SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ પક | ગુજરાતી પત્રકારત્વનું સરવૈયું ઉમેરાય તો એ લેખન વધારે પ્રતીતિકર બની રહે છે. વધારે પડતાં પાંડિત્યપ્રચુર શબ્દપ્રયોગો અને ક્લિષ્ટ વાક્યરચના વાંચનારને કંટાળો આપનારાં બની રહે છે. ટૂંકમાં તમારે કોઈ મંતવ્ય વ્યક્ત કરવું હોય એ સ્પષ્ટ અને સચોટ ભાષામાં, સામાન્ય જનના ચિત્તમાં ઊતરી જાય એવી રીતે કહેવામાં આવે તો એ અસરકારક થઈ પડે છે. વાંચનારાઓ પર અસર પડે એવું લેખન કરવા ઇચ્છનાર સામાન્ય જ્ઞાનથી પરિપુષ્ટ હોવો જોઈએ. ધર્મ, વિજ્ઞાન, ઇતિહાસ, સમાજશાસ્ત્ર વગેરે વિષયો એવા છે કે એના પર ટીકા-ટિપ્પણ કરવા ઇચ્છનારે એના પાયાના સિદ્ધાંતોથી વાકેફગાર રહેવું જોઈએ. એટલે લખનાર બહુશ્રુત હોય તો એ સર્વ સામાન્ય જનના મનમાં ઠસી જાય એવું લેખન કરી શકે છે. દરેક પત્રને એનાં પોતાનાં નીતિ-નિયમો હોય છે. તટસ્થ રહીને પણ, પક્ષાપક્ષીથી પર રહીને પણ, આપણને જે વ્યાજબી લાગે એ કહેવાની વૃત્તિ આપણામાં હોવી જોઈએ. એમ છતાં અત્યારના સમયમાં આપણે જે કાંઈ કહીએ એ જ સાચું એવી જડતા રાખવી પણ પરવડે નહીં. એટલે આપણાથી વિરુદ્ધ મત અંગે સહિષ્ણુતા પણ હોવી જોઈએ. તંત્રીલેખો આજે તો પત્રની નીતિને સ્પષ્ટ વાચા આપતા હોવા વિશે પણ ક્યારેક શંકા જાગી જાય છે. એમાં લખનારના મનોભાવનો પડઘો જ વિશેષ પ્રમાણમાં સંભળાતો જણાય છે. આમ છતાં તંત્રીલેખો લખનાર પોતાની જવાબદારી સમજે, સમજતો રહે તો એ વાંચનારને માટે રાહબર બની શકે છે. આપણા પત્રકારત્વમાં આજે આવા રાહબર બનવાની યોગ્યતા ધરાવતા તંત્રીલેખ લખનારા કેટલા ? એવો પ્રશ્ન સ્વાભાવિક રીતે જ થાય. અગ્રલેખલેખક અન્ય હોય તોપણ પ્રકટ થયેલા અગ્રલેખ માટેની સંપૂર્ણ જવાબદારી તો તંત્રીની જ લેખાય છે અને અગ્રલેખલેખકના લખાણ માટે, કડક લખાણ માટે, ક્યારેક તંત્રીઓ દંડાઈ પણ જાય છે. અગાઉના સમયમાં, આપણા પત્રોમાં અગ્રલેખો, અને સવિશેષ જવાબદારીભર્યા લખાણો મોટે ભાગે તો તંત્રીશ્રી પોતે જ લખવાની જવાબદારી અદા કરતા. “ગુજરાતી'માં સ્વ. મુ. શ્રી ઇચ્છારામ સૂર્યરામ દેસાઈના અગ્રલેખો, પછીથી સ્વ. શ્રી મણિલાલ ઇચ્છારામ દોસાઈના અગ્રલેખો અને એ પછી સ્વ. મુ.અંબાલાલ જાનીના અગ્રલેખો આ રીતે નોંધપાત્ર રહેતા. અને એમના અગ્રલેખોમાં વ્યક્ત થયેલા વિચારોની તમામ સ્થાને ગંભીર નોંધ લેવાતી. લોકમાન્ય ટિળકનું ‘કેસરી' પત્ર બહોળો ફેલાવો પામ્યું એ લોકમાન્યનાં વિચારો-મંતવ્યો એમના અગ્રલેખો દ્વારા વાંચવા-જાણવા મળતાં એટલા માટે. લોકમાન્યને જે અગ્રલેખ માટે આકરી સજા થઈ હતી એ અગ્રલેખ લોકમાન્યનો લખેલો ન હતો. એ કાળે લોકમાન્ય પ્રવાસમાં હતા અને એમની ગેરહાજરીમાં કાકાસાહેબ ખાડિલકર અગ્રલેખો લખતા. એઓએ લખેલા
SR No.032344
Book TitleSahitya Ane Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarati Sahitya Parishad
Publication Year1999
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy