SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગુદર્શન (સમ્યત્વ)ના અભાવમાં જે કોઈ ક્રિયાઓ કરવામાં આવે છે તે બધી શરીર પર થનારા ગૂમડાની જેમ દુઃખદાયી અને આત્મહિતા માટે વ્યર્થ હોય છે. એ ધ્યાન દુઃખનું નિધાન બને છે. તે તપ માત્ર સંતાપજનક ફળ આપનારું હોય છે. મિથ્યાષ્ટિથી થતો તે સ્વાધ્યાય પણ નિષ્ફળ જાય છે. તેના અભિગ્રહ કદાગ્રહમાં પલટાઈ જાય છે. તેનું દાન અને શીલ નિંદનીય બને છે અને તીર્થાટન પણ વ્યર્થ હોય છે. આત્માનો પરમ મિત્ર સમ્યગદર્શન કરતાં આત્માનો કોઈ વધુ ગાઢ મિત્ર નથી. મિત્રનું કર્તવ્ય છે કે પોતાના સાથીને અહિતમાર્ગેથી પાછો વાળીને સન્માર્ગ પર લાવવો. સમ્યગદર્શન આત્માને મિથ્યાતત્ત્વના ઊબડખાબડ, ઉજ્જડ અને અંધકારભર્યા માર્ગમાંથી દૂર કરીને સન્માર્ગ પર લાવે છે અને આત્માને ઈદ્રિયો અને બુદ્ધિના કુચક્રમાં ફસાઈને ખત્તા ખાતાં બચાવે છે, કારણ કે સમ્યગદર્શન પ્રાપ્ત થવાથી આત્માની દૃષ્ટિ શુદ્ધ થાય છે. તેનામાં હિતઅહિત, કર્તવ્ય-અકર્તવ્ય, ત્યાજ્ય-અત્યાજ્યનો વિવેક જાગે છે. જીવ મિથ્યાત્વદશામાં હોય, ત્યાં સુધી તે હિત-અહિતનો સમ્યફ બોધ મેળવી શકતો નથી, એથી વિપરીત એ અહિતને હિત અને હિતને અહિત માને છે અને તે અનુસાર પ્રવૃત્તિ કરે છે. તે દૃષ્ટિવિભ્રમમાં પડી જાય છે, પરંતુ જેવો સમ્યગદર્શનરૂપી સૂર્ય ઉદય પામે છે કે બુદ્ધિ પર પથરાયેલો અજ્ઞાન-અંધકાર કે મોહનું માયાવી ધુમ્મસ દૂર થઈ જાય છે અને તે હિત-અહિત, ત્યાજ્ય-અત્યાજ્યને યોગ્ય રીતે સમજવા લાગે છે. આમ અહિતમાર્ગથી ઉગારનાર અને હિતમાર્ગમાં પ્રવૃત્ત કરનારું સમ્યગુદર્શન આત્માનું ચરમ-પરમ મિત્ર છે. ધારો કે એક વ્યક્તિ જન્માન્ય છે અને તે જગતની કોઈ પણ વસ્તુને આંખોથી જોઈ શકતી નથી, પરંતુ કદાચ પુણ્યની પ્રબળતાને કારણે તેને એકાએક નેત્ર પ્રાપ્ત થઈ જાય અને તેને બધું દશ્યમાન થાય તો કેટલો બધો આનંદ પામશે ? એ રીતે મિથ્યાત્વરૂપી અંધકારથી જેના હૃદયની આંખો બંધ છે તેને જગતના પદાર્થ વાસ્તવિકરૂપે દેખાતા નથી. જો એને સમ્યગુદર્શનરૂપી નેત્ર એકાએક પ્રાપ્ત થાય અને પરિણામે તેને ત્યાજ્ય ત્યાજ્ય દેખાય અને અત્યાજ્ય અત્યાજ્ય દેખાય, તો એ કેટલો બધો આનંદિત થશે ? આવી દિવ્ય પરમ જ્યોતિ હૃદયનેત્ર પ્રાપ્ત થવાથી આત્માને થતો અપૂર્વ આનંદ શબ્દોથી અવર્ણનીય છે. મૂંગાને થતા ગોળના - :-:- :: --* જ છે. כעס જે # #
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy