SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ માટે મને પૂજ્યભાવ છે પરંતુ મને લાગે છે કે મહાવીર પછી બીજા મહાવીર શ્રીમદ્ રાજચંદ્ર પોતે હતા. અતિશયોક્તિ ન થાય એનું ધ્યાન રાખીને હું આ કહું છું.” (પ્રમાદયોગ : ૨૮-૩૧) હું કોણ છું ?'ના ઊહાપોહ દ્વારા આત્મસિધ્ધિની ધ્યાન-ધારા વહાવનારા સ્વયંસંબુધ્ધ શ્રીમદ્જીમાં મુનિ ચંદ્રપ્રભ અદ્વિતીય ધ્યાનયોગી જુએ છે, ભદ્રમુનિ સહજાનંદઘનજી આત્મસમાધિ-પ્રદાતા જીવન પરિવર્તક દેખે છે, ધનદેવીજી આત્માનુભવ પમાડનાર પામે છે, ૫. સુખલાલજી ૨૫00 વર્ષમાં અભૂતપૂર્વ દેખા-દ્મષ્ટાનું દર્શન કરે છે અને વિમલાતાઈ ?.. એ તો એમને મહાવીરોત્તર અદ્વિતીય મૌની-ધ્યાની સિધ્ધ કરે છે ! તેઓ (વિમલાતાઈ) તેમને “સમર્થ રોય ! મા પમાયણ ' ની મહાવીર-આજ્ઞાને ભારોભાર આચરતા અપ્રમત્ત યોગી, “અપ્રમાદ યોગ'ના, મીનધ્યાનયોગના, સિધ્ધ-સાધક ઠેરવે છે : “xxx એક ક્ષણ પણ નકામી ગુમાવતા નહીં. રસ્તીભર અસત્ય નહીં. ક્ષણવાર પણ પ્રમાદ નહીં. નિષ્ક્રીયતા કે જડતા નહીં. હંમેશા સાવધ રહેતા. જાગ્રત અવધાનયુક્ત સમ્યતા જાળવતા. સમય અને શક્તિનો કાળજીપૂર્વક ઘનિષ્ટ ઉપયોગ કરતા. એથી જ્યારે તેઓ મનમાં બેસતા ત્યારે એમનામાં પૂરી શક્તિ રહેતી. ક્રાંતિકારી રાજચંદ્રની સંસ્કાર-મુક્ત વિશ્વચેતના અનંત આત્મશક્તિની દિવ્યચેતના xxx માનવ ચેતના તો સંસ્કારવશ, સંસ્કારયુક્ત ચેતના છે. એથી પર સંસ્કારમુક્ત ચેતના છે, દિવ્ય ચેતના છે, વૈશ્વિક ચેતના છે, જે જીવનશક્તિ સમગ્ર વિશ્વનું નિયમન કરે છે. તેનો મનુષ્યચેતના બહુ નાનો અને સંસ્કારબધ્ધ ભાગ છે, જેને ધર્મોએ અને સંસ્કૃતિઓએ ટાંકણું લઈને ઘડી છે. પરંતુ સંસ્કારમુક્ત ચેતના ઘણી વિશાળ છે, એનું ક્ષેત્ર પણ ઘણું વિશાળ છે. એને મનુષ્યનાં મન-મગજ સ્પર્શી શકતાં નથી. આ ચેતનાને જ શ્રીમદ્ રાજચંદ્ર ઈશ્વર કહે છે. એને જ દિવ્યતા કહે છે. એને જ પ્રભુ-વિભુ કહે છે. તેઓ જૈન હોવાથી વ્યક્તિ સ્વરૂપ ઈશ્વરને માનતા ન હતા એટલે પ્રભુ શબ્દથી તેઓ હિંદુ મત પ્રમાણેના દેવદેવીઓની વાત નથી કરતા અથવા પહેલાં થઈ ગયેલા ૨૪ તીર્થકરોની વાત પણ નથી કરતા. ભ. મહાવીર પછી ૨૦૦૦ વર્ષથી અજ્ઞાનની જે ધૂળ ચડી ગઈ છે એણે જૈન લોકોની બુદ્ધિને આવરી લીધી છે... જિનમાર્ગના સ્વયંસંબુદ્ધ વર્તમાન પ્રભાવક શ્રીમદ્ રાજચંદ્રજી
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy