SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાદની જેમ તે અનિર્વચનીય આનંદનો માત્ર અનુભવ કરી શકાય છે. તે આનંદની અનુભૂતિ કરાવનાર અને દિવ્યનેત્ર દાતા સમ્યગુદર્શનને આત્માનો પરમ મિત્ર કહી શકાય. આત્માનો પરમ બંધુ સમ્યગદર્શન આત્માનો પરમ બંધુ પણ છે. બંધુનો અર્થ છે સહાયક. આત્મામાં સૌ પ્રથમ કલ્યાણમાર્ગ પર આગળ વધવાની રુચિ જાગે છે, ત્યારે તે કલ્યાણમાર્ગે ચાલવા થોડોક તૈયાર થાય છે. એ ક્ષણોમાં તેને સર્વપ્રથમ સહાય કરનાર સમ્યગુદર્શન છે. સમ્યગુદર્શનથી પ્રાપ્ત થતી સહાયતા સ્થાયી હોય છે. એક વાર સમ્યગદર્શનની સહાયતા મળે, તો આત્માનું અસીમ ભવભ્રમણ સીમિત બની જાય છે. અર્ધપુદ્ગલ પરાવર્તનકાળમાં જ તે આત્માને મોક્ષની પ્રાપ્તિ જરૂર થશે. અન્ય સહાયકોની સહાયથી સાંપડતી સફળતા અસ્થાયી હોય છે અને ક્યારેક તેમાં અસફળતા પણ મળે છે, પરંતુ સમ્યગદર્શનની સહાયથી પ્રાપ્ત થતી સફળતાની ભીતરમાં નિષ્ફળતા છુપાયેલી નથી હોતી. તે સફળતા ચિરસ્થાયી હોય છે. પરમ લાભ ની વાત જગતમાં જીવ, મોહ અને અજ્ઞાનને વશ થઈને અનેક પ્રકારના ઈષ્ટ-અનિષ્ટ પદાર્થોની કામના રાખે છે અને તેની પ્રાપ્તિને પરમ લાભ માને છે. હકીકતમાં આ પદાર્થ આત્માને કલ્યાણપથ પર લઈ જવામાં સહાયક બનતો નથી, બલ્ક ઘણી વાર આત્મા તેમના દ્વારા દુર્ગતિનો મહેમાન બની જાય છે. એનાથી આત્મા ખુદ દુઃખી અને વિપત્તિથી ઘેરાઈ જાય છે. જેને લાભદાયી સમજીને અપનાવે છે તે જ તેના પરમ શત્રુ બને છે, તેથી વાસ્તવમાં વસ્તુતઃ એ લાભદાયક નહીં, બલ્લે ગેરલાભ કરનારા છે. સમ્યગુદર્શનનો લાભ આત્મા માટે ક્યારેય અહિતકર હોતો નથી. તેના લાભથી આત્મા તીવ્રતમ ક્રોધ, અપાર માયા, ઉત્કટ અભિમાન, અતિ લોભ કે આસક્તિનો અંત આણીને ઉચ્ચ ભૂમિકા પર ક્રમશઃ ડગ ૧. અધપુદ્ગલપરાવર્તનકાળ : જે જીવને એક વાર પણ સમ્યકત્વની સ્પર્શના થાય છે તેનો સંસાર અર્ધા પુદ્ગલ પરાવર્તન કાળથી વધારે નથી.---- સમ્યગ્રદર્શનનો પ્રભાવ ૧પપ
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy