SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ જિનશાસનનું મૂળ જ વિનય છે. વિનય નિર્વાણસાધક છે. વિનય વાર કે ધર્મ કે કર્યું તપ ટકી શકે ? ' . ' ' ' મહાત્મા ગાંધીએ વિનયી થઈને જ પછાત જાતિઓ અને હરિજનને અપનાવ્યા અને તેમને સંસ્કારી બનાવીને ઉચ્ચ બનાવ્યા. શું વિનયને આ ચમત્કાર એ છે છે ! પરંતુ અનંતકાળથી આત્મા પર અહંકાર અને મદના કુસંસ્કારનું આવરણ લાગેલું હોવાથી મનુષ્ય “વિનયને” તરત અપનાવી શકતો નથી. અહમ-બુદ્ધિ તેને સર્વપ્રિય બનતાં અટકાવે છે. તે અહમના સંકુચિત વર્તુળમાં ફસાઈને પિતાના માનીતા લેકને જ પિતાના માને છે. એના સિવાય જગતમાં જેટલા પણ ગુણવાન, શ્રદ્ધાળુ અને જિજ્ઞાસુ છે તેમને પિતાકા માનવાને ઈન્કાર કરે છે. આથી વૈષ્ણવ આચાર્ય રામાનુજ પિતાના જાતિ-અભિમાનનું નિવારણ કરવા માટે કાવેરી નદીમાં સ્નાન કરવા જતા ત્યારે બ્રાહ્મણના ખભા પર અને પાછા ફરતા ત્યારે શુદ્રના ખભા પર હાથ રાખીને ચાલતા હતા. જગદ્ગુરુ આદ્ય શંકરાચાર્યે બ્રહ્મની સર્વવ્યાપકતાને બોધ નમ્ર બનીને એક ચાંડાલ પાસેથી મેળવ્યું હતું. આથી પૂ. વિજયાનંદસૂરિજી મહારાજે તીર્થકવનાં વાસ સ્થાનકોની પૂજામાં એની દુર્લભતાનું વર્ણન કરતાં કહ્યું : “વી રી! મેં તે વિનય પિછાનું ! અનન્ત 8 સે, મેં તે વિનય !” “હે સખી! મેં અનંતકાળ પછી વિનયધર્મ ઓળખે છે.” આત્માની બહેનપણી સુબુદ્ધિ છે. તેના સહવાસથી આત્મા અનંતકાળના શુદ્ર અહમના મલિન આવરણને હટાવીને વિનયનાં દર્શન કરે છે, પરિણામે વ્યાપક દ્રષ્ટિ અને વિશ્વવ્યાપક ક્ષેત્ર અપનાવે છે. આમ થાય નહીં તે, અનંતકાળ સુધી પિતાના પરિવાર, જ્ઞાતિ, કુળ, ગામ, નગર, પ્રાંત, રાષ્ટ્ર કે અમુક ધર્મસંપ્રદાયના બંધનમાં બંધાઈને તેને જ પોતાના માનીને ચાલે 85 ધર્મનું મૂળ છે વિનય
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy