SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ઓતપ્રોત હશે, ત્યાં અનંતાનુબંધી કષાયચતુષ્ક અને મોહત્રયનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થઈ જ જશે અને એ વ્યક્તિને અવશ્ય સમ્યગ્રદર્શનની જ્યોતિ પ્રાપ્ત થશે. દષ્ટિમાં સમતા કે સમતા હૃદયવિશુદ્ધની અપેક્ષા રાખે છે એને કોઈ જાતિ, કુળ, ધર્મ,સંપદાય કે વેશની સાથે લેવા-દેવા નથી. આથી આચાર્ય સમન્તભદ્ર “રત્નકરંડક શ્રાવકાચાર'માં સ્પષ્ટપણે કહે છે – सम्पगदर्शनसम्पनमपि मातङ्गदेहजम् ।। देवा देवं विदुर्भस्मगूढाङ्गरान्तरोजसम् ॥ “ચાંડાલના શરીરમાંથી પેદા થયેલી વ્યક્તિ પણ જો સમ્યગદર્શનસંપન્ન હોય, તો દેવતા એને રાખમાં છુપાએલા ક્તિ અંદરથી તેજસ્વી અંગારાની જેમ દિવ્યદૃષ્ટિદેવ કહે છે.” તમે પણ આવા સમ્યગુદર્શનરૂપી રત્નને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. સ્થળઃ ગૌડીજીનો ઉપાશ્રય, પાયધુની, મુંબઈ સમય : વિ.સં. ૨૦૦૬, ભાદ્રપદ વદ ૭ ૧. ઉપશમ કે શયોપશમ – કર્મને ઉદયમાં આવતું સર્વથા અટકાવવું તે ઉપશમ અને ઉદયમાં આવેલાં કર્મોનો ક્ષય કરવો અને ઉદયમાં નહીં આવેલાં કર્મોનો ઉપશમ કરવો તેનું નામ સયોપશમ છે. ૨. સમ્યકત્વ – કુદેવ, કુગુરુ અને કુધર્મનો ત્યાગ કરીને સુદેવ, સુગુરુ અને સુધર્મ પર અનન્ય શ્રદ્ધા રાખવી તેને સમ્યકત્વ કહેવાય અથવા તો ‘તમેવ સર્વ નિસંદ નં નિહિં – તે જ સત્ય અને નિઃશંક છે કે જે જિનેશ્વરોએ પ્રરૂપેલું છે. આવી દઢ માન્યતાને સમ્યક્ત કહેવાય. ૧૬૮ રત્નત્રયીનાં અજવાળાં છે .
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy