SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ માહીતી મેળવવા લેખક ભલામણ કરે છે. કાળની વિષમ ગતિનો ભોગ દરેક જણ થઈ પડે છે, એ નિયમને અનુસરી પૂર્વની માંડવગઢની કાકીનો નાશ કરીને અત્યારે તેનું સ્મરણ થવાને કાળે ફકત તેનું નિશાન જ રહેવા દીધું છે. ઇ. સ. ૧૨૦૦ ના સૈકામાં પેથડકુમારનું જીવન જગતને ઉપગી થયું છે, તેને ગુરૂ તે વખતે પ્રખ્યાત શ્રીમદ્ ધર્મઘોષસૂરિ હતા, તેમની પછી લગભગ બસો વરસે તેમનું ચરિત્ર લખાયું હોય એમ જણાય છે, કેમકે તેમની પાટે પરંપરાએ શ્રી સોમસુંદર આચામેં થયા. જે લગભગ શ્રીમદ્ દેવસુંદરસૂરિ અને શ્રી જ્ઞાનસાગરસૂરિના વખતમાં થયા હોય તેમ જણાય છે, તે પછી તેમની પાટે શ્રી મુનિ સુંદરસૂરિ થયા, તેમની પાટે શ્રી રત્નસાગરસુરિ થયા તેમના શિષ્ય શ્રી નંદીરત્નગણિ થયા ને તેમના શિષ્ય શ્રી રત્નમંડનમણિ થયા, જેમણે આ સુકૃતસાગર કાવ્ય ભવ્ય જનના ઉપકારને માટે બનાવેલું છે. તે પ્રાયઃ રાનશેખરસુરિના વખતમાં હોય એમ જણાય છે, તે રત્નશેખરસુરિને જન્મ સંવત ૧૪પરમાં થયો, ને ૧૪૬૩ માં દીક્ષા લીધી, ત્યારબાદ ૧૪૮૩ માં પંડીત થયા. તે પછી ૧૪૯૩ માં ઉપાધ્યાય થયા, ને ૧૫૦૨ માં આચાર્યપદી પામ્યા, અને ૧૫૧૭ માં કાળધર્મ પામ્યા, તેવા સમયમાં એટલે લગભગ બસો વરસે આ ઈતિહાસ લખાયે હેય એમ અમાન થાય છે. વળી સામસુંદર આચાર્ય, શ્રીમદ્દ દેવસુંદરસુરિ અને શ્રી જ્ઞાનસાગરસુરિ એ લગભગ સાથે થયા, તેમ કહેવાનું કારણ એટલું જ કે મુનિસુંદરસુરિ એ ત્રણને ગુરૂ માનતા હતા. જ્યાં ત્યાં તેઓ ત્રણેને નમસ્કાર કરતા હતા, તેનું કારણ કે દેવસુંદરસુરિ તેમના દીક્ષા ગુરૂ હતા, અને જ્ઞાનસાગરસુરિની પાસે તેઓ ભણ્યા હતા,તેમજ સોમસુંદરસુરિ પાસેથી તેઓ આચાર્ય પદવી પામ્યા હતા, માટે એવષ્ણુ ત્રણેને ગુરૂ તરીકે માનતા હતા. આવા સંયોગે જોતાં સંવત ૧૩૦૦ના સૈકાના બનેલા ઈતિહાસના સંવત ૧૫૦૦ ના સૈકામાં રત્નમંડનગણિએ લગભગ બસો વરસે કાવ્યમાં સ્થના કરી હોય એમ સંભવ રહે છે." પેથડકુમારનું ચરિત્ર ચાલુ જમાનાને અને વિશેષતઃ શ્રીમાન , અને વિદ્વાન એમ ઉભય વને ઉપયોગી છે. પેથડકુમારનાં વન આપણને કોઈ જુદી જ અસર કરશે. એ અતિ ઉપયોગી પુસ્તક હજુ સુધી જોઈએ તેટલા પ્રમાણમાં જાહેરાત પામ્યું નથી. પરંતુ તેના જીવન
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy