SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ વિનયને અર્થ ફક્ત શરીરને નમાવવું, એટલે જ નથી. આ હાડકાંને મળે તે કેટલીય વાર મૂક્યો છે અને મૂકે છે. પિતાના. સ્વાર્થને લીધે, ભયને લીધે અને દીનતાને કારણે મનુષ્ય સેંકડે વખત. મૂકતે હોય છે. પણ આવી રીતે ઝૂકવાને કશો અર્થ નથી. કસરત, કરતી વખતે શરીરને ઝુકાવવામાં વિનય થતો નથી. એક કલાક સુધી. કસરત કરીને શરીરને નમાવનાર યુવક પિતાના પિતાનું, ગુરુજનનું અને ગુણવાનનું સન્માન નથી કરતા. તેમને જોઈને મૂકવું તે એક બાજુ રહ્યું પણ પિતાની ખુરશીમાંથી પણ ઊભું થતું નથી. આથી. શરીરની સાથે જ્યાં સુધી હૃદય, મન, બુદ્ધિ, વાણી અને આત્મા મૂકી જાય નહીં, ત્યાં સુધી સાચા અર્થમાં વિનય નથી. હોતે. એ માત્ર. બાહ્યાડંબર કે ઔપચારિક શિષ્ટાચાર જ બની રહે છે. ' ' આથી મનને ઝુકાવવા માટેની મુખ્ય શરત છે કે અભિમાન અને મદ દૂર થવા જોઈએ. કોધ, માન, માયા અને લેભના પ્રસંગે માં પણ મનને શાંત રાખવું. કોઇ વગેરેને પ્રસંગ જાગતાં જ જે વ્યક્તિ કે વસ્તુ તરફ ક્રોધ વગેરે થાય ત્યારે તેના સદ્દગુણને વિચાર કરે, સદ્દભાવ રાખો અને સારી બાજુ અપનાવવી. વાણીને ઝુકાવવાની શરત છે વાણમાં નમ્રતા અને મધુરતા. કડવી વાતને મીઠે. જવાબ દે અને ગુણવાનની પ્રશંસા કરવી. કડવી વાતને કહે. જવાબ તે પશુ પાસેથી પણ મળશે. જો તમે આવેશમાં આવીને. પ્રાણીને તિરસ્કાર કરશે, તો તે પણ ગુસ્સામાં આવી જશે; પિતપિતાની વાણીમાં ભસીને, ત્રાડ નાખીને, ગર્જના કરીને કે ડચકારા. બોલાવીને જવાબ આપે છે. આથી ગાળ, અપશબ્દ અથવા તે કટુવચનને ઉત્તર એ જ રીતે આપવામાં આવે તે માનવી પશુથી સહેજે આગળ જતા નથી. બલકે માનવતાને પણ લજિત કરે છે. - વાદળ શું કરે છે? તે સમુદ્ર બનાવેલા ખારા પાણીને આકાશમાં ખેંચીને ફરી મીઠું બનાવે છે. એ જ રીતે વિનયી મનુષ્ય. પણ કઠેર, કર્ણકટુ વચનને હૃદયની મીઠાશથી ધોઈને મધુર બનાવીને. સામી વ્યક્તિને પાછું આપવું જોઈએ. આ રીતે શરીરને ઝુકાવવાની. 86 ઓજસ દીઠાં આત્મબળનાં
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy