SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ આ વિકથાના ચાર પ્રકાર દર્શાવ્યા છે : (૧) સ્ત્રી-વિકથા (૨) ભાજન-વિકથા (૩) દેશ-વિકથા અને (૪) રાજ-વિકથા. ૧. સ્ત્રી-વિકા દેશ-વિદેશની સ્ત્રીઓના સૌંદ નું વિલાસની દૃષ્ટિએ વર્ણન કરવુ. એમના કુળનાં ગુણગાન ગાવાં તેમ જ એમનાં હાવભાવ, સૌય, અંગોપાંગ, રૂપર`ગ અને વેશભૂષાની અતિશયાક્તિપૂર્ણ પ્રશંસા કે નિંદા કરવી તે સ્ત્રી-વિકથા છે. સ્ત્રીઓની વાત જ્યારે ઉખેળવામાં આવે છે ત્યારે એનાં માહક રૂપલાવણ્ય, વેશભૂષા આદિનું વર્ણન કરવાથી મન કુત્સિત અને મલિન થાય છે. માનવી ચારિત્ર્યભ્રષ્ટ થઈ ને અધઃપતન પામે છે. એમાંય વળી જે સ્ત્રી વિશે ચર્ચા કરી હાય એ જો સાંભળી જાય તેા લડવા-ઝઘડવા તૈયાર થઈ જાય અને કદ્દાચ એ વ્યક્તિનું અપમાન પણ કરી બેસે. સ્ત્રીઓની સાથે વિવાદ કે ચર્ચામાં ભલા કેણુ જીતી શકે ? આથી પેાતાનાં સમય, શક્તિ અને બુદ્ધિને આવી વિકથામાં નાહક વેડફી દેવાથી શે। ફાયદે ? સ્ત્રી-વિકથામાં માત્ર સ્ત્રીઓની નિંદા કરવામાં આવી હાય તે એનાથી ક બંધ બધાય છે. નારીજાતિ તરફ અન્યાય થઈ જાય છે. સહુનું પાલનપેાષણ કરનારી જન્મદાત્રી માતા પણ સ્ત્રી જ છે ને? કેટલાં બધાં તપ, ત્યાગ, સહિષ્ણુતા અને ધૈય સ્ત્રીજાતિમાં છે! ભગવાન મહાવીરની માતા ત્રિશલાદેવી સ્ત્રી જ હતી. સીતા, ચંદનબાળા આદિ પણ વિશ્વવંદ્ય સ્ત્રીઓ હતી. આથી સ્ત્રી-નિંદા કરવી તે પણ ઘાર પાપનુ કારણ છે. સ્ત્રીએ તરફ કામવાસનાની દૃષ્ટિ રાખીને એનાં અંગવિન્યાસ તેમ જ શૃગાર અને કામેાત્તેજક સ્ત્રી-ચેષ્ટાનું વર્ણન કરવુ એ મહા પતનનુ કારણ મને છે. આવી સ્ત્રી-વિકથાથી વિષયવિકારાની વૃદ્ધિ થાય છે, ચારિત્ર્ય ભ્રષ્ટ થવાની સંભાવના રહે છે અને બ્રહ્મચય ને દોષ લાગે છે. આવા સાધુ કાં તેા કુલિંગી થઈ જાય છે અથવા તે સાધુના 227 વિકથા અને ધકથા
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy