SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ આવે નહીં અથવા તેમાં પરાક્રમ કે પુરુષાર્થ કરાય નહીં, ત્યાં સુધી તે પડી પડી કુંઠિત થઈ જાય છે. તેના પ્રભાવનો કોઈને ખ્યાલ આવતો નથી. શુદ્ધ અને વ્યાપક ધર્મનાં અંગોને માત્ર જાણી લેવાથી અથવા તેમના પર વિશ્વાસ મૂકવાથી કાર્ય સિદ્ધ નહીં થાય. સમાજ અને જગતની દૃષ્ટિએ કોઈ વ્યક્તિ ધાર્મિક અને વિશ્વસનીય ત્યારે બને છે, જ્યારે તે ધર્મનાં તત્ત્વોનું સમ્યફ પ્રકારે આચરણ કરતી હોય. આ દષ્ટિએ એમ કહી શકાય કે સચ્ચારિત્ર્ય ધર્મને વ્યક્ત રૂપમાં સમાજની સામે પ્રસ્તુત કરવા માટે, ધર્માચરણ પ્રત્યે લોકશ્રદ્ધા દઢમૂલ કરવા કાજે અને ધર્મને વ્યવહારમાં આણીને તેના પાલનમાં આવનારી મુશ્કેલીઓ, સમસ્યાઓનું નિરાકરણ કરીને દેઢતાપૂર્વક તેનું પાલન કરવા માટે અનિવાર્ય છે. સમ્યક્યારિત્ર્યને અપનાવ્યા વગર ધર્મ પાંગળો બની રહે છે. લોકજીવનમાં અને સ્વજીવનમાં ધર્મ પ્રગટતો નથી, એટલે એક જૈનાચાર્યએ કહ્યું છે – “વારિત્ત હતુ ઘો’ | ચારિત્ર જ વાસ્તવમાં ધર્મ છે.” આમ તો શાસ્ત્રમાં શ્રતધર્મ અને ચારિત્ર્યધર્મ એમ બે ભેદ કરીને ચારિત્રધર્મ ઉપરાંત શાસ્ત્રો દ્વારા ધર્મનું જ્ઞાન અને તેની પરની શ્રદ્ધાને ધર્મ કહ્યો છે, પરંતુ તે ધર્મનું અવ્યક્ત રૂપ છે. ધર્મને જાણવા અને માણવાથી જ માત્ર ધર્મ જીવનમાં વણાઈ જતો નથીહા, એટલું જરૂર બનશે કે ધર્મના જ્ઞાન અને દર્શનને લીધે વ્યક્તિ વિપરીત વાતો અને અધર્મોમાં એકાએક અટવાઈ જતો નથી અને આત્મજાગૃતિ કેળવીને ચાલે છે. પરંતુ આખરે ધર્મને જીવનમાં ઉતારવા માટે ક્રિયા ર્યા વિના તે ધર્મપાલનનું સુફળ પ્રાપ્ત કરી શક્તો નથી. અગ્નિને ઓળખવાથી અથવા તો આ રોટલી શેકે છે, બાળે છે, ઠંડી દૂર કરે છે, એવો વિશ્વાસ રાખવાથી કંઈ તે પોતાનું કાર્ય કરી દેતો નથી અર્થાત તે અગ્નિ રોટલી શેકી આપતો નથી, ઠંડી દૂર કરતો નથી, કે બાળતો નથી. અગ્નિનો સક્રિય ઉપયોગ કરવાથી ઉપયોગકર્તા આ પ્રકારનું ફળ અગ્નિ પાસેથી પ્રાપ્ત કરી શકે છે. આ પ્રમાણે ધર્મનું કે ૧૦ રત્નત્રયનાં અજવાળાં
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy