SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ એક વિવેકહીન વિદ્વાને શ્રીમદ્જીનો જડબાતોડ જવાબ મોરબી, ચૈત્ર વદ ૦)), ૧૯૫૫ આ ભારતવર્ષની અધોગતિ જૈનધર્મથી થઈ એમ મહીપતરામ રૂપરામ કહેતા, લખતા. દશેક વરસ પર અમદાવાદમાં મેળાપ થતાં તેમને પૂછયું : પ્ર.-ભાઈ, જૈનધર્મ અહિંસા, સત્ય, સંપ, દયા, સર્વ પ્રાણીહિત, પરમાર્થ, પરોપકાર, ન્યાય, નીતિ, આરોગ્યપ્રદ આહારપાન, નિર્બસનતા, ઉદ્યમ આદિનો બોધ કરે છે ? (મહીપતરામે ઉત્તર આપ્યો) મ. ઉ. - હા. પ્ર.- ભાઈ, જૈનધર્મ હિંસા, અસત્ય, ચોરી, કૂરતા, સ્વાર્થપરાયણતા, અન્યાય, અનીતિ, છળકપટ, વિરુદ્ધ આહારવિહાર, મોજશોખ, વિષયલાલસા, આળસ, પ્રમાદ આદિનો નિષેધ કરે છે ? મ. ઉ.-હા. પ્ર-દેશની અધોગતિ શાથી થાય ? અહિંસા, સત્ય, સંપ, દયા, પરોપકાર, પરમાર્થ, સર્વ પ્રાણીહિત, ન્યાય, નીતિ, આરોગ્ય આપે અને રક્ષે એવાં શુદ્ધ સાદાં આહાર-પાન, નિર્બસનતા, ઉદ્યમ આદિથી કે તેથી વિપરીત એવાં હિંસા, અસત્ય, કુસંપ, ક્રૂરતા, સ્વાર્થપટુતા, છળકપટ, અન્યાય, અનીતિ, આરોગ્ય બગાડે અને શરીરમનને અશક્ત કરે એવાં વિરુદ્ધ આહાર-વિહાર, વ્યસન, મોજશોખ, આળસપ્રમાદ આદિથી ? મ.ઉ.-બીજાંથી અર્થાત્ વિપરીત એવાં હિંસા, અસત્ય, કુસંપ, પ્રમાદ આદિથી. પ્ર.-ત્યારે દેશની ઉન્નતિ એ બીજાંથી ઊલટાં એવાં અહિંસા, સત્ય, સંપ, નિર્બસનતા, ઉદ્યમ આદિથી થાય ? મ.ઉ.-હા. પ્ર.-ત્યારે “જૈનધર્મ દેશની અધોગતિ થાય એવો બોધ કરે છે કે ઉન્નતિ થાય એવો ? મ.ઉ.-ભાઈ, હું કબૂલ કરું છું કે જેનધર્મ' જેથી દેશની ઉન્નતિ થાય એવાં સાધનોનો બોધ કરે છે. આવી સૂક્ષ્મતાથી વિવેકપૂર્વક મેં વિચાર કર્યો ન હતો. અમને તો નાનપણમાં પાદરીની શાળામાં શીખતાં સંસ્કાર થયેલા, તેથી વગર વિચારે અમે કહી દીધું, લખી માર્યું. મહીપતરામે સરળતાથી કબૂલ કર્યું. સત્યશોધનમાં સરળતાની જરૂર છે. સત્યનો મર્મ લેવા વિવેકપૂર્વક મર્મમાં ઊતરવું જોઈએ. (- શ્રીમદ્ રાજચંદ્ર : વચનામૃત : ઉપદેશ નોંધ પૃ. ૬૬૬) એક વિવેકહીન વિદ્વાને થીમજીનો જડબાતોડ જવાબ ૧૫૯
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy