SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ કે એના માટે સંસ્કૃત જાણવું જોઈએ. એ ગુજરાતીમાં છે, પણ ગુજરાતીમાં એનો પૂરેપૂરો ભાવ આવતો નથી. એમાંય ખાસ કરીને “કિંકર્પરમય એ તો અત્યંત લાવણ્યમય અને સૌથી શ્રેષ્ઠ છે એમ મારા મનને છે. તો ભાઈ ટોલિયા “કલ્યાણ મંદિર”ની સાથે આ પણ ભેગુ ઉતારે એવી મારી વિનંતી છે – અને એમાં પણ મેં કહ્યું એમ ઉતાવળ ન કરવી, ધીમા લયે જવું. ભલે બે સાંભળવા પડે, બે વખત સાંભળવા પડે, એની બે રેકર્ડ કરવી પડે, પણ એની ચાલ ધીમી રાખજો, જાણે મેઘદૂત ગાતા હોઈએ કે – "कश्चित्कान्ता विरहगुरुणा स्वाधिकारात् प्रमत्तः । शापेनास्तम् गमित महिमा वर्ष भोग्येन भर्तुः ॥" એવી રીતે જાણે અષાઢી મેઘ જતો હોય તેવી રીતે આ જાય – ધીમે ધીમે ... હિં પૂરમર્થ, સુથાર સમર્થ, લિ વોરિયમ્... ” * એમ જ્યારે ધીમે ધીમે માણસ સાંભળે અને એના અંતરમાં ઊતરતું જાય એવું આપજો. ફરીથી અમારા સૌની વતી હું તમને ખૂબ ખૂબ હાર્દિક ધન્યવાદ આપું છું. (પ્ર.જી. 1-8-16) - શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ, તંત્રીશ્રી “પ્રબુદ્ધ જીવન'. *[“શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર” ના નિર્માણની સાધનાપૂર્ણ તૈયારી સાથે કિકપૂર પણ મંથર ગતિના સુંદર પ્રભાવ પૂર્ણ ઢંગમાં ઊતારવાનું વર્ધમાન ભારતીએ નક્કી કર્યું છે. અંતે એ રેકર્ડ પણ થઈ ચૂક્યું છે. - પ્ર.] ૬૦ રાજગાથા
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy