SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨] વિવાં રાવિ ર થવોમાસા [ઉપાસનાકાષ્ઠ કિર૦ ર૦ હે હું, તું, તે, આ, મારું, તારું, તને, મને, આપ, આપણે, પોતે, પિતાને ઇત્યાદિ સંજ્ઞાઓ વડે જે જે કંઈ વ્યવહારમાં પ્રતીત થયેલું દેખાય છે તે તે તમામ રૂપે પણ પોતે જ બનેલો અનુભવમાં આવે છે. ટૂંકમાં જગતમાં જેટલું કંઈ જાણવામાં સમજવામાં, જોવામાં, સાંભળવામાં, સંધવામાં, સ્પર્શવામાં, ચાલવામાં, બોલવામાં અર્થાત શરીર, વાણી અને મન વડે જે જે કંઈ સ્કૂલ અથવા સૂક્ષ્મ ક્રિયાઓ થતી જોવામાં આવે છે, પછી તે વ્યાવહારિક હેમ, પ્રાપંચિક હોય, ધાર્મિક હોય કે આત્મોન્નતિ જેવી ઉચ્ચ ભાવનાદર્શક હોય, પરંતુ તે તે સર્વ એક આત્મસ્વરૂપ જ છે. જેમ નકશીસહ સેનાના દાગીના સોનાથી યત્કિંચિત પણ ભિન્ન હેતા નથી, તેમ આ બધું અનિર્વચનીય એવા આત્માથી જરા પણ ભિન્ન નથી, એમ નિશ્ચયાત્મક સમજે. જગતમાં ઝઘડાઓને સ્થાન ક્યાં છે? પ્રશ્ન : ખરેખર આપ કહે છે તેમ જ હોય તો પછી જગતમાં ઝઘડાઓનું સ્થાન જ નહિ રહે. વળી આ ભ્રમ બધાને જ એકસરખો કેમ અનુભવવામાં આવે છે? ઉત્તર: તમેને જે ઉપર કહેવામાં આવ્યું છે, તે તદ્દન સાચું જ છે, એમાં તો જરા પણ શંકા નથી; જગતમાં ચાલતા આ બધા ઝઘડાઓ તદ્દન મિથ્યા જ છે. તે કેવી રીતે તે સમજાવવાને માટે એક દષ્ટાંત કહું છું. કેટલાક સમય પૂર્વે એક ગામમાં થોડા સમયને માટે નિવાસ થે. ઘણે ભાગે રાત્રે તો જંગલમાં જ નિવાસ હતો. નિદ્રાને અભાવ હોવાથી રાત્રે જંગલમાં જ ગમે ત્યાં પર્યટન કરવામાં આવતું. એક દિવસે એમ બન્યું કે તે ગામના સ્મશાનમાં એક વડના ઝાડ નીચે હું નિરાંતે બેઠો હતો. રાત અંધારી હતી, પ્રકાશનું નામ પણ ન હતું અને રાત્રે સ્મશાન હશે તેની પણ કપના ન હતી. થોડે દૂર એક કાચી સડક હતી અને ત્યાંથી ડે છેઆગગાડીના પાટાઓ ઓળંગવાનું બારુ (ફાટક) હતું, બાજુએથી એક મોટર માણસોથી ભરાઈને આવતી હતી. મધ્યરાત્રિનો સમય, મેટર ફાટક છોડીને આવે છે, એટલામાં મેં શિકીને ફાટક તરફ ચાલવા માંડયું. મોટરગાડીના દીવાના પ્રકાશ વડે મને સામો આવતો મેટરમાં બેઠેલા બધાઓએ દૂરથી જોયો અને મધ્યરાત્રિએ સ્મશાન તરફથી આવનાર આ ઉઘાડા શરીરવાળો કેાઈ અવશ્ય ભૂત છે, એમ સમજીને મેટર પાછી વાળી. હું તે. સામો ચાલ્યો જતો હતો. મોટાડી તો ફાટક વટાવીને પેલી બાજુ નીકળી ગઈ. ત્યાંથી શુમારે એક ગાઉના અંતરે બીજા કાટથી ગામમાં જવાનો રસ્તો હતો. તે માને ગામમાં આવવા માટે તેણે પ્રયત્ન કર્યો. ઈશ્વરસંકેત કહે કે ગમે તે કહો, મને તે આ વાતની કલ્પના પણ ન હતી. હું તો પ્રથમના ફાટક પાસે આવી પછી રેલવેના રરતે વળે અને બીજા બારે ફાટકે)થી થોડા અંતર ઉપર તે મોટરનાં મને પુનઃ દર્શન થયાં. મોટર વળી પાછી ત્યાં ઊભી રહી. હવે તો તેઓના મનમાં ચોક્કસ થઈ ચૂક્યું કે આજે તો આપણને આ ભૂત જવા દે તેમ નથી; તેથી મોટરને ત્યાંથી વળી પાછી વાળી દીધી. હું તો આગળ ચાલ્યો ગયો. બીજે દિવસે સવારે ચાર વાગે મોટર ગામમાં આવી ને બધે એક જ કોલાહલ મચી રહ્યો કે અમુક રસ્તે ગઈ કાલે રાત્રે અમારી પાછળ ભૂત લાગ્યું હતું. હું શુમારે દશ વાગે ગામમાં આવ્યા. જે ગૃહસ્થને ત્યાં મુકામ હતા, તેઓના કાને પણ આ વાત પહોંચી હતી. તેમણે કહ્યું આપ રાત્રે અમુક રતે ન જશે. ત્યાં તો ગઈ કાલે રાત્રે આવા પ્રકારનો બનાવ બન્યો અને આ બધાને તે અનુભવમાં આવ્યો. તે સમશાન તે ઘણું ભયંકર છે. આ સાંભળતાં જ મારા લક્ષમાં સર્વ પરિસ્થિતિ આવી. તેથી મને હસવું આવ્યું. મેં તે સદ્ગૃહસ્થને કહ્યું, આ તો હું જ તે ભૂત હતો. તાત્પર્ય એ કે, જેમ ભૂતનું નામનિશાન પણ નહિ હોવા છતાં આ માટે ઉત્પાત મચી ગમે તેમ બધાઓને જે વસ્તુ નથી તે વસ્તુ છે એવો દુરાગ્રહ ગાડરિયા પ્રવાહની માફક અજ્ઞાનથી વગરવિચાર્યું ઘૂસી જવા પામ્યો છે; અને તેથી જ જગતમાં આ બધા ઝઘડાઓ ચાલી રહ્યા છે. જે સાચી પરિસ્થિતિનું ભાન થાય તે પછી ઝઘડાઓનું સ્થાન ન રહે અને આજે જ બધું જગત સુખ અને શાંતિ અનુભવી શકે,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy