SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ટેઈપ રેકોર્ડર” (Recorder) આ અનેકાંત તત્ત્વ પચ્ચીસસો વર્ષ પૂર્વનું સ્વસ્થ તત્ત્વશ્રવણ પુનઃ (Replug) શ્રવણ નથી કરાવતું? અસ્તુ આ પૂર્વ પરમકૃતના પુનઃશ્રવણમાં જાણે તેમનો અનેકાંતવાદનો અભિગમ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં યત્ર-તત્ર સહજપણે વ્યક્ત થઈ જાય છે. આ સર્વનું અનુચિંતન કરતાં એ નિમ્ન સાતેક સ્વરૂપ અને સ્થાનોમાં દેખાય છે ? વૃત્તિ અને વ્રત, દ્રવ્ય અને પર્યાય, નિત્યાનિત્ય વિવેક, નિશ્ચય અને વ્યવહાર, ઉપાદાન અને નિમિત્ત, વાણી અને વિચાર, અંતઃકરણ અને આચરણ. આ સર્વનું એક પછી એક ઉધ્ધરણ સહ અધ્યયન કરીએ. સર્વત્ર તેમાં અનેકાંતવાદ ઝળકતો દેખાશે. તદન સ્પષ્ટ તરી આવશે. • વૃત્તિ અને વ્રત : લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું રહ્યું વ્રત-અભિમાન; ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. (ગાથા-૨૮) ૦ દ્રવ્ય અને પર્યાય : આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ત્રણ્યનું જ્ઞાન એકને થાય.” (૬૮) • નિત્યાનિત્ય વિવેક : પર્પદનામકથન : આત્મા છે', “તે નિત્ય છે', છે કર્તા નિજ કર્મ; છે ભોક્તા વળી “મોક્ષ છે'; મોક્ષ ઉપાય સુધર્મ' (13) અહીં આત્માના અસ્તિત્વ સાથે જ નિત્યત્વની સ્પષ્ટતા છે, સ્ફટિકશી સ્પષ્ટતા છે. અહીં તેમાં લેશ પણ સંશય કે સંદેહ નથી. ઉપરની ગાથામાં જ તેને અનેકાંતવાદી દ્રવ્ય નિત્ય અને પર્યાયે અનિત્ય સૂચવી નિત્યાનિત્યતાનો વિવેક કરી દીધો છે. અહીં વેદાંત-દર્શનના “ફૂટસ્થ નિત્ય કહેનારા એકાંતવાદનો અને બૌદ્ધદર્શનના “ક્ષણિકવાદ'નો આબાદ છેદ ઉડાવાયો છે: પરોક્ષપણે, કશાય દર્શન નામો ભણી અંગુલિનિર્દેશ કર્યા વિના ! “અનેકાંતવાદ' એ સંશયવાદ છે એમ આરોપણ મિથ્યાપ્રરૂપણ કરનારાઓને બહુ સહજ અને રવસ્થપણે જડબાતોડ જવાબ અપાયો છે. જેનદર્શન-“જિનદર્શનના સમગ્રતાસભર સત્યવાદનો જયજયકાર કરાયો છે અને તે કશાય મંડન-ખંડન અને વાદપરંપરાનો આશ્રય લીધા વગર ! અહીં આમ વ્યક્ત થતા અનેકાંતવાદની આ કોઈ નાનીસૂની સિદ્ધિ નથી. રાજગાથા
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy