SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. માત્ર મનના લાડુ ખાય છે. એકલું જ્ઞાન ક્રિયા ચારિત્ર્ય) વિના ભારરૂપ છે. આથી કહેવાયું છે, - - - दुर्भगाभरणप्रायो ज्ञानं भारः क्रियां विना ।। “ક્રિયા (આચરણ) વગરનું કેવળ એકલું જ્ઞાન એવું ભારૂપ છે, જેમ વિધવાને આભૂષણ કે શૃંગાર ભારરૂપ લાગે છે.” કોઈ વ્યક્તિ પોતાના માર્ગનું જ્ઞાન મેળવી લે, પણ આ માર્ગમાં ગતિ (ક્રિયા) કર્યા વિના ઇચ્છિત શહેર સુધી પહોંચી જવાનો શેખચલ્લીનો માત્ર વિચાર કરવાથી તમને શું મળે? કશું નહીં. એ જ રીતે ચારિત્ર્ય વગર કેવળ જ્ઞાન મુક્તિપુરીમાં પહોંચાડી શકતું નથી. આથી કહ્યું પણ છે. – क्रियाविरहितं हन्त ज्ञानमात्रमनर्थकम् । गति विना पथज्ञोऽपि नाप्नोति पुरमीप्सितम् ॥ દિલગીરી છે કે, ક્રિયા (આચરણ) રહિત કોરું જ્ઞાન નિરર્થક સાબિત થાય છે. કોઈ પણ માર્ગનો જાણકાર વ્યક્તિ ગતિ કર્યા (ચાલ્યા) વગર કેવળ મનોરથ કરવાથી પોતાના અભીષ્ટ નગરમાં પહોંચી શક્તો નથી.” જો તમારા ભોજનમાં વિટામિન (પોષકતત્ત્વ) ન હોય તો એ ભોજન તમારા શરીરને પુષ્ટ કરશે નહીં. એ જ રીતે તમારા જ્ઞાનરૂપી ભોજનમાં ચારિત્ર્યરૂપી વિટામિન નહીં હોય તો, તે જ્ઞાન. શરીરને પુષ્ટ કરી શકશે નહીં અને તે જ્ઞાનને પચાવી શકશે પણ નહીં, બધે તે જ્ઞાનનું અજીર્ણ થશે અને જ્ઞાનનો અહંકાર જાગતાં અમને આટલાં શાસ્ત્રોનું જ્ઞાન છે, અમને આત્મા અને પદ્રવ્યો અને નવતત્ત્વોનું ગૂઢ જ્ઞાન છે. ભગવતીસૂત્ર અને પ્રજ્ઞાપનાસૂત્રનાં ગૂઢ રહસ્યોનું જ્ઞાન હોય, છ દર્શનોમાં અદ્ભુત ૧. પદ્રવ્ય – છ દ્રવ્ય : ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને જીવ એ છ દ્રવ્યો છે. આ છ દ્રવ્યો અનાદિ (આદિ વિનાના) અને અનંત (ખેડા વિનાના) છે. આ લોકનો સઘળો વ્યવહાર આ છ દ્રવ્યો વડે સ્વયંભૂપણે ચાલે છે. ૨. નવતત્ત્વ - આ પ્રમાણે છે (૧) જીવતત્ત્વ (૨) અજીવતત્ત્વ (૩) પુણ્યતત્ત્વ (૪) પાપતત્ત્વ (૫) આસ્રવતત્ત્વ (૯) સંવરતત્ત્વ (૭) નિર્જરાતત્ત્વ (2) બંધતત્ત્વ અને (૯) મોક્ષતત્ત્વ. ૩. છ દર્શન – (૧) સાંખ્ય (૨) બૌદ્ધ (૩) ન્યાય-વૈશેષિક (૪) મીમાંસક (૫) જૈન દર્શન (૬) ચાર્વાક દર્શન ૧૯૨ : રત્નત્રયીનાં અજવાળાં
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy