SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતારોહન ] (પણ) જે વિદ્યા તથા અવિદ્યા અને આત્મસ્વરૂપ છે એમ જાણીને ઉપાસે છે. [૫૩ રિણાંશ ૨૦ બધાને જ જમ. પ્રમઃ આપ કહે છે તે ઉપરથી તે કહેનારો પણ છે અને તેને સર્વ વ્યવહાર પણ સાવ ખેસ છે એમ ઠરે. પરંતુ બધાને જ એક સરખે ભ્રમ શી રીતે થવા પામ્યો? ઉત્તર : તમે સમજ્યા છે તે બરાબર છે. કહેનારો પણ ખોટો અને તેનો જે જે કાંઈ કાયિક, વાચિક, માનસિક વ્યવહાર થાય છે, તે તેમ જ તેને જ્ઞાનેન્દ્રિય દ્વારા જે કાંઈ પ્રતીત થાય છે તે બધું જ ખોટું છે. ઉદાહરણ માટે જુઓ, આ સામે દાડમ પડયું છે. પાસે બેઠેલા છોકરાઓને ઉદેશીને પૂછ્યું. “ બકરાઓ ! આનું નામ શું ?” દશ જણાએ મોસંબી, પાંચજણાએ સંતરું, સાત જણાએ લીંબુ એમ બધાએ જુદુ જુદુ કહ્યું. તેથી તેમને ફરીથી પૂછયું કે આમાં મારે ખરું કેને સમજવું? મોસંબી કહેવાવાળાઓએ કહ્યું અમારું ખરું છે, કેમકે અમારી બહુમતી છે. લીંબુવાળાએ કહ્યું તેમની બહુમતી છે તેથી શું થયું? ખોટું કહે છે ને વળી બહુમતીની વાતો કરે છે. ત્યારે ત્રીજા પક્ષે કહ્યું અમારું સાચું છે, આ બેઉ ખોટા છે. મેં કહ્યું તમારા પિકી જેનું સાચું હશે તેને સારી બક્ષિસ આપવાને માટે વિચાર છે. પણ તમારા ત્રણે પણ પિકી ખરું કાનું તેની તમોએ મને જાતે જ ખાતરી કરાવી આપવી જોઈએ. હું કહીશ નહિ. પછી તે બક્ષિસની લાલચથી ત્રણે પક્ષમાં લલડા શરૂ થઈ. તે પૈકી એક છોકરાએ મુસ્તાના પિતાને પૂછી લીધું અને બધાને કહ્યું કે, અરે ! આપણે બધાંનું જ ખોટું છે; આ તો દાડમ કહેવાય. પરંતુ તેનું કોણ માને ! આ રીતે દરેકને પોતાને જ જ્યાં સુધી તે દાડમ છે, તેવું જ્ઞાન થાય નહિ ત્યાં સુધી આ ઝઘડાને અંત કેવી રીતે આવે ? આખરે તેઓ થાકયા અને પછી ધીરે ધીરે એકે કે તેનું સાચું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, એટલે તમામ ઝધડાને અંત આવી ગયો. તેમ આત્માને પોતાના અસલ સ્વરૂપે નહિ પિછાણવાથી અજ્ઞાનને લીધે જ આ જગતમાં આ બધા ઝધડાઓ ચાલી રહેલા જોવામાં આવે છે તેથી સાચું ભાન થતાં સુધી તે જેમના તેમ કાયમ રહેશે, અને સાચું જ્ઞાન પ્રાપ્ત થતાં પોતાને જ પોતાની આજદીન સુધીની થયેલ મૂર્ખતા પ્રત્યે હસવું આવશે. આ ઉપરથી તમે સમજી શકશે કે બધાને એક સરખો જ ભ્રમ થયો છે, એમ પણ કહેવાય નહિ, તેવું જે થાત તો ઝઘડાને પણ સ્થાન ન રહેત. પણ જગતના વ્યવહારમાં જુઓ તો કેટલાકે જેને સાચું ગણે છે, તેને બીજા કેટલાક ખોટું ગણે છે. વળી મનુષ્યજીવનને વ્યવહાર પશુ પક્ષ્યાદિ માટે ઉપગને નથી, તેમ જ જગતમાં મનુષ્યનો આપસઆપસમાં થતો વ્યવહાર પણ સ્થાન, કાળ અને દેશવશાત ભિન્ન ભિન્ન જોવામાં આવે છે. વળી બાળક, જુવાન અને વૃદ્ધોના વ્યવસાયમાં પણ જુદો જુદો વ્યવહાર હોવાનું જણાઈ આવે છે. અર્થાત બધાના વ્યવહારમાં એકવાક્યતા જ કયાં છે? તો પછી તમો જે કહે છે કે બધાને એકસરખો જ ભ્રમ કેમ થવા પામ્યો. તે ઉપરના ફળને ઓળખવા સંબંધમાં બાળકોના અજ્ઞાનને લીધે થયેલા જુદા જુદા મનરવી વિચાર૫ કલ્પનાચિત્ર ઉપરથી સ્પષ્ટ જણાઈ આવશે. મનુષ્યની વ્યવહારરચના નિરર્થક કેમ? જુઓ. મનુષ્યોએ આપ આપસમાં વ્યવહાર ચલાવવાને માટે જે વ્યવહારરચના કરી છે તે જગતમાં આવેલા પશે. પક્ષીઓની દષ્ટિએ તદ્દન નિરર્થક છે, તેમ પશ પયાદિકની કાંઈ રચના હોય તો તે મનુષ્યને માટે પણ નિરર્થક છે. વળી પાષાણાદિક કે જે જગતમાં જ ગણાય છે જગતની બહાર ગણાતા નથી, તેમની દ્રષ્ટિએ તો કોણ જાણે શું હશે? તેમ તેમને કાંઈ દષ્ટિ હશે એવી કલ્પના પણ મનુષ્ય કરી શકતા નથી અને આ વૃક્ષ પાષાણુદિકેને તે મનુષ્યાદિ જેવું કાઈ હશે તેની પણ કલ્પના હશે કે નહિ, તેની સામાન્ય વ્યવહારમાં તો કપના પણ કરી શકાય તેમ નથી અને કદાચ કોઈ કરે તો તે મનુષ્યવ્યવહારની દષ્ટિએ હાસ્યાસ્પદ ગણાશે. પરંતુ વાસ્તવિક રીતે તે જગત શબ્દમાં જેનો સમાવેશ થાય છે, પછી તે સ્થાવર હા, યા જગમ હો, જડ હો યા ચેતન છે, તે તમામ બાબતો જગત એવી સંજ્ઞામાં જ આવી શકે છે. માટે આવી
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy