SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાના જ ચૈતન્યનું તથા પ્રકારે પરિણમન એ જ સાકાર ઉપાસના શ્રેણીનું સાધ્યબિંદુ છે. અને એ જ સત્યસુધા કહેવાય છે. હૃદયમંદિરથી સહસ્ત્રદલ કમળમાં તેની પ્રતિષ્ઠા કરી ત્યાં જ લક્ષ્યવેધી બાણની માફક ચિત્તવૃત્તિ પ્રવાહનું અનુસંધાન ટકાવી રાખવું. એ જ પરાભક્તિ કિવા પ્રેમલક્ષણા ભક્તિ કહેવાય છે. ઉપરોક્ત અનુસંધાનને જ “શરણ કહે છે. શર = તીર. શરણબળે સ્મરણબળ ટકે છે. કાર્યકારણ ન્યાયે શરણ અને સ્મરણની અખંડિતતા સિદ્ધ થયે, આત્મપ્રદેશે સર્વાગ ચૈતન્ય-ચાંદની ફેલાઈ સર્વાગ આત્મદર્શન અને દેહદર્શન ભિન્ન-ભિન્ન પણે નજરાય છે અને આત્મામાં પરમાત્માની છબી વિલીન થઈ જાય છે. આ આત્મા-પરમાત્માની અભેદતા એ જ પરાભક્તિની છેવટની હદ છે. એજ વાસ્તવિક ઉપાદાન સાપેક્ષ સમ્યગુદર્શનનું સ્વરૂપ છે. “વહ સત્યસુધા દરસાવહિંગે, ચતુરાંગલ હૈ દગસે મિલ હૈ. રસદેવ નિરંજન કો પિવહી, ગહી જોગ જુગાજુગ સો જીવહી.” (શ્રીમજી કૃત) આ કાવ્યનો તાત્પર્યાર્થ એ જ છે. આંખ અને સહસ્ત્રદલકમળની વચ્ચે ચાર અંગુલનું અંતર છે. તે કમલની કર્ણિકાના ચૈતન્યની સાકાર મુદ્રા એ જ સત્યસુધા છે, એ જ પોતાનું ઉપાદાન છે. જેની એ આકૃતિ ખેંચાઈ છે, બાહ્યતત્ત્વ નિમિત્ત. કારણ માત્ર છે. તેમના આત્મામાં જેટલે અંશે આત્મવૈભવ વિકસ્યો હોય એટલે અંશે સાધકીય ઉપાદાનનું કારણપણે વિકસે છે અને કાર્યાન્વિત થાય છે. અત એવ નિમિત્ત કારણ, સર્વથા વિશુદ્ધ આત્મવૈભવ સમ્પન્ન હોય તેમનું જ અવલંબન લેવું ઘટે, તેમાં જ પરમાત્માબુદ્ધિ હોવી ઘટે, એ રહસ્યાર્થ છે.” “આવા ભક્તાત્માનું ચિંતન અને આચરણ વિશુદ્ધ હોઈ શકે છે, અત એવ ભક્તિ, જ્ઞાન અને યોગસાધનાનો ત્રિવેણી સંગમ સધાય છે. જેથી એવા સાધકને ભક્તિ-જ્ઞાન શૂન્ય માત્ર યોગ સાધના કરવી આવશ્યક નથી. દષ્ટિ, વિચાર અને આચાર-શુદ્ધિનું નામ જ ભક્તિ, જ્ઞાન અને યોગ છે અને એ જ અભેદ પરિણમને “સમ્યગુ દર્શન-જ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ છે. પરાભક્તિ વિના જ્ઞાન અને આચરણ વિશુદ્ધ રાખવાં દુર્લભ છે, એનું જ દષ્ટાંત આર. આચાર્ય રજનીશ) પૂરું પાડી રહ્યા જ છે ને? અતએ આપ ધન્ય છો, કારણ કે નિજ ચૈતન્ય દર્પણમાં પરમ કૃપાળુની છબી અંકિત કરી શક્યા છો. ૐ” (દક્ષિણાપથની સાધનાયાત્રા” પૃ. ૩૨-૩૩) જ રાજગાથા
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy