SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ “પર સ્ત્રીને માતા સમાન જુએ છે. પારકા ધનને માટી સમાન માને છે અને સમસ્ત પ્રાણીઓને આત્મવત્ જુએ છે. તે જ વાસ્તવિક દ્રષ્ટા છે.” વારસા કે વેશથી નહીં સમ્યગુદર્શન, સમ્યકત્વ કે સમ્યગુદષ્ટિ ક્યાંય સંપત્તિથી ખરીદાતી નથી અને તેવી રીતે પુત્રને પિતા પાસેથી વારસામાં કમાયા વિના ધનસંપત્તિ મળે તેમ સમ્યગદર્શન મળતું નથી. જેવી રીતે ડોક્ટરનો પુત્ર ડોક્ટરી ભાયા વગર ડોક્ટર થઈ શકતો નથી, તેવી રીતે સમ્યગદર્શીનો પુત્ર પણ સાધના કર્યા વગર સમ્યગુદર્શન પ્રાપ્ત કરી શક્તો નથી કે સમ્યગૃષ્ટિયુક્ત કે સમ્યગુદર્શની કહેવાતો નથી. આમ, સમ્યકત્વ કે સમ્યગુદર્શન કોઈ આપવા-લેવાની બાબત નથી. તે તો આંતર જાગરણથી જ પ્રાપ્ત થાય છે. એ વાત પણ એટલી જ સાચી છે કે સમ્યગુદર્શન કંઈ ગ્રંથ કે શાસ્ત્રના વાચનથી કે તેને માનવાથી પ્રાપ્ત થતું નથી. તે તો દૃષ્ટિની નિર્મળતા પવિત્રતા, સરળતા, ગુણગ્રાહક્તા અને સમ્યકતા પર નિર્ભર છે. એટલે જ આચાર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ કહે છે – एयाई चेव समयदिट्ठिस्स सम्मसुयं, मिच्छादिठिस्स मिच्छासुयं । આ જ (અન્ય મતો દ્વારા માન્ય) શાસ્ત્ર સમ્યગુદૃષ્ટિ માટે સમ્યકશ્રુત (શાસ્ત્ર) છે અને મિથ્યાષ્ટિ માટે મિથ્યાશ્રુત છે.” આ રીતે સમ્યગુદર્શન કોઈ જાતિ, કોમ કે ધર્મસંપ્રદાયના ઇજારાની કે બાપિકી મિલકત નથી. જેનું હૃદય સરળ, પવિત્ર અને સમભાવથી ૧. અનંતાનુબંધી કષાયચતુષ્ક – જેનો ઉદય થવાથી સમ્યગુદર્શન ઉત્પન્ન થતું નથી અને જો ઉત્પન્ન થઈ ગયું હોય તો નષ્ટ થઈ જાય છે અથવા અનંત ભવોની પરંપરાને ચાલુ રાખનાર કષાયોને અનન્તાનુબંધી કષાય કહે છે. ૧. જેના લીધે જીવને અનંતકાળ સુધી સંસારમાં ભટકવું પડે તે અનંતાનુબંધી. ૨. જે કર્મોના ઉદયથી આવિર્ભાવ પામતા કષાયો વિરતિનો પ્રતિબંધ કરવા પૂરતા જ તીવ્ર હોય તે અપ્રત્યાખ્યાનાવરણ. ૩. જેમનો વિપાક દેશવિરતિને ન રોક્તાં ફક્ત સર્વવિરતિને રોકે તે પ્રત્યાખ્યાનાવરણીય. ૪. જેમના વિપાકની તીવ્રતા સર્વવિરતિનો પ્રતિબંધ કરવા જેટલી નહીં પરંતુ તેમાં અલન અને માલિન્ક કરવા જેટલી હોય તે સંજ્વલન. સમ્યગ્રદર્શનનો પ્રભાવ ૧૬o
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy