SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) પારિષ્ઠાપનિકા સમિતિ - નકામી વસ્તુના વિસર્જનનો વિવેકઅંડિલ-માત્રુ ગમે ત્યાં પરઠવવા નહિ. સ્પંડિલ - માત્રુ એની શુધ્ધ ભુમિમાં જ પરઠવવાં, પરઠવતી વખતે ભુમિ શુધ્ધ જોવી. વાંકા વળીને કોઈ જીવજંતુ હોય નહિ તે જોવું, પરઠવતાં પહેલાં પ્યાલો નીચે મુકી “અણજાણહ જસુગ્ગડો' બોલવું, પરઠવ્યા બાદ ત્રણવાર વોસિરે” કહેવું. (૬) મનગુપ્તિ - પાપની વૃત્તિથી મનને પાછું વાળવું તે. મનને ગમે ત્યાં ભટકવા દેવું નહિ. જે સમયે જે ક્રિયા કે કાર્ય કરતા હોઈએ તેમાં મનને સ્થિરતાથી એકાગ્ર બનાવવું. (૦) વચનગુપ્તિ - જરૂરત વિનાનું બોલવાનું બંધ કરવું તે. કામ હોય ત્યારે જ બોલવું. કામ વગર બોલવું નહિ. નક્કામી વાતો ચીતો કરવી નહિ. ટહેલ ટપ્પા મારવાં નહિ. પારકી નિંદા-કુથલી કરવી નહિ. લોકકથા, દેશ કથા, રાજકથા, સ્ત્રીકથા, કરવી નહિ. છાપા વાંચવા નહિ. ધાર્મિક પુસ્તકસિવાય અન્ય પુસ્તકો વાંચવા નહિ. (૮) કાયગતિ - બિન જરૂરતની શારિરિક પ્રવૃત્તિ બંધ કરવી તે. કામ વગર હલનચલનનહિ. બને ત્યાં સુધી શરીર સંકોચીને સ્થિર રાખવું. દુનિયામાં માતા જેમ પોતાના પુત્રનું લાલનપાલન કરે છે. તેમ આ અષ્ટપ્રવચનમાતા આપણા ધર્મરૂપીદેહનું જતન કરે છે. માટે જ માતા કહેવાય છે. પૌષધના અઢાર દોષ ઉપધાન એટલે ૪૭. (૩૫). (૨૭) દિવસના પૌષધ, ઉપધાનની આરાધના કરનારાઓએ પૌષધના અઢાર દોષ ટાળવાના હોય છે. તે નીચે મુજબ છે. (૧) પૌષધમાં વ્રત વિનાના બીજા શ્રાવકોનું પાણી પીવું. (૨) પૌષધમાં સરસ આહાર લેવો. (૩) ઉત્તરપારણામાં વિવિધ પ્રકારની સામગ્રી મેળવવી (૪) પૌષધમાં કે પૌષધ નિમિત્તે આગળના દિવસે
SR No.032356
Book TitleUpdhan Tap Alochana Book
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherPalaiben Gelabhai Gala
Publication Year
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy