SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ રિર, દેનિકોની વ્યાવસાયિક સફળતાનું રહસ્ય ભૂપત વડોદરિયા આ યુગ જ દૈનિક વર્તમાનપત્રોનો છે. નિરાંતનો આ જમાનો નથી એટલે દૈનિક વર્તમાનપત્ર ઉપરાંતનું કાંઈ વાંચવા માટે ખાસ સમય કાઢવો પડે છે. દૈનિક અખબાર તો મોટા ભાગના માણસો માટે સવારની ચા સાથેની એક રોજિંદી જરૂરિયાત બની ગયું છે. દૈનિકો નહોતાં અગર બહુ ઓછાં હતાં ત્યારે માણસો સવારમાં પૂજાપાઠને અગ્રિમતા આપતા અને પૂજાપાઠ કરવા જેટલી ઉમરે નહીં પહોંચેલા કસરત કરતા કે ફરવા જતા. પણ દૈનિક આપણા જીવનમાં દાખલ થયા પછી એવું બન્યું છે કે સવારનો આપણો પ્રથમ મુલાકાતી અખબાર બને છે. કુટુંબના નાનામોટા દરેક સભ્યને અખબાર ઉપર એક ઊડતી નજર નાખ્યા વગર ચાલતું નથી. આજે ખાસ કરીને દૈનિકો જ ચાલે છે. માસિકો તુરત માંદાં પડી જાય છે અને અઠવાડિકો અનિયમિત થઈ જાય છે કેમ કે એ બંનેની કામગીરી દૈનિકોએ ઠીકઠીક અંશે છીનવી લીધી છે અને જે કાંઈ ત્રુટી રહી હશે એ લોકપ્રિય સાપ્તાહિકો સમાચાર કે વિચારનાં સાપ્તાહિકો નહીં પણ કુતૂહલ પોષનારાં અભુત રસનાં કે અવનવી સામગ્રીનાં સાપ્તાહિકો- ચાલે છે, ફાલે છે અને આપણા જીવનમાં જેમ જેમ ફુરસદ અને કંટાળાની લાગણી વધતી જશે તેમ વધુ ચાલવાનાં. ' દૈનિકની વ્યાવસાયિક સફળતાનું કોઈ સૌથી મોટું રહસ્ય હોય તો તે એ છે કે તેણે એકલદોકલ નહીં પણ કુટુંબ-એકમને વાચક તરીકે પકડેલ છે. વર્તમાનપત્ર કુટુંબપત્ર છે અને તેથી એ ઘરઘરની જરૂરિયાત બની ગયું છે. તેની સફળતાનું એક મોટું કારણ તે માણસને અને તેના કુટુંબને ઘરની બહાર શહેરમાં શું બને છે ત્યાંથી માંડીને આખી દુનિયામાં શું ચાલે છે તે જોવાની એક બારી પૂરી પાડે છે. પોતાની સોસાયટીથી નજીકના રેલવે ફાટક ઉપર કોઈના આપઘાતની ખબર તેનાં સંભવિત કારણોની અટકળ સાથે બીજા જ દિવસે સવારે તેના હાથમાં આવે છે. શહેરમાં ક્યાં કઈ ફિલ્મ ચાલે છે, આ વર્ષે કેરીનો પાક કેવો થશે, કે બજારમાં કેરી આવી કે નહીં, ખાંડ કાર્ડ ઉપર મળવાની કે નહીં અને કેરોસીનની છૂટ થશે કે નહીં તે બધું એ વર્તમાનપત્ર મારફતે જ જાણે છે. એક વર્તમાનપત્ર સરેરાશ વાચક માટે એકસો પ્રશ્નકુંડળીની ગરજ સારે છે. પોતાના વિસ્તારમાં વીજળી ક્યારે ગાયબ થવાની અને કેટલા સમય પછી વીજળીનો પંખો ફરશે તે જાણવા માટે પણ એ વર્તમાનપત્રનો જ આશ્રય લે છે. દુનિયા આ ગતિના યુગમાં નાની બની છે એટલે જે ગામનું કદી નામ પણ સાંભળ્યું ન હોય ત્યાં કોઈક મોટી હોનારત કે આશ્ચર્યજનક બીના બને એટલે
SR No.032344
Book TitleSahitya Ane Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarati Sahitya Parishad
Publication Year1999
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy