SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક પત્રોનું આર્થિક આયોજન D ૧૪૩ તે તંદુરસ્ત સ્પર્ધા કહી શકાય એવી રહે. સરકાર આ દિશામાં વિચારવું જોઈએ. “દૈનિકપત્રોનું આર્થિક આયોજન" એ વિષય એક હોવા છતાં આપણે ઉપર જોયું તેમ એનું આયોજન, વિસ્તાર આદિની દષ્ટિએ હંમેશાં અલગ રહેવાનું છે. જેમ દરેક કુટુંબનું આર્થિક આયોજન તેની પોતાની આવક, જરૂરિયાતો, પોતે જ્યાં રહે છે ત્યાંની સ્થાનિક પરિસ્થિતિ, પોતાના પરિવારનો સામાજિક દરજ્જો – આ બધાંને લક્ષમાં રાખીને કરવામાં આવતું હોય છે, તેમ દરેક દૈનિકનું આર્થિક આયોજન કે તેનાં પ્રસિદ્ધિસ્થાન, તેનો પોતાનો ઢાંચો, નાનું, મધ્યમ કે મોટું, જાહેરખબરની કે વેચાણની આવક, ખર્ચ વગેરેને નજરમાં રાખીને કરવાનું રહે છે. આથી દૈનિકપત્રોના આર્થિક આયોજનરૂપે કોઈ સર્વસામાન્ય માળખું આપવાનું સરળ કે વહેવારુ મનાય નહીં. આમ છતાં કહેવું હોય તો સામાન્ય રીતે એવું કહી શકાય કે, મેટ્રોપોલિટન સિટી કે મોટા સ્ટેટ કેપિટલોમાંથી પ્રસિદ્ધ થતાં અખબાર માટે એક કરોડથી સવા કરોડ કરતાં ઓછી મૂડી ચાલી શકે નહીં, જ્યારે રિજીયોનલ કે ડિસ્ટ્રિક્ટ સેન્ટરમાંથી તે સ્થળ પરત્વે ૪૦ થી ૫૦ લાખની મૂડીમાં સારું અખબાર આપી શકાય, પરંતુ આવું અખબાર જો એ ડિસ્ટ્રિક્ટ હેડ ક્વાર્ટર્સની આગવી વિશિષ્ટ પરિસ્થિતિને લક્ષમાં લે નહીં, તો તેને માટે લાંબો વખત ખોટ ખાવાની સ્થિતિ ઊભી થાય પણ ખરી. તેમાંય વેઇજ બોર્ડની ભલામણો પછી આવાં અખબારો માટે અકળામણ ઠીકઠીક વધી રહે. એ જ રીતે સરકારની જાહેરખબરની નીતિ નાનાં અખબારો તરફી હોવા છતાં એકલી એ સરકારી જાહેરખબર પર ખર્ચ નીકળી શકવાનો નથી. તેમણે પણ તેમની સ્થાનિક જાહેરખબરો વધે તેવું કરવું રહે. ૬ પાનાંના અખબાર માટે કે ૮ પાનાંના અખબાર માટે ૪૦ ટકા જેટલી જાહેરખબર મળે તેવી પરિસ્થિતિ સર્જાય તો જ તે અખબાર સક્ષમ રીતે પગભર થઈ શકે. જે અખબાર પગભર ન થાય, ખોટ ખાતું જ રહે, અને તેને સુધારવા પગલાં ન લઈ શકે, તો એની ખોટ એવી ઝડપથી વધતી રહે છે કે, તે ખોટમાંથી પાછા વળવાનું, ઊગરવાનું સહેલું રહેતું નથી, અને અખબાર બંધ કરવા ફરજ પડે છે. આમ, કોઈ પણ અખબાર માટે ૪૦ ટકા જાહેરખબરની પ્રાપ્તિ ઉપરાંત આવક, ખર્ચ અને ફેલાવા ઉપર ચાંપતી સતત નજર હોવી, અને કોઈ પણ અખબાર, તે નાનું કે મધ્યમ, રિજીયોનલ કે ડિસ્ટ્રિક્ટ હોય, તેને માટે જરૂરનાં માનવાં રહે છે. અહીં દૈનિક વર્તમાનપત્રોનાં આર્થિક આયોજન પરત્વે લક્ષમાં લેવા જેવા મુદાઓ, વર્તમાન મુશ્કેલીઓ આદિનો ઉલ્લેખ કરીને આ વિષયનું કંઈક સ્થળ - બહુ ઝીણવટમાં ઊતર્યા વિનાનું નિરૂપણ કર્યું છે. આપણી પાસે એવા મહાનુભાવો છે, જેમને દૈનિકપત્રોના આર્થિક આયોજનનો અનુભવ જ નહીં, સફળતાનું શ્રેય પણ પ્રાપ્ત થાય છે.
SR No.032344
Book TitleSahitya Ane Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarati Sahitya Parishad
Publication Year1999
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy