SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ શું છે? એને આકાર કેવો છે? એ સર્વથા નિત્ય છે કે એ ઉત્પાદ (ઉત્પત્તિ), વ્યય (વિનાશ) અને ધીવ્ય(સ્થિતિ) ધરાવે છે? લેક કેટલા છે અને કયા લેકમાં કે કયાં ક્યાં રહે છે? ત્યાં રહેનારા જીવનાં સ્વભાવ, સ્થિતિ, ગતિ, સુખ, દુઃખ, વેશ્યા(પરિણામ), પ્રભાવ વગેરે કેવાં, કેટલાં અને ક્યા પ્રકારનાં છે? એ બધા કઈ રીતે જન્મ -મરણ પામે છે? ક્યા લેકમાં કેટલાં અને કેવા પ્રકારનાં દ્વીપ, સાગર, નરકાલય, ભવન, વિમાન, પૃથ્વી જેવાં રહેવાનાં સ્થાન છે? આ રીતે લેકસ્વરૂપનું ચિંતન કરવું તે લેક-વિચય ધર્મધ્યાનને વિષય છે. ધર્મધ્યાનના આ ચાર પ્રકાર જોયા. ધર્મધ્યાનનાં સોપાન પર ચડનારાએ આ ચાર સોપાન પર દઢતા અને સાવધાનીથી ચડવું જોઈએ. એમાં સહેજ પણ ગફલત થાય તે લપસ્યા જ સમજજે, કારણ કે આ સંસારમાં ચારે બાજુ અનેક કૂવાઓ છે. સંસારી જીવ તે ધર્મધ્યાનરૂપી વૃક્ષ પર ચડી નહિ જાય તે વારંવાર કામ, ક્રોધ, સ્વાર્થ, વિષયવાસના વગેરેના ઊંડા કૂવામાં પડી જશે. ધર્મધ્યાન રૂપી વૃક્ષને સહારે લેનાર જ આધ્યાત્મિક ગગનમાં ઉડ્ડયન કરીને મોક્ષમાં પહોંચી શકશે. આ વિષયમાં મને જૈન ઇતિહાસનું માર્મિક દષ્ટાંત યાદ આવે છે. ક્ષીરકદમ્બક નામના એક ગૃહસ્થ ઉપાધ્યાય(અધ્યાપક) હતા. તેઓ અત્યંત જ્ઞાની, શ્રદ્ધાવાન, ધર્માત્મા અને વિતરાગના ખરા ઉપાસક હતા. એમની પાસે અનેક વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસ કરતા હતા. એમના ત્રણ મુખ્ય વિદ્યાથીઓ હતા. એક હતો રાજકુમાર વસુ, બીજો હતે. એ ઉપાધ્યાયને પુત્ર પર્વત અને ત્રીજે હતે નારદ. ઉપાધ્યાય ત્રણેને એક જ પાઠ સમભાવથી ભણાવતા હતા. એમના પર ઉપાધ્યાયની અપાર કૃપા હતી. ત્રણે વિદ્યાથી ભણવામાં ઘણું મહેનતુ હતા. પરંતુ અધ્યયન પણ પિતાપિતાની પ્રકૃતિ, પરિણતી. અને ભાવના(ધ્યાન) અનુસાર વિભિન્ન રૂપમાં પરિણત થાય છે. કેઈ એને ધર્મધ્યાનમાં ઉપયોગ કરે છે તે કઈ એને આર્તરૌદ્રધ્યાનમાં દુરુપયોગ પણ કરે છે. વિદ્યાને સદુપયોગ કરે કે 266 ઓજસ દીઠાં આત્મબળનાં
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy