SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨] तेन त्यक्तेन भुञ्जाथा मा गृधः कस्यस्विद्धनम् ॥ श [ ઉપાસનાકા ર૦ ૫ એમ જ કહેવામાં આવ્યું છે કે અનેકાનેક શાસ્ત્રાની કથારૂપી કથા (જન્મ્યા) એટલે ફાટેલાં ચીંથરાં શીવીને તૈયાર કરવામાં આવતી ગેાદડીને વારેવારે નકામી ચૂંથવાથી શું વળે? ભાજન સામગ્રીમાં ધરતી કડછી જેમ અન્નાદિના રસને કદી પણ જાણુતી નથી, તેમ ચારે વેદેને તથા અનેકાનેક શાસ્ત્રાને ભણ્યા છતાં પણ તે બ્રહ્મત્વને અનુભવતા નથી. શાસભ્યસન નિંધ કેમ ? નારદજી ચૌદ વિદ્યા અને ચેાસઠે (૬૪) કળામાં પ્રવીણ ડાવા છતાં આત્મવેત્તા નહેાતા. તેમને નિત્યપ્રતિ મનમાં સતાપ રહેતા, જેથી તેએ સનકુમારને શરણે ગયા. આમ તેમના ઉપર જ્યારે સદ્ગુરુની કૃપા થઈ ત્યારે જ તેઓ અંતર્મુખ બની આત્મન બની શકયા. આ સિવાય શ્વેતકેતુનું ઉદાહરણ પણ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. શ્વેતકેતુએ ટૂંક સમયમાં જ સ` વેદેશનું અધ્યયન કરી નાખ્યુ હતું; પરંતુ તે થકી તેને ધ્યેય પ્રાપ્તિ થવાને બદલે ઉલટા ગવ ઉત્પન્ન થયા અને તેથી તેણે પિતા આગળ પણુ અવિનય કર્યાં હતા. બાલાકિ પક્ષુ અનેક પ્રકારની ઉપાસનાએ જાણીને ગર્વિષ્ઠ બની ગયા હતા. તેણે શિનર અદિ અેક દેશદેશાંતરમાં દિગ્વિજય કરીને ધણા બ્રાહ્મણાનાં અપમાન કર્યાં હતાં અને છેવટે બ્રહ્મવેતાઓમાં શિરામણુ ક્ષમા અજાતશત્રુ નામના જીવન્મુક્ત રાજાને પણ કાશીમાં ઉપદેશ આપવાની ધૃષ્ટતા કરી હતી (જીએ છાંદા॰ બૃહુર તથા કૌશિતકી ૯૫૦). શાસ્ત્રામાં આવાં ઘણાં ઉદાહરણા છે. તે ઉપરથી સિદ્ધ થાય છે કે કેવળ શાસ્રવાસના એ દવા દભના કારણરૂપ હોવાથી અત્યંત મલિન હેાઈ તે આત્મસાક્ષાત્કાર કરાવી આપવા અસમર્થ હોવાથી નિંદ્ય ગણાય છે. અનુષ્ઠાનભ્યસન પણ ત્યાજ્ય છે અનુષ્ઠાનથ્યસન પણ અયેાગ્ય જ છે. શાસ્ત્રમાં જે નિાધનુ ઉદાહરણુ છે, તે અનુલ્હાન વ્યસનને માટે પૂરતું છે. સદ્ગુરુ ઋભુએ નિદ્વાને વારંવાર એવ આપવા છતાં પણ તેણે કમ વિષેની પેાતાના જડ શ્રદ્ધાને છેવટપ ન્ત છેાડી નહિ(જુએ વિષ્ણુપુરાણુ). દાશરનું ઉદાહરણ પણ આ સદરમાં જ આવી જાય છે. દારમાં તે। શ્રદ્ધાની જ અત્યંત જડતા હતી, તેથી તેને અનુષ્ઠાનને માટે આખી પૃથ્વીમાં કયાંય પણ પ્રદેશ જ ન મળ્યા એટલે સમસ્ત પૃથ્વીમાં અનુષ્ઠાન કરવા માટે તેને સ્થાન જ જડયું નહિ. (જુએ ચેાગવાસિષ્ઠ). અનુષ્ઠાનવ્યસન કર્મવાસનાનું ઘોતક છે. આ અનુષ્ઠાનવ્યસન એ કમવાસનાનું દ્યોતક છે અને કમવાસના પુનર્જન્મના કારણરૂપ હાવાથી અતિમલિક છે. શ્રુતિમાં પશુ કહ્યું છે કે જેમાં સેળ ઋત્વિજ, એક યજમાત, અને એક યજમાન પત્ની મળી કુલ અઢારની જરૂર હૈાય એવા પ્રકારનું હીત કમ કહેલું છે, એ યજ્ઞરૂપી તરાપેા તા, હાલકડેાલક છે એટલે જેમાં કાઈપણ પ્રકારના સાધના તથા બીજા કાર્મની સહાયતાની જરૂર પડે છે તેવાં કર્યાં થકી આત્મપ્રાપ્તિરૂપ ધ્યેય કદાપિ સાધ્ય થઈ શકતું નથી, કારણ આત્મા તા તદ્દન નિરપેક્ષ એટલે બીજા ક્રાઈની પણુ અપેક્ષા વગરના હેાઇ તે કાયિક, વાચિક અને માનસિક ઇત્યાદિ ત્રણેય પ્રકારનાં કૌથી તદ્દન રહિત હાઈ સ્વતઃસિં છે. છતાં જે મૂઢ પુરુષા કર્યાં વડે જ આત્મપ્રાપ્તિ થઈ શકે છે એમ સમજી તેને જ કલ્યાણુરૂપ ગણી અભિન છે તે ક્રૂરી કરીને જન્મમરણુ તથા જરાદિ અવસ્થાને જ પામ્યા કરે છે, વાસ્તવિક અવિદ્યાની ફ્રાંસમાં ક્રૂસાએલા ડાવા છતાં પણ પેાતાને વિદ્વાન ધીર અને પડિત માનનારા અધમાધમ એવા આ મૂઢ આંધળાથી ઢારવવામાં આવેલા આંધળાની જેમ ખાડામાં પડી અધઃપતનને પામી હંમેશ જન્મમરણમાં જ કુટાયા કરે છે. અનેક પ્રકારે અવિદ્યામાં વતી રહેલા તે નાદાને પેાતે પેાતાને પેાતાની મેળે જ અમે કૃતા' છીએ એમ માન્યા કરે છે, પરંતુ વસ્તુતઃ વિષયેાની આસક્તિને લીધે અત્યંત અંધ બનેલા હેાવાથી તેઓ જાણી શકતા નથી કે અમે। તે ઉલટા વધુને વધુ મેહમાં જ ફસાયા કરીએ છીએ, આમ વાસ્તવિક તે ક્રમના પાશમાં જ જકડાયા કરે છે અને કનુ ફળ પૂરું' થતાં વળી પાછા નીચે સરી પડે છે, કારણુ દેખીતું જ છે કે એ સૂઢો તા ઇષ્ટ અને પૂ કર્યાં એટલે યજ્ઞયાગાદિ કરવા તથા મૂત્રા તળાવ તેમ જ મદિરાદિ બાંધવાં અને તેને
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy