SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ - સાહિત્યિક પત્રકારત્વ કરતાં વર્તમાનપત્રને વધુ નુકસાન થશે. વર્તમાનપત્ર સાહિત્યને કાચી સામગ્રી પૂરી પાડે છે, તો વર્તમાનપત્રને વિકસવા માટે ભાષાને ધારદાર રાખવા માટે, એનું કૉમ્યુનિકેશન સચોટ બની રહે તેટલા માટે સાહિત્યમાંથી પ્રેરણા લેતા રહેવું જોઈએ. માણસના સાચા મિજાજને સમજવા માટે પણ સરજાતા સાહિત્યનો સતત સંપર્ક જરૂ૨નો છે. આજે આ બંને વચ્ચે અળગાપણું હોવાથી શિષ્ટ સાહિત્યકૃતિઓની ભાષા અને અખબારી ભાષા વચ્ચે અંતર વધતું જાય છે, જે કોઈ રીતે ઇષ્ટ નથી. આ અંતરને નિવારવાનો એક માર્ગ વર્તમાનપત્રોમાં સાહિત્ય વિભાગને મહત્ત્વ મળે ને પ્રત્યેક જાગ્રત વર્તમાનપત્ર તે વિભાગને ગાજતો રાખે એ છે. આ પરિસંવાદનો હેતુ મિત્રભાવે આ કટોકટી વિશેની સભાનતા જગાડવાનો છે, કારણ કે સાહિત્ય અને પત્રકારત્વને એકબીજા વિના ચાલવાનું નથી અને તેઓ પોતાનું દારિદ્રચ કોઈ પણ ત્રીજા સાધન વડે ફેડી શકે તેમ નથી. હિન્દુસ્તાન પર ત્યારે ગાંધીજીનો પ્રભાવ હતો. નવી હવા ભારતવર્ષમાં ત્યારે ફેલાતી હતી, એ હવાની પ્રે૨ક લહે૨ આપણાં અખબારોને ત્યારે ડોલાવતી હતી. નવા શબ્દો ત્યારે આવતા હતા. નવી વાણી ત્યારે ફૂટતી હતી. ગુર્જરગિરાની અનેક છૂપી સ૨વાણીઓ ત્યારે, કોઈક ધસમસતા ધોધ સ્વરૂપે બહાર પડવાને ધસતી હતી. કોઈ દિવસે નહીં એટલા જોરપૂર્વક ‘શબ્દોનું સામર્થ્ય' ત્યારે લોકસમૂહને પકડતું હતું. શબ્દોનું સામર્થ્ય ! શબ્દોએ તો અનેક ઉલ્કાપાતો કર્યા છે.... ગાંધીયુગના રાષ્ટ્રવાદે સ્વાધીનતાના નવા શબ્દોનું સર્જન કર્યું અથવા તો, ગુલામીના પટાંતરો ખેંચીને, એ યુગની નૂતન શક્તિઓએ, ઢંકાયેલા શબ્દોને બહાર ખેંચ્યા ને ગુજરાતના દિલમાં નવા દીવાઓ ચેતી રહ્યા. ગાંધીયુગના આ ‘નવા શબ્દો' અને અસહકારના ઐતિહાસિક જમાનાના એ નવીન ભાષાપ્રયોગો ગુજરાતનાં વર્તમાનપત્રોને પાને ચઢચા ને એ પત્રોનાં પુરાણાં સ્વરૂપો ઝાંખાં પડ્યાં. સારું થયું કે રાજદ્વારી પૂર આવ્યાં ને નવા યુગનાં વર્તમાનપત્રોને મહાપરાણે વળગી રહેવા મથતાં એ જર્જરિત પટકુળો ગઈ કાલની ગુજરી બન્યાં. સામળદાસ ગાંધી (ગુજરાતી સાહિત્ય પરિષદ - તેરમું અધિવેશન : પત્રકારત્વ વિભાગના પ્રમુખપદેથી) ---
SR No.032344
Book TitleSahitya Ane Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarati Sahitya Parishad
Publication Year1999
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy