SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ મરાઠી, બંગલા, કન્નડ અને અંગ્રેજી. પ્રારંભમાં આ લેખની શરૂઆતમાં આપેલી ‘પ્રતીક્ષા છે સૂર્યની !' શીર્ષક સહજાનંદઘનજીની શ્રીમદ્-સાહિત્યને ગુજરાતગુજરાતીની બહાર લાવવાની ભાવનાનો ઉલ્લેખ થાય. પછી શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રના સર્જન પૂર્વની ભૂમિકા અને તેની ૧૮૯૬ના આસો વદી એકમની નિડયાદમાંની રચના તસ્વીર સાથે અપાય. ૧૪૨ ગાથાઓના ૧૪૨ પૃષ્ઠોની આગળ અને પાછળ સંભવ તે બધી જ ગ્રંથવિષયક સામગ્રી અને કર્તા શ્રીમદ્ઘની પૃષ્ઠભૂમિ અપાય. જેમના પ્રથમ અને પ્રબળ નિમિત્તે આ અમરકૃતિ રચાઈ તેવા શ્રીમદ્જીના “હૃદયરૂપ” પ્રાતઃસ્મરણીય સખા શ્રી સૌભાગ્યભાઈનું ચિત્ર અને શ્રીમદ્ભુને સર્વથા સમર્પિત, લઘુતામાં પ્રભુતાથી સભર એવા પ્રભુશ્રી લઘુરાજજીની તસ્વીર અને ઉપદેશામૃત’માંનું તેમનું આત્મસિદ્ધિમહિમા વિષયક લખાણ પણ મૂકાય. કાવ્યમય અનુવાદો જે ઉપલબ્ધ હોય તે ઉપયોગમાં લેવાય અને ન હોય તે નવેસરથી કરાવાય. મજાની વાત એ હતી કે, તેમણે – શ્રી સહજાનંદઘનજીએ કૃતિના અંગ્રેજી ઉપરાંત હિન્દી અનુવાદનું શુભ કાર્ય આ પંક્તિલેખકને સોપ્યું અને પોતે પૂર્વે કરેલા હિન્દી ગાનમય અનુવાદની વાત મને કરી જ નહીં. મારા સર્જન-પુરુષાર્થને ગતિ આપવાની અને પોતાની ક્ષમતાને ગોપવી રાખવાની કદાચ તેમની દૃષ્ટિ હશે ! પરંતુ તેમના જીવનકાળ બાદ તેમની ભાષાંતરિત આ હિન્દી કૃતિ હાથ લાગતાં, સપ્તભાષી ગ્રંથમાં તેમની જ એ કૃતિ ઉચિત સમજીને મારો અહંભાવ શૂન્ય કરવા માટે મૂકી. અંગ્રેજી પણ નિકટ અધિકારી એવા પૂ.શ્રી બ્રહ્મચારીજી રચિત એ જ કારણે મૂકી. વાસ્તવમાં અંગ્રેજી અનુવાદો તો મહાત્મા ગાંધીજી સમેત અનેક વિદ્વાનોએ કર્યાં છે. અસ્તુ. હવે અન્ય અનુવાદોમાં પંડિતશ્રી બેચરદાસજી કૃત સંસ્કૃત, ‘અજ્ઞાત’ કૃત મરાઠી તો મળ્યા, પરંતુ બંગલા અનુવાદ શ્રી સહજાનંદઘનજીના ભક્ત શ્રી ભંવરલાલજી નાહટા પાસે નવેસરથી કરાવાયો અને કન્નડ અનુવાદ ગેયરૂપે-કાવ્યરૂપે ત્યારે નહીં મળતાં ગદ્યરૂપે ડૉ. એ. એન. ઉપાધ્યેનો મૂક્યો અન્ય વિદ્વાન્ ડૉ. જયચંદ્ર પાસે કન્નડ ભાષાને શુદ્ધ કરાવીને. - ૧૪૨ પાનાઓના અનુવાદોના આગળ પાછળના પૃષ્ઠોની શક્ય તે સામગ્રી આંતરરાષ્ટ્રીય ઉપયોગિતા સારું અંગ્રેજીમાં અને થોડી હિન્દીમાં પણ અપાઈ. તેમાં શ્રીમદ્ભુ અને આત્મસિદ્ધિ વિષયક અનેક પ્રબુધ્ધજનોનાં કથનો વણી લેવાયા. મહાત્મા શ્રીમદ્ રાજચંદ્રજીના શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું અભિનવ સ્વરૂપ સપ્તભાષી આત્મસિદ્ધિ ઃ ૨૦૫
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy