SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ દુરુપયોગ તે તે વ્યક્તિ પર નિર્ભર છે તેથી ત્રણેય વિદ્યાર્થીઓની બાબતમાં પણ આવું જ થયું. ત્રણેય વિદ્યાથીઓ ઉપાધ્યાય પાસે રેજ પાઠ લઈને અગાસી. પર જઈને પાઠ પાકે કરતા હતા અને પછી સમય જતાં સૂઈ જતા. હતા. એક દિવસ નિયમ મુજબ ત્રણે વિદ્યાથી પિતાને પાઠ યાદ. રાખીને અગાસીમાં સૂઈ ગયા. ઉપાધ્યાય ક્ષીરકદમ્બક અંદર પોતાનું ધર્મધ્યાન કરી રહ્યા હતા. આ સમયે આકાશમાર્ગેથી બે ચારણકષિ. ઊડતા ઊડતા જતા હતા. આ વાત સહેજ પણ આશ્ચર્યજનક નથી. જંઘાચારી મુનિઓ પાસે એવી વિદ્યા હતી કે જેની શક્તિથી તેઓ વિમાનની સહાયતા વિના સ્વયં આકાશમાં ઊડી શકતા હતા. આ બંને ચારણઋષિઓ મહાજ્ઞાની હતા. એક ચારણઋષિએ બીજાને કહ્યું, “જુઓ, આ અગાસી પર સૂતેલા વિદ્યાર્થીઓમાં એક મોક્ષગામી છે અને બીજા બે નરકગામી .” આટલું કહીને ચારણષિ તે આગળ વધી ગયા. વિદ્યાથીઓ ગાઢ નિદ્રામાં હતા. એમને તે આ વાતની કશી ખબર નહોતી, પરંતુ અંદર બેઠેલા ઉપાધ્યાય ક્ષીરકદમ્બકે આ શબ્દો સાંભળ્યા અને મનોમન વિચાર કરવા લાગ્યા— શું મારી પાસે અધ્યયન પામેલા વિદ્યાથીઓ નરકગામી થશે? આ તો અનર્થ કહેવાય. વિદ્યા કે વિદ્યાદાતાને દોષ નથી, પરંતુ એને ઉપયોગ કરનાર પર એને આધાર છે. ચારણત્રષિઓની વાતથી એવું અનુમાન થઈ શકે કે આ ત્રણમાંથી બે અશુભ ધ્યાનવશ મારી વિદ્યાને દુરુપયોગ કરશે અને એક પ્રશસ્ત ધ્યાનવશ સદુપયોગ કરશે. પણ તે. પહેલાં મારે નક્કી કરવું જોઈએ કે કેણુ આ વિદ્યાને સુપાત્ર છે અને કેણ કુપાત્ર? કેણ વિદ્યાને સદુપયેગ કરશે અને કોણ દુરુપયેગ? આવી પરીક્ષા પરથી જ જાણ થશે કે કયા બે વિદ્યાથીએ નરકગામી .” પ્રાતઃકાળે ઉપાધ્યાયે લેટની ત્રણ મરઘી બનાવી અને ત્રણે વિદ્યાથીઓને પિતાની પાસે બોલાવીને કહ્યું, “એક એક લઈ જાઓ. 267 ધ્યાન–સાધના
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy