SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ સૌરભ સાચી વૈયાવૃત્યની ગુલાબના ફૂલની સુવાસથી માનવીનું મન કેવું મહેકી ઊઠે છે! પરંતુ એની ખબર છે ખરી કે ગુલાબે આવી સુવાસ મેળવી ક્યાંથી? એણે આ માટે ભારે તપશ્ચર્યા કરી છે. મુલાયમ ચીકણી માટી વચ્ચે એ રહ્યું છે, કટોની વચ્ચે એ જીવ્યું છે અને બીજાઓના હૃદયને આકર્ષિત કરવા માટે પિતાની સુવાસ ફેલાવતું રહ્યું છે. પિતાના શરીરને પણ બીજાને માટે એ છાવર કરી દે છે. આવી રીતે જે વ્યક્તિ પોતાના જીવનમાં સેવાની સુવાસ મેળવવા માટે તપ કરે છે, મુસીબતેના કાંટાની વચ્ચે જીવે છે અને પરેપકાર કાજે રાત-દિવસ એક કરે છે. તે બીજાના હૃદયને આકર્ષિત કરી શકે છે. એનું હૃદય અનેક પરિષહ (ક) અને ઉપસર્ગ (આફત) સહન કરતું હોય છે. પિતાના જીવનમાં એ સમર્પણ કરવાનું જાણે છે. 117 સૌરભ સાચી વૈયાવાની
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy