SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1032
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન ] તેનું ઉલ્લંધન કઈ પણ કરી શકતા નથી. તત તે આ જ છે. [ ૯૦૩ # સત્તત્ હિતેપદેશ જે મનુષ્ય અધર્મથી મળતા મોટા અર્થલાભ ત્યાગ કરે છે તે જુની કાંચળીનો ત્યાગ કરનાર સર્ષની જેમ દુઃખ થકી મુક્ત થઈ નિર્ભય બને છે. અસત્ય બોલીને વિજય મેળવવો, સ્વામી કે રાજા પાસે ચાડી ખાતી અને સદગુરુની આગળ મિથ્યા આગ્રહ કરવો, એ અવનતિને કરાવનારાં મહાન પાપ સમાન છે. ઈર્ષ્યા કરવી એ ખરેખર મરણ સમાન છે. વધારે પડતું બોલવું એ લમીને નાશ કરનારું છે અને સદગુરુની સેવા નહિ કરવી, કઈ પણ કાર્ય એકદમ ઉતાવળથી કરવું તેમ જ આત્મશ્લાઘા કરવી એ વિદ્યાના કદર શત્રુ છે. આળસ, મદ, મોહ, ચપળતા, વાડીઆ૫ણું, ઉદ્ધતાઈ, અભિમાન અને લેભ આ સાત વિદ્યાપ્રાપ્તિ ઈચ્છતા વિદ્યાર્થીઓને માટે દેવરૂપ છે. અમિ લાકડાથી તૃપ્ત થતો નથી, સમુદ્ર નદીઓથી તૃપ્ત નથી, તેમ મૃત્યુ સર્વ પ્રાણીઓના ત્રાસ થકી કદી તૃપ્ત થતું નથી. અતૃપ્ત એવો આ કાળ પ્રાણીમાત્રના ભક્ષણ માટે ટાંપી બેઠો છે, માટે મનુષ્ય તેના પંજમાં ઝડપાતાં પૂર્વે જ ઈષ્ટ ધ્યેયની પ્રાપ્તિ કરી લેવી જોઈએ. અરક્ષણથી પ્રજા પશુઓને નાશ થાય છે, આશા ધ્યેયને નાશ કરે છે, કાળ સમૃદ્ધિને નાશ કરે છે, ક્રોધ લક્ષમીને નાશ કરે છે, કુપણુતા યશને નાશ કરે છે અને પાયમાન થયેલ બ્રહ્મનિષ્ઠ પુરુષ સમસ્ત જગતનો નાશ કરે છે. શુભમાં અશુભ અને અશુભમાં શુભ જેનારા ભૂખે મનુષ્ય પોતાની અવશ ઇન્દ્રિયોને લઈ મહાન 3:ખને સુખ માની વારંવાર આપત્તિઓ જ ભોગવ્યા કરે છે. મનુષ્યોએ મન, બુદ્ધિ અને ઈન્દ્રિયોને નિયમમાં રાખી આત્મબુદ્ધિ વડે જ આત્માને ઓળખ. જ્યારે વિનાશ થવાને હેય છે ત્યારે અજ્ઞાનથી કલુષિત થયેલી બુદ્ધિમાં અન્યાય જ ન્યાય જેવો ભાસે છે અને તે હદયમાંથી ખસતો નથી. બોલવા કરતાં મૌન રાખવું શ્રેષ્ઠ છે, તે કરતાં સત્ય તથા જે થકી પ્રિય થાય એવું બોલવું એ વધુ શ્રેષ્ઠ છે અને તે કરતાં પણ ધર્માનુરૂપ બલવું એ વધુ શ્રેષ્ઠ છે. મનુષ્યોને બુદ્ધિ અને યુક્તિદ્વારા નિહિત કર્મોમાં ઉદ્યોગ કરવાથી ધન મળે છે ખરું, પણ તેથી એ પ્રશંસા પામતો નથી.. જે કળા પશુઓ તેમ જ ધનધાન્યથી સંપન્ન હોય છતાં જે સદાચારરહિત હોય તો તેની ગણના હલકાં કળામાં થાય છે; તેમ જ અ૬૫ ધનવાળાં હોય છતાં સદાચારસંપન્ન અને ન્યાય નીતિવાળાં હોય તેની ગણના ઊંચા કુળમાં થાય છે. સદાચારનું યત્નથી રક્ષણ કરવું જોઈએ. ધન તે આવે છે અને જાય છે કેમ કે લક્ષમી ચંચળ છે. ધનથી લાગુ થયેલે મનુષ્ય ક્ષીણ થયેલ ગણાતું નથી પરંતુ જે સદાચારથી પતન પામેલ છે તે નાશ પામે છે એમ જાણવુ. આંગણે આવેલા અતિથિને બેસવા માટે ઘાસની ચટાઈ, ઉતરવા જમીન, પીવા માટે પાણી અને સત્ય તથા મધર ભાષણ, આ વસ્તુઓ સજજનેના ઘરમાંથી ઉચ્છેદ પામતી નથી.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy