SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ આમ, શ્રીમદ્જી પ્રણીત “હું કોણ છું?” થી પ્રભાવિત સ્વયંદેષ્ટ પ્રધાન વર્તમાન આત્મદેખાઓ છે – મહોપાધ્યાય મુનિશ્રી ચંદ્રપ્રભ, આચાર્ય ભુવનરત્નસૂરિ, યોગીન્દ્ર યુગપ્રધાન શ્રી ભદ્રમુનિ-સહજાનંદઘનજી, પ્રજ્ઞાચક્ષુ પં.શ્રી સુખલાલજી, માતાજી ધનદેવીજી, વિમલાતાઈ, ઈ. અનેક ! શ્રીમદ્ગા જીવનકાળ પશ્ચાત્ ૧૦૦ વર્ષે વર્તમાન વિદુષી આર્ષદૃષ્ટા વિમલાતાઈએ આત્મસાક્ષ્ય દ્વારા નીરખેલી તેમની મીનસાધના, ધર્મપ્રભાવના : “શ્રીમદ્ રાજચંદ્ર પોતાની સમજણના સાધક હતા xxx શ્રીમદ્ રાજચંદ્ર પોતાના શરીર સિવાય કોઈને ગુરુ કર્યા ન હતા. જીવન એ જ એમનું ગુરુ હતું. એ પવિત્ર, પુનિત ગુરુ જે વૈશ્વિક જીવન છે, જે પોતાની અંદર રહેલું જીવન છે, જે જીવન આપણી આજુબાજુ સર્વત્ર રહેલું છે (= આત્મ તત્ત્વ) એ પરમગુરુના તેઓ શિષ્ય હતા. એમના કોઈ ગુરુ કે શિક્ષક ન હતા જેનો આપણે ઉલ્લેખ કરી શકીએ. xxx અને ફરી તમને હું મુંબઈની એમની પેઢીમાં બેસતા યુવાન માણસની યાદ અપાવું, જ્યાં એમને પહેલી વખત ગાંધીજી મળેલા અને એ માણસની સાદાઈની ભવ્યતા જોઈને મુગ્ધ થયેલા. ત્યારે રાજચંદ્ર ઉગતા યુવાન હતા અને ચૂપચાપ શાંતિપૂર્વક પોતાની આજીવિકા મેળવવાની ફરજ બજાવી રહ્યા હતા. xxx આ દુબળા, પાતળા, નાના લાગતા માણસને જોઈને બીજા વેપારીઓ હસતા કે આ માણસ લાખોપતિ થઈ શકે તેવો હોવા છતાં તે લાખોપતિ થતો ન હતો. એમણે જોયું હતું કે એકસાથે એક સો બાબતોને એક જ ક્ષણે જોઈને તેઓ દરેક બાબત કહી શકતા. તેઓ શતાવધાની હતા. મુંબઈમાં એમણે જાહેરમાં એ પ્રયોગ કરી બતાવ્યો હતો. ગાંધીજીએ તે જોયો હતો. xxx ન માની શકાય એવી ઘટના હતી. હજી સો વર્ષ પહેલાંની જ આ વાત છે. હું પુરાણોની કથા કહેતી નથી, હકીકત કહું છું. બાર વરસની ઉંમરથી જ એ માણસ આ પ્રયોગો કરતો હતો. xxx તમે એકાંત અને ધ્યાનમાં વધારે સમય આપો તો તમારા ધ્યાનનો વ્યાપ અને ગ્રહણશક્તિ વધારે વિકસે. રાજચંદ્ર માની ન શકાય એટલી હદે ધ્યાનનો વ્યાપ વિકસાવ્યો હતો અને આંખ અને કાનની ગ્રહણશક્તિ પણ સાથોસાથ વિકસાવી હતી. તમે એમની પાસે સો વસ્તુઓ મૂકો અને પ્રશ્નો પૂછો અથવા લખીને આપો અને તેઓ બધાના જવાબ આપતા. xxx આપણે ફરિયાદ કરીએ છીએ કે વર્તમાન સંજોગો આત્મદર્શન માટે સમય અને શક્તિ રહેવા દેતા નથી. પરંતુ રાજચંદ્ર આપણી સમક્ષ જીવંત દૃષ્ટાંત છે. xxx મહાવીર પછી હું નથી માનતી કે સમસ્ત જૈન સમાજમાં આવી અસામાન્ય બીજી વ્યક્તિ થઈ હોય. પૂર્વનાં બધા તીર્થકરો ૧૪ રાજગાથા
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy