SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ પૂછી પૂછીને વિશાળ અનુભવ પ્રાપ્ત કરે છે અને ભણેલાને પણ પાછા પાડી દે છે. આથી એક અંગ્રેજ લેખકે તે એટલે સુધી કહ્યું છે: "I had six honest serving men; they taught me all I know Their Names-When, What, Where, Why, How and Who." “આને અર્થ એ કે જે કંઈ જ્ઞાન મેં સંચિત કર્યું છે તે મારા આ છ પ્રમાણિક સહાય(પ્રશ્નો) દ્વારા મળેલું છે. એમનાં નામ છે જ્યારે, શું, કયાં, કેમ, કેવી રીતે અને કેણ.” સાચે જ પ્રશ્ન કે પૃચ્છાના જે જિજ્ઞાસા અને વિનયથી કરવામાં આવે તે જ્ઞાનની પર્યાપ્ત વૃદ્ધિ થાય છે. આ વિષયમાં મને મહારાજા કુમારપાળના જીવનની એક ઘટના યાદ આવે છે. એક પલાશ વૃક્ષની નીચે બેસીને કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને મહારાજા કુમારપાળ જ્ઞાનચર્ચા કરતા હતા. મહારાજા કુમારપાળે પૂછ્યું, “ગુરુદેવ ! કૃપા કરીને મને એ કહે કે મારા હજી કેટલા ભવ(જન્મ) બાકી છે?” કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે કહ્યું, “કુમારપાળ, હું સર્વસ નથી. મારું જ્ઞાન એટલું બધું નથી કે હું તને તારી મુક્તિને સમય બતાવી શકું. પણ એટલું હું ચેકકસ જાણું છું કે તારી મુક્તિ જરૂર થશે.” “ગુરુદેવ, શું કેઈએ ઉપાય છે કે જેનાથી મને મારી મુક્તિને ખ્યાલ આવે ?” કલિકાલસર્વરે કહ્યું, “હા. દેવીની આરાધના કરવાથી આ સંભવ થાય. એ દેવી મહાવિદેહ ક્ષેત્રમાં જઈને ત્યાં બિરાજમાન સીમંધરસ્વામી(વર્તમાન તીર્થકર)ને પૂછીને, એમને ઉત્તર આપણને અહીં આવી સંભળાવી શકે.” રાજા કુમારપાળે કહ્યું, “તે ગુરુદેવ, મારા પર આટલી કૃપા કરે. મને મારી મુક્તિ અંગે જાણવાની ભારે જિજ્ઞાસા છે.” 200 ઓજસ દીઠાં આત્મબળનાં
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy