SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ તુલસીદાસે કહ્યું કે “હીં પ્રસિદ્ધ પાતકી” અને સૂરદાસે કહ્યું કે “મો સમ કૌન કુટિલ, ખલ, કામી?” અહીં તુલસીદાસને સૂરદાસ જેવી વ્યક્તિ એમ કહે કે મારા જેવો કુટિલ, ખલ અને કામી કોણ છે? અને અન્ય મહાપુરુષો જે આટલી ઊંચી કોટિએ પહોંચ્યા છે એ પણ પોતાની જાતને જ્યારે આમ કહે ત્યારે પોતાની જાતને નીચી પાડવા નથી કહેતા, પણ જે પ્રભુનું એ સ્મરણ કરે છે એની તુલનામાં એ એમ કહે છે – મારી તમારી તુલનામાં નહીં ! મારી – તમારી તુલનામાં તો એ ઘણા ઊચ્ચ કોટિના છે. પણ જે આદર્શ એમની સમક્ષ છે, જે મૂર્તિ એમની સમક્ષ છે, એની તુલનામાં એ “અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હું ય” એમ કહે છે. આવા બધા ય કાવ્યો આપણને શ્રવણ કરવાનું મળે એ આપણા અત્યંત સદ્ભાગ્યની વસ્તુ છે. ભાઈ ટોલિયાએ આપણને એ આપ્યું એને માટે હું ફરીથી એમને ધન્યવાદ આપું છું. એક વસ્તુ મેં જે “આત્મસિદ્ધિ” વિષે કહી હતી એ પણ કહી દઉં. “અપૂર્વ અવસર'નું નવું રેકર્ડિગ “પરમગુરુપદ'માં હમણાં મેં સાંભળ્યું એ મને ખૂબ ગમ્યું. એનો રાગ, એનો લય બરાબર છે. આમ “અપૂર્વ અવસર’ અત્યંત સુંદર રીતે મૂકાયું છે. જ્યારે “બહુ પુણ્ય કેરા પુંજથી” અને “હે પ્રભુ ! હે પ્રભુ!” એ હજુ જરા ઉતાવળમાં છે, એને પણ એ જ રીતે ધીમા લયમાં મૂકવામાં આવે તો વધારે સારું.” અંતમાં એક વસ્તુ ભાઈ ટોલિયાએ કહી તેના તરફ ધ્યાન ખેંચું. તેમણે કહ્યું કે “ભક્તામર' ઊતાર્યું તે જ રીતે “કલ્યાણ મંદિર” ઉતારવાની ભાવના છે, ને ત્રીજું સ્તોત્ર પદ જે મને એટલું જ ગમ્યું છે એ “કિંકર્પર સ્તોત્ર” – “શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ સ્તોત્ર” : "किं कर्पूरमयं सुधारसमयं किं चन्द्ररोचिर्मयं किं लावण्यमयं महामणिमयं कारुण्यकेलिमयम् विश्वानंदमयं महोदयमयं शोभामयं चिन्मयं शुक्ल-ध्यानमयं वपुर्जिनपते भूयाद् भवालम्बनम् ।' અત્યંત સુંદર રાગ છે. “ભક્તામર”, “કલ્યાણ મંદિર” અને “કિંકર્પર' ત્રણેય કંઠસ્થ કર્યા હતા. એનું અધ્યયન અને અભ્યાસ ચાલુ નહીં રહેવાને કારણે કંઈક ભૂલી ગયો છું, પણ એ છતાંય એ જ્યારે સાંભળું છું ત્યારે અનહદ આનંદ થાય છે, કારણ શ્રીમદ્ભાં ભક્તિ-પદોઃ ૫૯
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy