SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિઃ શ્રી જિનેશ્વર મહિમાના મહાગાયક શ્રીમજી “શ્રીમદ્ રાજચંદ્રજીના લખાણોમાંથી “શ્રી જિનેશ્વર મહિમા' નામનું સુંદર પુસ્તક તમે સંકલિત કરી રહ્યા છો તે બદલ મારા અંતરના આશીર્વાદ છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ સંક્ષેપમાં ઘણું કહી દીધેલ છે. તેમણે મુમુક્ષુઓ પર જે પત્રો લખ્યા છે તેમાં બિંદુમાં સિંધુ સમાવી દીધેલ છે. શ્રી જિનેશ્વરદેવનો મહિમા શ્રીમજીએ ખૂબ ગાયો છે. પોતાની અપૂર્વ એવી ભાવવાહી અને પ્રશાંતવાહી શોલીમાં તે મહિમા ગાતાં તેમણે પોતાનો અપૂર્વ નમ્રભાવ તેમાં દર્શાવ્યો છે.” ! - પ્રભાવક પ્રવચનકાર, સૌરાષ્ટ્ર કેશરી, પૂ. મુનિરાજ શ્રી ભુવનવિજયજી ગણિ (આ. ભુવનરત્નસૂરિ), લેખક, આનંદઘનજી સ્તવન ચોવીસી વિવેચન, “પ્રશાંત વાહિતા”, (શ્રી જયંતીલાલ પોપટલાલ શાહના સંકલન “શ્રી જિનેશ્વર | મહિમા'ને આશીર્વચન). સારાય વિશ્વ ઉપર જે શ્રી જિનેશ્વરદેવોનો અપૂર્વ-અનુપમ ઉપકાર છે તે શ્રી જિનેશ્વર દેવોના મહિમાનું શ્રીમદ્ રાજચંદ્રજીના સાહિત્યના આધારે શ્રીમ પરમતારક શ્રી જિનેશ્વર દેવ પ્રત્યે પ્રસંગે પ્રસંગે ઉચ્ચારેલા ભક્તિભર્યા શબ્દોના સંગ્રહરૂપ “શ્રી જિનેશ્વર મહિમા' નામનું પુસ્તક તૈયાર કરી રહ્યા છો તેથી આનંદ. તમારા આ સુપ્રયત્નના ફળરૂપે જીવો સંસારના ભાવોથી ઉદાસીન બની શ્રી જિનેશ્વરદેવ પ્રત્યે ભક્તિસભર બને એ જ અભિલાષા.” - આત્માર્થ માર્ગના પ્રેરણાદાતા પૂ.મુનિશ્રી મિત્રાનંદવિજયજી મહારાજ શ્રીમદ્ભા આંતર વૈભવની ઝાંખી : શ્રીમદ્ રાજચંદ્રજીના જીવનમાં તત્ત્વનિષ્ઠા અને ધર્મનિષ્ઠાની સોહામણી અને વિરલ ફૂલગુંથણીનાં આફ્લાદકારી દર્શન થાય છે. xxx શ્રીમદ્ભી જ્ઞાનસાધનાની ભૂમિકા કેટલી ઉચ્ચ હતી અને એમાં એમણે કેટલી સિધ્ધિ મેળવી હતી, એનો વિચાર કરતાં સાચે જ, હેરત પામી જવાય છે. xxx એમને તો જ્ઞાની કે આત્મજ્ઞાની જ કહેવા જોઈએ. “ભક્તિની ઉપયોગિતા સમજાવતાં શ્રીમદ્ કહે છે કે – “શુભ શીતળામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી; જિન ભક્તિ ગ્રહો તરુ કલ્પ અહો, ભજીને ભગવંત ભવંત લહો. “ભક્તિ એ સર્વોપરી માર્ગ છે અને તે સપુરુષના ચરણ સમીપે રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે.” - શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ (શ્રી “જિનેશ્વર મહિમા'ની પ્રસ્તાવના) ૧૦. રાજગાથા
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy