________________
પર જૈન ગૂર્જર સાહિત્ય-રા અને તેની કાવ્ય પ્રસાદી
કવિ ઋષભ જિનેશ્વરને પ્રાથે છે કે, “ હે પ્રભુ ! મારા પર કૃપા કરી મારા મનરૂપી મંદિરમાં આપ વાસ કરે। અને એ રીતે મારા મનની આશા પૂરી કરે. આપ મહિમાવંત છે એ જાણીને જ મે આપની સાથે સ્નેહ કર્યાં છે અને માટે ચાતક જેમ મેહુની રાહ જુએ તેમ હું આપનાં દર્શનની આતુરતાપૂર્વક રાહ જોઉં છું. નિસ્નેહી માણસ સાથે સ્નેહ કરવાથી હૃદય મળે છે અને એવી વ્યક્તિને ઊધ વેચીને ઉજાગરા લેવા પડે છે. તમારી સાથે મારુ' મન જે મળી ગયું છે તે તે તમે જાણા છે, પરંતુ તમારું ચિત્ત કેવું છે તે હું જાણુતા ન હેાવાથી હંમેશાં તમને વિનંતિ કરું છું. કવિ કહે છે કે એ વિનતિ સાંભળી પ્રભુ પ્રસન્ન થયા અને જયાતિ પ્રકાશવા લાગ્યો. શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૨૬૧)
સુર-દેવ; શ્યામા–સ્ત્રી; મનમથ સેના-કામદેવની સેના જેવી; યૌવનમાં–યૌવનના; લાઢા-હડાવા; છલવહુને છેતરવાને.
S
કવિની આ કડીમાંથી જે એ કડી અહી` છાપી છે એટલી જોત પણ એમ લાગે છે કે આ સ્તવન કવિતાની દૃષ્ટિએ ધણું જ મનેાહર, લયબદ્ધ અને ભાવમા તથા ચમત્કૃતિભરી કલ્પનાવાળું છે. આ સંગ્રહની કેટલીક ઉત્તમ રચનામાં સ્થાન પામી શકે એવા પ્રકારની આ કૃતિ છે. અસાસની વાત એટલી જ છે કે એ આપણને અધૂરું મળ્યું છે. પહેલી કડીમાં કવિ કહે છે કે વીર પ્રભુને છલવા આવેલી, કામદેવ દેવની સેના જેવી, દેવાએ પ્રેરેલી કાઇ દેવાંગના આવીને પ્રભુને કહે છે, “ હે પ્રીતમ, આ યૌવનના લહાવા લ્યો.
૩૫. શ્રી રામવિજયજી
શ્રી ઋષભજિન સ્તવન (પૃ. ૨૬૩)
આ સ્તવનમાં કવિએ શ્રી ઋષભદેવના પરિચય આપતી પંકિતએ લખી છે. માતા મરુદેવીના લાડકા પુત્ર, રાણી સુનંદાના હૈયાના હાર સમા, વીસ લાખ પૂર્વ સુધી કુંવરપણું ભાગવનાર, ત્રેસઠ લાખ પૂર્વ