SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથી બાબત તે ગ્રન્થિ છેદનની છે. નિર્ગસ્થ થવાનું છે. મનુષ્યને અનેક પ્રકારના ગ્રહો વળગેલા છે. પૂર્વગ્રહો, હઠાગ્રહો, દુરાગ્રહો, આ બધામાંથી તેણે મુક્ત થવાનું છે. શાસ્ત્રો પરત્વે શ્રીમનું વલણ સમન્વયવાદીનું છે એમને કોઈ પણ પ્રકારની ગ્રન્થિ નથી. બધાં શાસ્ત્રોમાં આત્મજ્ઞાનની જે વાત કરી છે તે તેઓ લઈ લે છે અને પોતાની અનુભૂતિના પ્રકાશમાં એને નવા સ્વરૂપે મૂકી આપે છે. એમ કહેવાય છે કે રામકૃષ્ણ પરમહંસ સામ્યવસ્થાના અવબોધ માટે માટીનું ઢેકું અને સોનું ગંગામાં ફેંકી દેતા. શ્રીમદ્ રાજચન્દ્ર ઝવેરાતનો વેપાર કરતા અને છતાં એમની દૃષ્ટિ તો આત્માના ઝવેરાત પર જ રહેતી. “આત્મસિદ્ધિશાસ્ત્રમાં તેમણે કહ્યું છે કે મોક્ષમાર્ગનો લોપ થવાથી પોતે આત્મસિદ્ધિનું શાસ્ત્ર રજૂ કરે છે. એ ગુરુશિષ્ય સંવાદરૂપે રજૂ થયું છે. ૧૭મી સદીમાં મહાન જ્ઞાની કવિ અખાએ પણ “ગુરુશિષ્ય સંવાદ” લખ્યો છે. ભગવદ્ ગીતા પણ ગુરુ-શિષ્ય સંવાદરૂપે જ છે. શ્રીમદ્ રાજચન્દ્ર ગુજરાતી પ્રજાને ધર્મનું સારતત્વ સંપડાવવામાં ગંજાવર કામ કર્યું હતું. પ્રસ્તુત “સપ્તભાષી આત્મસિદ્ધિમાં સંપાદક તરીકે પ્રો. ટોલિયાએ જે લખ્યું છે તે સૂચક છે. એમના પાંચ પ્રેરણાદાતાઓ તે પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી, આચાર્ય ગુરુદયાળ મલ્લિકાજી, સહજાનંદઘનજી, માતાજી ધનદેવીજી અને વિદુષી સુશ્રી વિમલા ઠકાર, વગેરેનો ફોટા સાથે ઉલ્લેખ કર્યો છે. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જુદી-જુદી ભાષાઓમાં જે અનુવાદ આપ્યો છે એમાંથી થોડાં ઉદાહરણો જોઈએ તો હિન્દીમાં કહ્યું છે: “સેવે સદ્ગુરુ ચરન કો, તજે સ્વ આગ્રહ પક્ષ ! પાવે સો પરમાર્થ કો, જાવે સ્વપદ કો લક્ષ”. There is no disease as Self-delusion, The well-versed doctor's Teacher True, The Teacher's precept's prescription Though Concentrations medicine due. આવો સુંદર સચિત્ર સમશ્લોકી અનુવાદનો અધિકૃત ગ્રંથ આપવા માટે પ્રો. પ્રતાપકુમાર ટોલિયાને અભિનંદન ઘટે છે. (સપ્તભાષી આત્મસિદ્ધિ, સંપાદક: પ્રો. પ્રતાપકુમાર જે. ટોલિયા, સહસંપાદક શ્રીમતી સુમિત્રા ટોલિયા, પ્રઃ જીનભારતી, વર્ધમાનભારતી ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન, પ્રભાત કૉમ્પલેક્સ, બેંગલોર-પ૬૦૦૦૯. કિ. રૂ. ૫૦૧/-) - ડો. રમણલાલ જોશી - (“અક્ષરની આબોહવા”માં ૩-૮-૨૦૦૨) અનેકમાંથી થોડા પ્રતિભાવો ૨૨૭
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy