SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ . શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં અનેકાન્તવાદ (પ્રતાપકુમાર ટોલિયાએ ગુજરાત અને બેંગ્લોરમાં અંગ્રેજી અને હિન્દીના પ્રાધ્યાપક તરીકે કામ કર્યું છે. તેઓ પ્રિન્સીપાલ હતા. સપ્તભાષી આત્મસિદ્ધિશાસ્ત્રનું સાત ભાષામાં સંપાદન કાર્ય કર્યું છે. જ્ઞાન સાથે સંગીતને મૂકવાની તેમની વિશેષ શૈલીના ફળ સ્વરૂપ આપેલ સંગીતમય કાર્યક્રમો અને સી.ડી. તેમની પાસેથી મળ્યાં છે. અહીં તેમણે આત્મસિદ્ધિશાસ્ત્રના સંદર્ભે અનેકાન્તવાદ સમજાવ્યો છે. : પ્રબુદ્ધ જીવન : વર્તમાન તંત્રી) આત્મજ્ઞાનના શૈલશિખર, ગ્રંથસાગર, ચૌદ પૂર્વોના સારરૂપ સાતમા ‘આત્મપ્રવાદ’ પૂર્વના કથન-સંક્ષેપ અને વિશ્વધર્મ-સ્વરૂપે મહાન જૈનદર્શનને સુસ્પષ્ટપણે, સરળ ભાષામાં, સર્વ ગ્રાહ્ય-સર્વ સ્વીકાર્ય ક્ષમતાપૂર્વક પ્રસ્તુત કરતા વિશ્વગ્રંથ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની મહાનતા તેમજ સર્વોપરિતા માટે શું શું કહીએ ? અનેક મહાન મનીષીઓએ, અનેક મહાપ્રાજ્ઞ પુરુષોએ, અનેક તત્ત્વચિંતકોએ આ સિદ્ધ કરી દીધું છે. અનેક સાધકોએ આ આત્મસાત્ કરી લીધું છે. શ્રી આત્મસિદ્ધિમાં નિહિત આત્મ-તત્ત્વદર્શન જૈનદર્શનને તેનો નામોલ્લેખ પણ કર્યા વિના એવી કુશળતાથી, એવી સમગ્રતાથી, એવી સહજતાથી, એવી અપૂર્વતાથી શ્રીમદ્ પ્રસ્તુત કરે છે કે આશ્ચર્યચકિત થઈ જવાય ! સર્વ વિશ્વમતોથી ઉપરે, સર્વ દૃષ્ટિઓને-નયોને પોતાનામાં સમાવી લેતું આ આત્મ તત્ત્વદર્શન બહુ સૂક્ષ્મતાથી, ઊંડાણથી અવગાહવા, સમજવા ને માણવા જેવું છે. જૈનદર્શન કથિત ‘આત્મ’ સ્વરૂપના સર્વોચ્ચ દર્શનને રજૂ કરતા આત્મસિદ્ધિ શાસ્ત્ર, જિનવાણીના મહત્ત્વપૂર્ણ નિરૂપક ‘અનેકાન્તવાદ’ને અદ્ભુત રીતે વણી લે છે અને વ્યક્ત કરે છે. એમ જ લાગે કે જાણે સર્વજ્ઞ તીર્થંકર ભગવંત મહાવીરની અને તેને ઝીલતા-ગુંથતા જ્ઞાની ગણધરોની વાગંગા જ જાણે તેમાં ન વહી રહી હોય ! આ મહાન પ્રાક્-વાક્-ગંગાને વર્તમાનકાળમાં ઝીલીને વહાવતા શ્રીમદ્દ જેવા જ્ઞાનાવતાર, પચ્ચીસસો વર્ષ પૂર્વે જાણે ભગવંત મહાવીર પ્રભુના શ્રીચરણે બેસીને એ દિવ્ય સમવસરણમાંથી ‘ગણધરવાદ’ની પરિચર્ચાને અપૂર્વ દત્ત-ચિત્ત પણે સુણતા હોય, અંતરઊંડે સંઘરતા હોય અને અહીં એ મહાશ્રવણને પુનઃ વ્યક્ત કરતા હોય એમ પ્રતીત નથી થતું ? જાણે તેમનું ચૈતન્ય—તેમાં Store અને Save કરેલાં તથ્યોનું Opening અર્થાત્ કૉમ્પ્યૂટર જ રહસ્યોદ્ઘાટન નથી આપતું ? જાણે તેમનું અંદરનું શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં અનેકાન્તવાદ ૫
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy