SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ (ખા...સ... સૂ...ચ...ના... ઓ... (૧) ઉપધાન તપના આરાધક આત્માને એક લાખ નવકાર મંત્રનો જાપ, બારસો બૃહદ્ ગુરુવન્દન, આઠ હજાર લોગસ્સ, નવ હજાર ખમાસમણા. દોઢ હજાર શકસ્તવસ્તુતિ, ૬૦૦ નાના મોટા દેવવન્દન, ૪૭ દિવસની અખંડ વિરતી વિગેરેની આરાધના કરવાનો અપૂર્વ અવસર પ્રાપ્ત થાય છે. આ આરાધના દ્વારા જીવન ધન્ય ધન્ય બને છે. દરેક ક્રિયા મનની ચંચળતા અને કાયાની ચપળતા છોડી ઉપયોગ પૂર્વક કરવી, નહિતર આલોચણા આવે છે અને ક્રિયાનું ફળ બરાબર મળતું નથી. (૩) નવકાર વાળી જમણા હાથમાં નાભિની ઉચેં રહે તે રીતે રાખીને ગણવી. નવકારવાળી ગણતાં જરાપણ બોલવું નહીં. તેમજ હોઠ હલાવવા નહીં. જો બોલે તો તે નવકારવાળી ગણતરીમાં આવતી નથી. શાતા પૂછવા-મળવા આવનાર સગાં-સંબંધી સાથે જરૂર પૂરતી અને ઉચિત ધાર્મિક વાત કરવી. પણ સંસારી વાતોચીતો તે એકબીજાની નિંદા-કંથલી ન કરવી. ઉપધાનવાળાઓ સાથે પણ નકામી વાતચીતો ન કરતાં ખૂબ જ શાંતિ જાળવવી. ક્ષમા ધારણ કરી, ધાર્મિક વિચારો, ધાર્મિક વાણી અને ધાર્મિક વર્તન દ્વારા જ સમય પસાર કરવો. જેથી આરાધનાનો ઉદ્દેશ સફળ થાય અને જીવનમાં ઉત્તમ સંસ્કારોનું નવું ભાતુ બંધાય. એકબીજા સાથે જરાપણ કલેશ કંકાશન કરવો. કોઈ આત્મા અજ્ઞાનવશ કલેશનું કંઈક કારણ ઉભું કરે તો પણ બીજાઓએ સહનશીલતા રાખી ક્ષમા ધર્મ સાચવવો. નીવિ-આયંબિલની ભક્તિ કરનાર ભાગ્યશાળીઓ અનેક વસ્તુઓ બનાવે. પણ ઉપધાન કરનારે જેમ બને તેમ ઓછા દ્રવ્યો વાપરવાની ભાવના રાખવી. બની શકે તો હંમેશા દ્રવ્યસંખ્યા ધારવી. ભોજન કરતી વખતે મૌન રાખવું. બોલવું પડે તો એંઠા મોઢે ન બોલવું. પણ પાણી પીને બોલવું. પડિલેહણમાં પણ વાતો કરવી નહીં. ભોજનમાં એંઠા મોઢે બોલે અને પડિલેહણમાં વાતો કરે તો આલોચના આવે છે. માટે ખૂબ ઉપયોગ રાખવો. A B = H =
SR No.032356
Book TitleUpdhan Tap Alochana Book
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherPalaiben Gelabhai Gala
Publication Year
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy