SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ આ ત્રણ ગુણયુક્ત સંસ્થાઓ છે અને ક્રિયા, ધર્મ અને જ્ઞાન એ ત્રણ ગુણ છે. કુળ, ગણ અને સંઘ ગુણયુક્ત સંસ્થાઓ છે, તે પણ સંઘમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા આ ચારેય પ્રકારની વ્યક્તિઓને સમાવેશ માનવામાં આવતું હોવાથી એ પણ એક રીતે ગુણવાન વ્યક્તિ છે. આ રીતે ઊંડાણપૂર્વક વિચારીએ તે આ તેરને સમાવેશ દેવ, ગુરુ અને ધર્મ આ ત્રણમાં થાય છે. દેવમાં તીર્થકર અને સિદ્ધ, બંનેને; ગુરુમાં આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, ગણી, કુલ, ગણ અને સંઘને તેમ જ ધર્મમાં કિયા, ધર્મ અને જ્ઞાનને સમાવેશ થાય છે. આ તેર વિનયચ્ચ ગુણપાત્રની (૧) આશાતના ન કરવી (૨) ભક્તિ કરવી (૩) તેમનું બહુમાન કરવું (૪) તેમના ગુણ ગાવા, તેમના ગુણોની પ્રશંસા કરવી કે તેમને માન આપવું. આ ચાર પ્રકારે વિનય કરી શકાય છે. આથી તેર ભેદના ચાર પ્રકાર સાથે ગુણાકાર કરવાથી વિનયના બાવન પ્રકાર બને છે. હવે તેને ક્રમશઃ વિચાર કરીએ. તીર્થકર વિનય: જૈન ધર્મના પંચપરમેષ્ઠી મંત્રમાં સર્વપ્રથમ તીર્થકરને નમસ્કાર કરવામાં આવ્યા છે, જોકે સિદ્ધ તેમનાથી પદમાં ઊંચા હોય છે. એનું કારણ એ છે કે તીર્થકર શરીરધારી હોય છે એટલે તેમના દ્વારા અનેક જીવોને શુદ્ધ ધર્મને લાભ સાંપડે છે અને કલ્યાણમાર્ગની પ્રાપ્તિ થાય છે. આ સંસારસાગર પાર કરવા માટે જીવ તેમના દ્વારા બનાવાયેલી સંઘરૂપી નૌકાને આશ્રય લે છે. એમની પાસેથી શુદ્ધિ, નિર્વાણ, કર્મક્ષય અને મુક્તિની પ્રેરણા મળે છે. આથી આસન્ન-ઉપકારી હોવાથી તેમનું નામ પ્રથમ લેવામાં આવે છે. જેમ કે દાદા-પરદાદા પિતા કરતાંય વધુ ગુણવાન કે ઉપકારી હતા, પરંતુ વર્તમાનમાં તેમની ગેરહાજરીમાં પિતા જ નિકટના ઉપકારી છે, માટે તેમનું નામ વિશેષપણ લેવામાં આવે છે. આ તીર્થકર દેવને દેવાધિદેવ, સાકારદેવ, જિનેશ્વર, જિન, અરિહંત અથવા વીતરાગ વગેરે નામથી સંબોધવામાં 101 વિનયના વિવિધ પ્રકાર
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy