SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1033
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦૪ ] यदि किच जगत्सबै प्राण एजति निःसृतम् । [હિતાપદેશ શાકથી કિવા સંતાપથી રૂપ નાશ પામે છે, બળ નાશ પામે છે, જ્ઞાન નાશ પામે છે અને શરીરમાં અનેક પ્રકારની વ્યાધિઓ ઉત્પન્ન થાય છે. હંસા જેમ સૂકાયેલા સરાવરને છેાડી નાસી જાય છે તેમ લક્ષ્મી પણ ચ'ચળ ચિત્તવાળા અવિવેકીએ તથા ઇન્દ્રિયાના દાસ થયેલા પુરુષને છેાડી જાય છે. નીચેના સત્તર પુરુષોને અત્યંત મૂર્ખ કહેલા છેઃ (૧) જે અપલાભથી સાષ માની એસી રહે છે, (૨) જે પેાતાના કામને અર્થે વારંવાર શત્રુઓનાં પડખાં સેવે છે, (૩) જે સ્ત્રીઓનું જતન કરવામાં જ કલ્યાણુ છે એમ માને છે, એટલે નિત્ય સ્રોઓના સહવાસમાં રહેનારા બાયલે છે, (૪) જે યાચના કરવાને અયેાગ્ય એવાની યાચના કરે છે, (૫) જે આપવડાઈ હાંકે છે, (૬) જે ઉત્તમ કુળમાં જન્મ્યા છતાં અયેાગ્ય અને નિદિત કાર્યો કરે છે, (૭) જે નિળ હેાઈ અળિયા સાથે નિત્ય વેર રાખે છે, (૮) જે અશ્રદ્ધાળુને હિતવચન કહે છે, (૯) જેએ અનિચ્છનીય વસ્તુની ઇચ્છા કરે છે, (૧૦) જે સસરા પુત્રવધૂતી ડેટા મશ્કરી કરે છે, (૧૧) જે વહુના પિતા આદિ સંબધીજનેા પાસેથી સ’કટના સમયે રક્ષણ મેળવ્યા છતાં તેએની પાસે માનની આશા સેવે છે, (૧૨) જે પરસ્ત્રોમાં આસક્તિ રાખે છે અથવા પરાયા. ખેતરમાં ખીજતું વાવેતર કરે છે, (૧૩) જે સ્ત્રી સાથે હદ બહારના કજીયે। કંકાસ કરે છે, (૧૪) જે પેાતાને વસ્તુ મળ્યા છતાં મને યાદ નથી એમ કહે છે, (૧૫) જે વયન આપ્યા છતાં યાચકને આપતા નથી, (૧૬) જે ખાલી કાશ મારે છે, અને (૧૭) જે ખાટાને સાચે। ઠરાવવા મથે છે; આ પ્રકારે જેમનામાં હેય તેમને - આકાશને મુઠ્ઠી વડે પ્રહાર કરનારા એટલે મહામૂખ` કલા છે. જ્ઞાન વિના, તપ વિના, ઇન્દ્રિયાના નિગ્રહ વિના તેમ લાભના ત્યાગ વિના શાંતિ કદાપિ પણુ શકય નથી. જે મનુષ્ય જેના પ્રત્યે જેવું વન રાખે તેના પ્રત્યે તેવું વર્તન રાખવુ' તે ધમ' છે. કપટીની સાથે કપટથી વધુ' અને સદાચારી સાથે સદાચારીથી વવું. મીઠું· ખેલનારા મનુષ્યા સદાયે જ્યાં ત્યાં મળી આવે છે, પણુ કડવુ છતાં હિતકારી કહેનાર તે ફુલભ જ હાય છે. ગરહિત, સામર્થ્યવાન, શીધ્ર કામ કરનારા, દયાળુ, મીડા સ્વભાવને, બીજા કાઈથી કુરી નહિ જનારા, નિરોગી યુક્તિભરેલુ. તથા મહાન અવાળું ખેલનારે એ આ ાથી સંપન્ન હોય તેને દંત કહે છે. બુદ્ધિ, કુલીનતા, જ્ઞાન, ઇંદ્રિયનિગ્રહ, પરાક્રમ, અ૫ભાષણુ, યથાશક્તિ દાન ને કૃતજ્ઞતા, આ આઠ ગુણા પુરુષને દીપાવે છે. મેળવેલા ધનાદિની વૃદ્ધિ, પ્રભાવ, તેજ, ધમ તથા જ્ઞાનના ઐશ્વયરૂપ સત્ત્વ, ઉદ્યોગ અને નિશ્ચય; આટલુ જેને હાય તેને અવિકાના અભાવને ભય ક્યાંથી હેાય ? દુષ્ટ બુદ્ધિવાળા ખીજાના દોષો જોવાની જેવી ઇચ્છા રાખે તેવી- તેમેના ઉત્તમ ગુગ્રા જાશુવા ઇચ્છા રાખતા નથી. જે પુરુષ ક્રાધ અને હર્ષોંથી ઉપજેલા વેગને સારી પેઠે કાજે રાખે છે અને જે ગમે ત્યાં સકટમાં પણ કદી મૂંઝાતા નથી તેને લક્ષ્મી પ્રાપ્ત થાય છે. પુરુષાનું બળ નિત્ય પાંચ પ્રકારનું હોય છે. (૧) બાહુબળ, (૨) સારા સલાહકાર હોય એ અમાત્યબળ, (૩) સન્માર્ગે મેળવામાં આવતું ધનબળ, (૪) કુળમળ તથા (૫) બુદ્ધિબળ; આ પાંચ ઉત્તરાત્તર શ્રેષ્ઠ છે,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy