SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય અને પત્રકારત્વનો સંબંધ ૧૨૫ પત્રકારો પોતે પણ નવા શબ્દો યોજતા હોવાથી અંગ્રેજી અખબારોની ભાષા હંમેશાં તાજી, ફો૨મદાર અને બળકટ લાગે છે, જ્યારે ગુજરાતી વર્તમાનપત્રોની ભાષા આ રીતે વિકસી શકી નથી. આમાં પણ વિજ્ઞાન, ટેક્નૉલૉજી, અર્થશાસ્ત્ર વગેરેએ આપણી ભાષાકીય કટોકટી ઘણી વધારી દીધી છે. માનવીએ પહેલી વાર એવરેસ્ટ શિખર પર આરોહણ કર્યું કે કમ્પૂચિયામાં હૃદયવિદારક દુષ્કાળ પડ્યો – જેવા બનાવોને તો જૂનાં ભાષાકીય સાધનોથી કંઈક ન્યાય આપી શકાય, પરંતુ આજકાલની દુનિયામાં મોટો ભાગ તો વિજ્ઞાન, ટેક્નૉલૉજી, અર્થકારણ, મેડિસીન વગેરે રોકે છે. આ માટે આપણી પાસે શબ્દભંડોળ નથી. જેમ કે કાનૂની ભાષામાં ‘Aims and Objects', અર્થશાસ્ત્રમાં એક બાજુ ‘Inflation' અને બીજી બાજુ ‘Stagnation' થતું હોય તો એને માટે અંગ્રેજીમાં ‘Stagflation' શબ્દ મળે છે. એનો ગુજરાતી પર્યાય શો ? આવી જ રીતે વિજ્ઞાનમાં ‘Fast Breeder Reactor' શબ્દ છે. એવી જ રીતે ભારતે જાહેરાત કરી કે અણુશક્તિમાં ભારત ‘Blast’ કરશે, પરંતુ ‘Explosion’ નહીં કરે. આને ગુજરાતીમાં શું કહીશું ? Teach-in, Black Power, Appeal, Streaking, In-put, Knowhow જેવા શબ્દો વિજ્ઞાનના નથી છતાં ગુજરાતીમાં એને બંધબેસતા શબ્દો હજુ ઉપસાવી શકાયા નથી. આવા અનેક શબ્દો અંગ્રેજીમાં સર્જાયા છે અને પ્રચારમાં આવ્યા છે. એનો સર્જનાત્મક સાહિત્યમાં પણ ઉપયોગ થાય છે. વળી એક વિષયની પરિભાષાનો પ્રયોગ બીજા વિષયનું નિરૂપણ કરતી વખતે કરવામાં આવે છે, જે આપણે ત્યાં થતું નથી. આપણા સાહિત્યે વર્તમાનપત્રનો આ અભાવ ઓછો કરવા પ્રયત્ન કરવો જોઈએ. જો સાહિત્ય પાસેથી વર્તમાનપત્રોને નવા નવા શબ્દો અને નોખી નોખી અભિવ્યક્તિ જેવા ઓજારો નહીં મળે તો અખબારો ગમે એવા અને ગમે ત્યાંથી શબ્દો લઈને એમનું કામ આગળ ધપાવશે અને ધપાવે પણ છે. આને પરિણામે અખબારની ભાષા બેડોળ બનવા લાગી છે. બીજી બાજુ અખબારોએ પણ સાહિત્યનો વધુ ને વધુ સંપર્ક કેળવવાની જરૂ૨ છે. સાહિત્યનો સંપર્ક અખબારનું સ્વરૂપ સફાઈદાર રાખવામાં અને ભાષાને સંમાર્જિત કરવામાં ઉપયોગી થાય છે. કોઈ સ્થળે બૉમ્બમારો થયો, તે જ મોટો બનાવ નથી, પરંતુ કોઈ નવું પુસ્તક લખાયું એ પણ બનાવ છે. કાવ્ય કે નાટક્ના ક્ષેત્રે કોઈ નવો પ્રયોગ થયો એ પણ એક મોટી ઘટના છે. વર્તમાનપત્ર આની ઉપેક્ષા કરે તો સાહિત્ય
SR No.032344
Book TitleSahitya Ane Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarati Sahitya Parishad
Publication Year1999
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy