં આ વ્યવહારમાં અજ્ઞાન વંડ મોહ પામેલા અને અંધ બનેલા મૂઢ પાતામાં જ રહેલા પિતાના સ્વરૂપભૂત એવા ભગવાનને નહિ ઓળખતાં વગર કારણે હું અને મારું સમજીને મિથ્થો ઝઘડાઓ કરતા જ રહે છે અને પોતે વસ્તુતઃ આનંદવરૂપ હોવા છતાં અહોરાત્ર શારીરિક, માનસિક અને બૌદ્ધિક વ્યથાથી થનારાં અસહ્ય દુઃખ સહન કર્યું જાય છે, આ તો શાસ્ત્રાભ્યાસ નહિ કરતાં કેવળ પશુવ જીવન ગુજારનારા કામીની સ્થિતિ સંબંધમાં કહ્યું. પરંતુ શાસ્ત્રનો ખરો અર્થ નહિ સમજતા શાસ્ત્રના અભ્યાસનો તથા સમજ્યાનો દાવો કરનારા- . એની પરિસ્થિતિ છે તેવા કરતાં પણ ઘણી બૂરી છે. આવી જ્ઞાનબંધુતા જ્ઞાનબંધુતા કોને કહેવી તે આગળ સિદ્ધાંતકાંડ અધ્યાય ૫ શ્લોક ૮-૯ માં વિવેચન કરવામાં આવેલું છે તે જુઓ) તે તેઓને હજારો જમ સુધી નરકમાં જ સબડાવ્યા કરે છે, અનેક દુઃખોમાં નાખે છે, રાત ને દહાડે ચિંતામાં ને ચિંતામાં જ, વ્યતીત કરાવે છે, છતાં પણ તેઓ કદી સુધરતા નથી અને દુઃખમાંથી છૂટવાનો ઉપાય પણ કરતા નથી, પરંતુ વધુ ને વધુ દુઃખને જ ભેટ્યા કરે છે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy