SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ “સિદ્ધ પરમાત્મા ! આપ મને સ્વસ્થતાબોધિ(સમ્યકજ્ઞાન)નો લાભ અને ઉત્તમ સમાધિ (સમભાવમાં મસ્ત રહેવાની શક્તિ) આપો. હે સિદ્ધેશ્વરો ! તમે મને સિદ્ધિ પ્રદાન કરો અથવા સિદ્ધિ (મુક્તિ) પ્રાપ્ત કરવાની પ્રેરણા આપો. આ રીતે પોતાની ઉત્કૃષ્ટ શ્રદ્ધાને કારણે ઈશ્વરભક્તને પરમાત્મા પાસેથી આત્મશક્તિ, સમ્યકજ્ઞાન, સમતા અને સ્વસ્થચિત્તતાની પ્રેરણા મળતી રહે છે. પરમાત્મબળ પામીને તે કામક્રોધાદિ શત્રુઓ સાથે પરાક્રમ દાખવીને લડી શકે છે. ઈશ્વરીય સહાય અને અસીમ શ્રદ્ધાને બળે એનો નિશ્ચિતપણે વિજય થાય છે. ભારતીય ધર્મગ્રંથોમાં અનેક મહાન નારીઓનાં દૃષ્ટાંતો છે કે જેમણે સંકટના સમયે ન તો પ્રભુભક્તિ છોડી અને ન તો પરમાત્માને દોષ આપ્યો, પરંતુ ઈશ્વર પ્રતિ દઢ શ્રદ્ધા રાખીને, સંકટોને પોતાનાં દુષ્કર્મોનાં ફળ સમજીને તેમનો સામનો કરતી રહી. અંતે તો સંકટોમાંથી નિર્વિન પાર ઊતરીને તેઓ પ્રભુભક્તિમાં અધિક લીન થઈ ગઈ. ભક્ત પ્રહલાદને હિરણ્યકશિપુએ ઈશ્વરભક્તિ છોડવા માટે કેટલો વિવશ કર્યો ! કેટલાં કષ્ટ આપ્યાં ! પરંતુ તેણે ગભરાઈને ઈશ્વરભક્તિ છોડી નહીં કે ઈશ્વરને દોષ દઈને એના પ્રત્યેની શ્રદ્ધા ખોઈ નહીં. કલની ફિકર નહીં પરમાત્મા પર વિશ્વાસ રાખનારને બીજો લાભ એ છે કે વ્યક્તિ પોતાની પાસે વસ્તુઓની અછત હોવા છતાં તેના અભાવનો અનુભવ કરતી નથી. અભાવને પરિણામે થતા અભાવોથી દુઃખી નથી થતો. તે તો માત્ર સમતારૂપી સાગરમાં ડૂબકીઓ મારતો ઈશ્વરભક્તિમાં લીન-પ્રસન્ન રહે છે. ઈશ્વરની કૃપા પર એટલો દૃઢ વિશ્વાસ હોય છે કે બીજા દિવસ માટે પણ સંગ્રહ કરવાની તેને ચિંતા હોતી નથી. ઈરાનના કેરમાન પ્રદેશમાં શાહશુજા નામનો એક પવિત્ર રાજવંશી વિદ્વાન અને જ્ઞાની પુરુષ રહેતો હતો. તેને ઈશ્વર પર અટલ વિશ્વાસ હતો. ત્યાંના સંત ફકીરો પણ તેને પૂજનીય પુરુષ માનતા હતા. શાહશુજાને સંતાનમાં માત્ર એક પુત્રી હતી. પિતાની માફક એ ઘણી વિવેકી, શિક્ષિત, સંસ્કારી અને ઈશ્વરમાં આસ્થાવાન હતી. ઈશ્વરશ્રદ્ધાના અજવાળે. છે કે ૧૯
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy