SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમા : ઉપર્યુક્ત ત્રિવિધ સાધનાના સાકાર-આલંબન ધ્યાન, નિરંજન નિરાકાર અને નિરાલંબન ધ્યાન કે મંત્રાક્ષરોના પ્રથમ સ્થાન પદસ્થ ધ્યાનના ઉપક્રમોમાં આ ચિંતનીય છે - ઋષિમંડલ સ્તોત્રારંભના દાતાક્ષર સંત્સંદ્ઘ' થી આરંભાતા “મમિત્યક્ષ દ્ર વીવ પરમેષ્ઠિન:; સિદ્ધવશ્વસ્થ સર્વાનં સર્વતઃ પ્રશ્મિદે ” કથીપંચરમેષ્ઠિને પ્રણમી, ‘અક્ષય, નિર્મનં, શાંતિ અને “સારા નિરવિરં સરસ વિરસિં' વર્ણવીને થતાં 'निरंजन, निराकार निर्लेप, वीतसंशय, ब्रह्मसंबुद्ध, शुद्ध सिद्ध' परमात्मा ना । સાકાર-નિરાકાર ધ્યાન કે યોગશાસ્ત્રના “અભેદ પ્રણિધાન”ના આધારે કરાતાં “મ” ધ્યાન દ્વારા શ્રી અરિહંત પરમાત્માના સ્વકીય આત્મા સાથે થતા અભેદસંધાન અને માતૃકાક્ષરો દ્વારા નિષ્પન્ન થતા પદસ્થ ધ્યાન-આ સર્વેમાં મહાધ્યાની શ્રીમદ્ રાજચંદ્રજીના જિનસંદેશ શુદ્ધાત્મા ધ્યાનની જ વાત નથી? જેમ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય “મ' પદમાં નવકાર મહામંત્ર સમાયેલ દર્શાવે છે તેમજ “નવકાર મહાપદને સમરો” સૂચવતા શ્રીમદ્જીએ નવકાર મંત્રના જ સારસંક્ષેપ-સારસર્વસ્વ એવા “હંગાત્મસ્વરૂપ પરમગુરુ” પરમમંત્રના ધ્યાને, સ્મરણે અને આધારે પદસ્થ ધ્યાન સિદ્ધ થવાની સ્પષ્ટ સંભાવના દર્શાવી છે. પત્રાંક ૭૬૧માં તેઓશ્રી “પરમ સમ્યફચારિત્ર”ની વીતરાગકથિત વાત કરતાં મહાસમર્થ એવા ધ્યાનનો એક ચિત્તે અભ્યાસ સૂચવતા આદેશ આપે છે કે, “જો તમે અનેક પ્રકારના ધ્યાનની પ્રાપ્તિને અર્થે ચિત્તની સ્થિરતા ઈચ્છતા હો તો પ્રિય અથવા અપ્રિય વસ્તુમાં મોહ ન કરો, રાગ ન કરો, દ્વેષ ન કરો. પાંત્રીસ, સોળ, છ, પાંચ, ચાર, બે અને એક અક્ષરના એમ પરમેષ્ઠી પદના વાચક મંત્ર છે તેનું જાપૂર્વક ધ્યાન કરો.” અને જાણે શ્રીમદ્જી-સૂચિત આ મંત્રપદસ્થ ધ્યાનની સમર્થ, પ્રબળ પરિભાષા આપતા, શ્રીમદ્જીની જ વાત સિદ્ધ કરતા, યો.યુ. શ્રી સહજાનંદઘનજી પોતાના અનુભવપ્રયોગ-અધિકારપૂર્વક મુનિ આનંદઘન (વર્તમાનના) પરના માર્ગદર્શન આપતા પત્રમાં આમ લખે છે: xxx અતએ સિદ્ધચક મંત્રોનો સાર ‘સહજાન્મસ્વરૂપ પરમગુરુ' આ મંત્ર છે. ચારે આરાધનાયુક્ત પાંચે પદ “પરમગુરુ કહેવાય છે. તે પરમગુરુઓ સહજાભસ્વરૂપ છે. પ્રત્યુત્ જન્મ-મરણયુક્ત કૃત્રિમ દેહસ્વરૂપ નથી જ. માટે નવપદ યા પાંચ પદના સારરૂપે આ સહજાભસ્વરૂપ પરમગુરુ ભક્તિમંત્ર છે. જેની આરાધના શ્રીમદ્ રાજચંદ્રજી અને શુદ્ધાત્મ ધ્યાન ૪૫
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy