SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મજ્ઞાનવિધા પ્રધાન અન્ય જીવનોપયોગી વિધાઓથી સભર એવા વિશ્વવિધાલયનું પ્રારુપ તૈયાર કરવા બેઠો. પત્ર સંપર્કથી ગહન પરામર્શ અમદાવાદ પૂજ્ય પંડિતજી સાથે કરીને યુગાનુરૂપ દૃષ્ટિથી અભ્યાસક્રમ પણ બનાવી લીધો. આમાં “અમૃતા આત્મન: તા’' વત્ શ્રીમદ્ રાજચંદ્રજી-પ્રણીત આત્મજ્ઞાનની પરાવિધાને પ્રથમ અને કેન્દ્રમાં રાખીને વિશ્વસંસ્કૃતિના આદિ પ્રણેતા ભગવાન ઋષભદેવ-કથિત ૭૨ અને ૬૪ જીવનકળાઓ-જીવનવિધાઓના સર્વ પ્રધાન વિષયો અપરાવિધાઓના સમાવી લીધા. ૨૫૦૦ વર્ષોના ભારતીય દર્શનોના મહાસ્મૃતિ સંપન્ન પારગામી પંડિતજી અને આત્માનુભવજ્ઞાની સહજાનંદઘનજી – બંનેની સુભગ, સમગ્ર, સર્વસ્પર્શી શ્રમણધારાની સાથે અન્ય તુલનાત્મક ધારાઓનો તેમજ વર્તમાનના અહિંસા અને જીવનશોધનના પ્રયાસો-પરિબળોનો પણ આમાં સમાવેશ કરાયો. બંને પ્રબુધ્ધ અને યુગની નાડ પરખનારા પ્રાજ્ઞપુરુષો દ્વારા પ્રેરિત અને પ્રમાણિત આ સર્વકાલોપયોગી, સર્વથી નિરાળો અને મૌલિક એવો આ અભ્યાસક્રમ-પ્રારુપ અનેક વિદ્વાનો દ્વારા અનુમોદના પ્રાપ્ત આજે પણ મારી ફાઈલોમાં સુરક્ષિત છે. અગ્રજ નિર્મિત અપૂર્વ જિનાલય પ્લાન પણ, જે મર્મજ્ઞ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈએ પ્રમાણેલો. સર્વપ્રથમ સર્જન ‘આત્મસિદ્ધિ' ગાન અને સપ્તભાષી સંપાદન “શુદ્ધ બુદ્ધ ચૈતન્યધન, સ્વયં જ્યોતિ સુખધામ” (આત્મસિદ્ધિ-૧૧૭) ઉપર્યુક્ત પીઠિકા, પાર્શ્વભૂમિકાની ઉપરાંત સર્વપ્રથમ સૃજનો વિશ્વભરમાં વીતરાગવાણી ગુંજાવવા માટેનાં બે હતાં. એક તો શ્રીમદ્જીની ચિરંતનકૃતિ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રના સરળ શાસ્ત્રીય રાગોમાં ગાનના રેકડીંગનું અને બીજું તેના સાત ભાષાઓના અનુવાદન-સંપાદન-પ્રકાશનનું. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રના ગાનનું ચિરંતન રેકડીંગ તો પછીથી ૧૯૭૪ની કારતક પૂર્ણિમાની શ્રીમદ્ જયંતી દિને થયું, પરંતુ ‘સપ્તભાષી આત્મસિદ્ધિ'નું અનુવાદનસંપાદનનું ગુરુદેવ શ્રી સહજાનંદઘનજીની પરિકલ્પના અને આજ્ઞાનું સર્વપ્રથમ શુભ સર્જન કાર્ય તો તેમની નિશ્રામાં જ ૧૯૭૦માં મંગલ આરંભ પામ્યું. આત્મજ્ઞાનના સુવર્ણશિખર સમી આ ૧૪૨ ગાથાઓની અમરકૃતિને નવતરરૂપે મૂકવાની તેમની દૃષ્ટિ હતી. ગ્રંથના એક એક પૃષ્ઠે શ્રી આત્મસિદ્ધિની એક એક ગાથા શ્રીમદ્ભુના મૂળ હસ્તાક્ષરોમાં મૂકાય અને તેની નીચે મુદ્રિતરૂપે આ સાત ભાષાઓના કાવ્યમય અનુવાદ મૂકવામાં આવે : મુદ્રિત જોડણીશુધ્ધ ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, ૨૦૪ રાજગાથા
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy