SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ તંત્રીલેખો n ૫૫ થયેલા પ્રૂફ મારી પાસે આવ્યાં. લેખ અસાધારણ વાંધાભર્યો હતો. કુંભમેળાને અંગે એ લખાયો હતો ને એમાં હરદ્વારમાં ભારે જાનહાનિ થયાના હેવાલ પર ટીકા-ટિપ્પણી કરતાં વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ પર ભારે આક્ષેપાત્મક ટીકાઓ કરવામાં આવી હતી. આ લેખ છપાય તો ‘વંદેમાતરમ્’ પર વહેર્લી આફત આવી પડે એ સ્પષ્ટ હતું. એકબે સહકાર્યકર ભાઈઓને વિશ્વાસમાં લઈને એ લેખ રદ કરી મેં તત્કાળ નવો લેખ લખી નાખ્યો. જેમ જેમ લેખ લખાતો ગયો એમ એમ એક એક પાનું પછી નીચે કંપોઝમાં પહોંચતું ગયું ને એક બાજુથી લેખ પૂરો થતાં અર્ધા ઉપર ભાગના અગ્રલેખનાં પ્રૂફ પણ મારી પાસે આવી રહ્યાં. આવા બીજા પણ એક્ને પ્રસંગો ઊભા થયા હતા, જ્યારે તત્કાળ અગ્રલેખ લખવો પડ્યો હતો. આ રીતે ‘વંદેમાતરમ્’ની અનુભવ-પાઠશાળામાં પ્રત્યક્ષ પાઠ મળ્યા અને તેણે અગ્રલેખ લખવાની જવાબદારી અદા કરવામાં ભારે હિંમત પ્રેરી. ‘વંદેમાતરમ્’ની લીલા સંકેલાઈ ગઈ. ‘જામેજમશેદ' સંસ્થામાંથી સાંજનું દૈનિક ‘પ્રજામત’ નીકળ્યું. ને મારા હૃદયરોગનો અને એને પગલે ડાયાબિટીસનો હુમલો થયો; ગંભી૨ (૧૯૫૪). એમાં ‘પ્રજામત’ પણ બંધ પડ્યું ને ગુજરાતી પત્રકારત્વના ભીષ્મ પિતામહ સ્વ. સોરાબજી પાલનજી કાપડિયાએ મારો હાથ પકડ્યો. એઓની ભલામણથી ‘સમાચાર' પરિવારના શ્રી. મંચેરજી કામાએ આર્થિક અને શારીરિક રીતે સાવ પંગુ બની ગયેલા પણ મક્કમ મનોબળવાળા એક પીઢ પત્રકારનો હાથ પકડ્યો. ને ૧૯૫૮ના એપ્રિલની તા. ૨૫મીએ શંકરજયંતીના પવિત્ર દિવસથી અગ્રલેખ લખવાની જે શરૂઆત થઈ એ ૧૯૭૮ના જાન્યુઆરીની ૨૦મી સુધી અસ્ખલિત ચાલુ રહી છે. અસ્ખલિત શબ્દ હેતુપૂર્વક ઉપયોગમાં લીધો છે. ૧૯૭૧-૭૨ના સંધિકાળમાં ત્રણ વાર હૃદયરોગના હુમલા થયા મહિના દોઢ મહિનાને ગાળે. એ દરમ્યાન હૉસ્પિટલમાં રહેવું પડ્યું ને થોડો આરામ લેવા પૂરતું અગ્રલેખ લખવાનું બંધ રહ્યું. એ સિવાય બહારગામ હોઉં તોપણ સતત લખ્યું છે. સામાન્ય રીતે રાજકારણ અને અર્થકારણથી આગળ વધીને ‘સમાચાર’ના અગ્રલેખોને સાહિત્યનું સ્વરૂપ આપવા સુધી હું લઈ જઈ શક્યો; ને રમતગમત જેવા વિષયો પણ અગ્રલેખનો વિષય બની શક્યા એ પણ મારું સદ્ભાગ્ય. હું ધારું છું કે છેલ્લાં ૨૫ વર્ષમાં ‘સમાચાર’ના અગ્રલેખો દ્વારા ન છણાયો હોય એવો કોઈ વિષય ભાગ્યે જ મળશે. અગ્રલેખોનું લેખન પૂરતી ગંભીરતા માગે છે. પણ ક્યારેક હળવી ક્ષણો સુધ્ધાં લેખનને વધારે વાચનક્ષમ બનાવે છે. વળી વિષયના નિરૂપણમાં સચોટતા સાથે નાવીન્ય હોય તોપણ વાચનક્ષમતા વધે છે. અગ્રલેખમાં ચર્ચાયેલા વિષયને અંગે શક્ય એટલી વિગતો ટૂંકામાં અપાય અને પછી એની છણાવટ થાય ને એમાં ટીકા-ટિપ્પણી -
SR No.032344
Book TitleSahitya Ane Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarati Sahitya Parishad
Publication Year1999
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy