SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાવ-૪ શ્રીમદ્ રાજચંદ્રકૃત “આત્મસિદ્ધિ' સાત ભાષામાં (જનસત્તા) - તાજેતરમાં પ્રા. પ્રતાપકુમાર ટોલિયા અને સુમિત્રા ટોલિયાએ “શ્રીમદ્ રાજચન્દ્ર કૃત શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર'નો સાત ભાષાઓ : ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, મરાઠી, બંગલા, કન્નડ અને અંગ્રેજીમાં સમશ્લોકી અનુવાદ પ્રકટ કર્યો છે. આ સંદર્ભમાં શ્રીમદ્ રાજચંદ્રના અધ્યાત્મ તત્વજ્ઞાનને જોઈએ. આમ તો શ્રીમદ્ રાજચંદ્ર જૈનધર્મના તત્વષ્ટા છે પણ એ તો માત્ર ભૂમિકા, ને પછી તો એમનું લખાણ સર્વ સામાન્યતાએ પહોંચે છે. એમાં વેદાન્તી કે પુષ્ટિમાર્ગી, જૈન ધર્મી કે ખ્રિસ્તીધર્મી, સૌને પ્રેરક બની રહે છે. તેમણે કેટલીક કવિતાઓ પણ લખી છે. એમાં બીજા રસો હોય કે ન હોય પણ શાંતરસના ફુવારા ઊડે છે. તેમનાં “આત્મસિદ્ધિશાસ્ત્ર”, “ભાવનાબોધ” કે “મોક્ષમાળા' જેવાં પુસ્તકોમાં તેમનું અનુભવપૂત જ્ઞાન સૌ સાધકોને સુલભ છે. તેમણે અનેક પત્રો પણ લખ્યા છે. તેઓ ગાંધીજીના ગુરુ ગણાતા. શ્રી વિદ્યારણ્ય મુનિ જે “આત્મવિચારની વાત કરે છે તે શ્રીમદ્ભા લખાણોમાં તરત ધ્યાન ખેંચતી વસ્તુ છે. દેહભાવ છોડીને આત્મામાં સ્થિતિ કરવાનું તે ભારપૂર્વક કહે છે. આત્માની સત્તાની વાત છે. એજ સત-તા છે આજકાલ સત્તાની વાતો જ્યાંને ત્યાં સાંભળીએ છીએ. સત્તા ભોગવતા મનુષ્યો કેટલા બધા પામર હોય છે ! અમલ ચલાવતા મનુષ્યનો પોતાની ઉપર જ અમલ ચાલતો નથી ! શ્રીમદ્ કહે છે : “દેહરખાપણું છોડી દો આત્મા એ જ સત્ય છે. સત્ તત્વ છે, એની સત્તામાં રહેવું અને ત્યાં રહ્યાં રહ્યાં કર્મ કરવાં.” પણ આ બને શી રીતે? શ્રી રાજચન્દ્ર વીતરાગપણું રાખવાનું સૂચવે છે. રાગમાત્ર વર્ય છે. આ કરવું ઘણું મુશ્કેલ છે. તિરસ્કારરૂપે પણ રાગ જ પ્રગટ થતો હોય છે. સામ્યવસ્થા-સામ્યસ્થિતિ-સમતાની સ્થાપના થવી ઘટે. આવી ઔદાસીન્યભરી મનની વૃત્તિની વાત તેમણે “અપૂર્વ અવસર' કાવ્યમાં કરી છે. આનો અર્થ એવો નથી કે સૃષ્ટિ અને સૃષ્ટિના પદાર્થોમાં રસ ઊડી જાય, નિષ્ક્રિયતા આવે, બલ્બ આવો સાધક સૃષ્ટિના પદાર્થોને એક નવી રીતે ગ્રહે છે. આ કારણે જ શ્રીમદ્ભા સંસારી મનુષ્યો પ્રત્યે એક અથાગ કરુણા અને વાત્સલ્ય નિઝર છે. ત્રીજી વસ્તુ તે આત્મદષ્ટિ છે. શ્રીમદ્ ઉદ્ધોધે છે : સહજની સાધના. કબીર કહે છે: “સાધો સહજ સમાધિ ભલી સહજભાવે બધાં કર્મ થવાં જોઈએ એમ શ્રીમદ્ કહે છે. રાજગાથા
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy